Latent View Analytics IPO Allotment: દેશમાં સૌથી વધુ ભરાયેલા IPOના શેરની આજે ફાળવણી, જાણો તમને શેર લાગ્યા કે નહીં

લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ

Latent View Analytics IPO Allotment: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે.

  • Share this:
    મુંબઈ: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેરની આજે એટલે કે 17મી નવેમ્બરના રોજ ફાળવણી (Latent View Analytics IPO Allotment)થઈ શકે છે. લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો આઈપીઓ (IPO subscription) 326.49 ગણો ભરાયો હતો, જે દેશમાં અત્યારસુધી સૌથી વધારે ભરાયેલો આઈપીઓ (Most subscribed IPO of India) છે. લેટેન્ટ વ્યૂના શેરની આજે ફાળવણી થવાની છે ત્યારે તમામ રોકાણકારોની તેના પર નજર છે. જે રોકાણકારોએ આ આઈપીઓ ભર્યો છે તેઓ બે રીતે તેમને શેર લાગ્યા કે નહીં તેની તપાસ કરી શકે છે. રોકાણકારો BSEની વેબસાઈટ અને રજિસ્ટ્રારની વેબસાઇટ મારફતે આઈપીઓનું સ્ટેટસ (How to check IPO allotment status) જાણી શકે છે. જેમને શેર નથી લાગ્યા તેમને 18મી નવેમ્બરથી રિફંડ મળવા લાગશે. 19મી તારીખથી જેમને શેર લાગ્યા છે તેમના ડીમેટ ખાતામાં જમા થવાની શરૂઆત થશે.

    શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો:-

    >>લિન્ક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણો:

    પેટીએમની રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ વેબસાઇટ મારફતે સ્ટેટસ જાણી શકાય છે. આ માટે તમારે https://www.linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જવાનું રહેશે અને નીચેના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

    1) લિન્ક ઇનટાઇમની સીધી લિંક પર ક્લિક કરો- https://www.linkintime.co.in/MIPO/Ipoallotment.html

    2) Latent View Analytics IPO પસંદ કરો.

    3) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો

    4) 'Search' વિકલ્પ પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરવાથી તમારી સ્ક્રીન પર આઈપીઓનું સ્ટેટસ જાણી શકાશે. એટલે કે શેર લાગ્યા કે નહીં તેની માહિતી મેળવી શકાશે.

    >> BSEની વેબસાઇટ મારફતે IPO સ્ટેટ ચેક કરો:

    બીએસઈની વેબસાઇટ પરથી આઈપીઓનું સ્ટેટસ જાણવા માટે bseindia.com/investors/appli_check.aspx પર ક્લિક કરો અને નીચેના સ્ટેપ્સ અનુસરો:

    1) બીએસઈની સીધી લિંક પર ક્લિક કરો- bseindia.com/investors/appli_check.aspx

    2) Latent View Analytics IPO પસંદ કરો.

    3) તમારો એપ્લીકેશન નંબર દાખલ કરો.

    4) તમારા પાન કાર્ડની વિગત દાખલ કરો.

    5) 'I'm not a robot' પર ક્લિક કરો.

    6) 'Submit' બટન પર ક્લિક કરો.

    ઉપરના સ્ટેપ્સ અનુસરતાની સાથે જ તમારા કોમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં પેટીએમના આઈપીઓનું સ્ટેટસ દેખાશે.

    આ પણ વાંચો: Go Fashion IPO: ગો ફેશનનો આઈપીઓ ખુલ્યો, જાણો કેટલું રોકાણ કરવું પડશે

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓ: (Latent View Analytics IPO)

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીના 1.75 કરોડ ઇક્વિટી શેર માટે 572.18 કરોડ ઇક્વિટી શેરની બોલી લાગી છે. આ સાથે જ તે દેશનો સૌથી વધુ ભરાયેલો આઈપીઓ બની ગયો છે. આ પહેલા પારસ ડિફેન્સ આઈપીઓ (Paras defence IPO) ભારતનો સૌથી વધારે ભરાયેલો આઈપીઓ હતો. પારસ ડિફેન્સનો 170.78 કરોડ રૂપિયાનો આઈપીઓ 304.26 ગણો ભરાયો હતો. લેટેન્ટ ન્યૂ એનાલિટિક્સનો આઈપીઓ 10 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 12 નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 190-197 રૂપિયા નક્કી કરી હતી. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આ આઈપીઓને ભરવાની સલાહ આપી હતી.

    રિટેલ હિસ્સો 119.44 ગણો ભરાયો

    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે. રિટેલ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 119.44 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 3.87 ગણો ભરાયો છે. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIB) માટે અનામત રહિસ્સો 145.8 ગણો ભરાયો છે. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો સૌથી વધારે 850.66 ગણો ભરાયો હતો. Latent View Analyticsનો આઈપીઓ કુલ 326.49 ગણો ભરાયો હતો.

    કંપનીનો બિઝનેસ

    કંપનીની મોટાભાગની કમાણી અમેરિકાથી થાય છે. કંપનીની આવકમાં અમેરિકાનો હિસ્સો 92.88% છે. કંપનીની આવકમાં યુકેનો હિસ્સો 1.85 ટકા છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો કન્સોલિડેટ નફામાં 25.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે 91.46 કરોડ રૂપિયા રહ્યો હતો. આ દરમિયાન કંપનીની આવક 1.4 ટકા ઘટી હતી અને તે 305.88 કરોજ રૂપિયા રહી હતી.

    આ પણ વાંચો: 2021માં આ મલ્ટીબેગર સ્ટૉકે આપ્યું 2,000% વળતર, 33 રૂપિયાથી ઉછળીને 721 રૂપિયા પર પહોંચ્યો

    ભારતમાં સૌથી વધારે ભરાયેલા પાંચ આઈપીઓ

    કંપની-------------------સાઇઝ (કરોડ રૂ.)--કેટલા ગણો ભરાયો
    લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ---600-----------336.46
    પારસ ડિફેન્સ------------170.78-------304.26
    MTAR ટેક્નોલોજિસ----596.41------200.79
    તત્વ ચિંતન ફાર્મા---------500----------180.36
    નઝારા ટેક્નોલોજિસ------582.91------175.46

    600 કરોડ રૂપિયાનો આઈપીઓ

    કંપની આઈપીઓ મારફતે માર્કેટમાંથી 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ આઈપીઓમાં 474 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે, જ્યારે 126 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હેઠળ વેચવામાં આવશે. જેમાં વર્તમાન શેરધારકો પોતાનો હિસ્સો વેચશે.
    Published by:Vinod Zankhaliya
    First published: