Latent View Analytics listing: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો થયા માલામાલ

આઈપીઓમાં રોકાણ

Latent View Analytics listing: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના લિસ્ટિંગ બાદ ભારતીય બજાર (Share Market)ના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.

  • Share this:
    મુંબઈ. Latent View Analytics Stock Price: ડેટા એનાલિટિક્સ સેવા આપતી લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું આઈપીઓમાં 23 નવેમ્બરના રોજ 169% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ (Latent View Analytics share listing) થયું હતું. કંપનીના શેરનું શાનદાર લિસ્ટિંગ થશે તેવી અપેક્ષા પહેલાથી જ કરવામાં આવી રહી હતી. BSE પર Latent View Analyticsનો શેર 530 રૂપિયા પર ખુલ્યો હતો જ્યારે NSE ફર 512.20 રૂપિયા પર લિસ્ટ થયો હતો. લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો આઈપીઓ (Latent View Analytics IPO) 10 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 12 નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 190-197 રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.

    માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થયો

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના લિસ્ટિંગ બાદ ભારતીય બજાર (Share Market)ના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ અને ત્યારબાદ શેરની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે શેર બજારમાં વેચવાલી જોવા મળી હતી અને સોમવારે સેન્સેક્સમાં પણ કડાકો બોલી ગયો હતો.

    પ્રીમિયમ લિસ્ટિંગ માટે અનેક કારણ

    બજાર નિષ્ણાતો આશા રાખી રહ્યા હતા કે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું 150% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં શેરનું પ્રીમિયમ 180% આસપાસ ચાલી રહ્યું હતું. કંપનીનું યોગ્ય વેલ્યૂએશન, મજબૂત નાણાકીય સ્થિતિ, ગ્રોથની સંભાવના અને બ્લૂ ચીપ કંપનીઓ સાથે સારા સંબંધોને પગલે લિસ્ટિંગના દિવસે શેરને સપોર્ટ મળ્યો છે.

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓ: (Latent View Analytics IPO)

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: 2021ના વર્ષમાં ધૂમ સ્પીડે ભાગેલા આ શેરમાં ડોલી ખન્ના સહિતના દિગ્ગજ રોકાણકારોએ કર્યું રોકાણ- જાણો વિગત 

    રિટેલ હિસ્સો 119.44 ગણો ભરાયો

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 119.44 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.87 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો 145.8 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે 850.66 ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ 326.49 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

    કંપનીનો બિઝનેસ

    કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: