Latent View IPO: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ રેકોર્ડ 326 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Latent View IPO: આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics IPO)ના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે. આ રીતે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓને રેકોર્ડ સબ્સક્રિપ્શન (Latent View Analytics- Most subscribed IPO of India) મળ્યું છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો.

    રિટેલ હિસ્સો 119.44 ગણો ભરાયો

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 119.44 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.87 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો 145.8 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે 850.66 ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ 326.49 ગણો ભરાયો હતો.

    લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 10 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 12 નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 190-197 રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Latent View Analytics IPO GMP)

    એક રિપોર્ટ પ્રમાણે અનલિસ્ટેડ માર્કેટમાં લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો શેર 500 રૂપિયા ઉપર ટ્રેક કરી રહ્યો છે. એટલે કે ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક શેર પર 300 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. આને જોતા રોકાણકારોને લિસ્ટિંગના દિવસે 100 ટકાથી વધારે લાભ થવાની આશા છે.

    કંપનીનો બિઝનેસ

    કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.



    ભારતમાં સૌથી વધારે ભરાયેલા પાંચ આઈપીઓ

    કંપની-------------------સાઇઝ (કરોડ રૂ.)--કેટલા ગણો ભરાયો
    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ---600-----------336.46
    પારસ ડિફેન્સ------------170.78-------304.26
    MTAR ટેક્નોલોજિસ----596.41------200.79
    તત્વ ચિંતન ફાર્મા---------500----------180.36
    નઝારા ટેક્નોલોજિસ------582.91------175.46

    600 કરોડ રૂપિયાનો આઈપીઓ

    કંપની આઈપીઓ મારફતે માર્કેટમાંથી 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓમાં 474 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે, જ્યારે 126 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હેઠળ વેચવામાં આવશે. જેમાં વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો વેચશે.

    આ પણ વાંચો: આઈપીઓથી Paytmના 350 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, આવી રીતે થયો ચમત્કાર

    ઑફર ફૉર સેલમાં કંપનીના પ્રમોટર Adugudi Viswanathan Venkatraman પોતાનો હિસ્સો વેચશે. આ ઉપરાંત ગોપીનાથ કોટીશ્વરન, રમેશ હરિહરન, શુબ્રમણ્યમ રામચંદ્રન, દિવ્યા બાલકૃષ્ણન, રાજકુમાર કલિયા પેરુમલ, રિયાબાલાકૃષ્ણન અને નવીન લોગનાથન જેવા બીજા પ્રમોટર પોતાનો હિસ્સો વેચશે.
    Published by:Vinod Zankhaliya
    First published: