Latent View Analytics IPO: GMP પરથી શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થવાનું અનુમાન

લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓ

Latent View Analytics listing: શેરના અલોટમેન્ટ બાદ ગ્રે માર્કેટ પ્રીમિયમ 300 રૂપિયાથી વધુ રહ્યું છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે શેર બજારમાં તેનું મજબૂત લિસ્ટિંગ થઈ શકે છે.

  • Share this:
    મુંબઈ: લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સ (Latent View Analytics IPO)ના 600 કરોડ રૂપિયાના આઈપીઓ માટે શેર્સની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. હવે તમામ રોકાણકારોની નજર લિસ્ટિંગ (Latent View Analytics listing) પર છે. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું લિસ્ટિંગ શેર બજારમાં 23મી મેના રોજ થવાની સંભાવના છે. બીજી તરફ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium) એવો સંકેત આપી રહ્યું છે કે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થશે. Mintમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો શેર હાલ ગ્રે માર્કેટમાં 345 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આટલું મોટું પ્રીમિયમ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના મજબૂત લિસ્ટિંગનો સંકેત આપે છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Latent View Analytics IPO GMP)

    બજાર પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 345 રૂપિયા છે, જે ગઈકાલે 350 રૂપિયા હતું. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પાંચ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. શેરના અલોટમેન્ટ બાદ ગ્રે માર્કેટ પ્રીમિયમ 300 રૂપિયાથી વધુ રહ્યું છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે શેર બજારમાં તેનું મજબૂત લિસ્ટિંગ થઈ શકે છે.

    જીએમપીનો શું મતલબ?

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 345 રૂપિયા છે. એટલે કે હાલ ગ્રે માર્કેટમાં લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો શેર 542 (197+345) રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સે આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 190-197 રૂપિયા નક્કી કરી છે. હાલનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કંપનીના ઇશ્યૂ કિંમતથી 175 ટકા વધારે છે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓ: (Latent View Analytics IPO)

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો. લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 10 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 12 નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 190-197 રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.

    આ પણ વાંચો: Go Fashion IPO: જાણો લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ, બે દિવસ બાદ IPO 6.87 ગણો ભરાયો

    રિટેલ હિસ્સો 119.44 ગણો ભરાયો

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 119.44 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.87 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો 145.8 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે 850.66 ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ 326.49 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: Investment Tips: શેર માર્કેટમાં પા પા પગલી કરતાં હોવ તો મિત્રો અને યૂટ્યૂબની શીખામણોથી રહો દૂર

    કંપનીનો બિઝનેસ

    કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: