Home /News /business /

EMIની મોડી ચુકવણી પડી શકે છે ભારે! જો એક પણ હપ્તો ચુક્યા તો થશે મોટું નુક્સાન

EMIની મોડી ચુકવણી પડી શકે છે ભારે! જો એક પણ હપ્તો ચુક્યા તો થશે મોટું નુક્સાન

એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે.

એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે.

વધુ જુઓ ...
    ડિજિટલ બેન્કિંગ (Digital banking)થી લોન મેળવવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. આમ તો તેનાથી વ્યક્તિ સરળતાથી નાણા (Money) મેળવી શકે છે, પણ સાથે સાથે લોન (Loan)ની ચૂકવણી કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ. માસિક હપ્તા (EMI)ની ચૂકવણી મોડી કરવામાં આવે તો નાણાકીય વ્યવસ્થા પર અસર પડી શકે છે. ત્યારે EMIની ચૂકવણી મોડી કરવાથી શું અસર થાય છે, તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

    પેનલ્ટી ચાર્જ

    એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે. EMI સમયસર ચૂકવવામાં ના આવે તો સામાન્ય વ્યાજથી લઈને વધુમાં વધુ વ્યાજ ચૂકવવાનો દંડ લાગુ કરી શકે છે.

    તમારા એકાઉન્ટનું NPA થાય

    બેન્ક ડિફોલ્ટને બે કેટેગરીમાં વિભાજિત કરે છે. માઈનર ડિફોલ્ટ અને મેજર ડિફોલ્ટ. 90 દિવસ સુધી EMI ની ચૂકવણી ના કરવામાં આવે તો તે માઈનોર ડિફોલ્ટ ગણવામાં આવે છે. સતત ત્રણ EMI ચૂકવવામાં ના આવે તો તેને મેજર ડિફોલ્ટ ગણવામાં આવે છે. માઈનર ડિફોલ્ટ થઈ જાય તો બેન્ક દંડ ફટકારે છે અને રિમાઈન્ડર નોટિસ મોકલે છે તથા મોડી ચૂકવણી બાબતે ક્રેડિટ બ્યૂરોને રિપોર્ટ પણ મોકલે છે.

    90 દિવસ સુધી લોન ચૂકવવામાં ના આવે તો બેન્ક તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરે છે અને લોનની વસૂલીની પ્રક્રિયા શરૂ કરે છે. તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બેન્ક તરફથી નોટિસ મોકલવામાં આવે છે. નોટિસમાં જણાવેલ સમય મર્યાદાની અંદર હપ્તો જમા કરાવવામાં આવે તો તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બચાવી શકો છો. કેટલીક બેન્કમાં થર્ડી પાર્ટી એજન્ટ હોય છે, જે લોન લેનારને લોન ચૂકવવા માટે પરેશાન કરી શકે છે.

    ક્રેડિટ સ્કોર પર અસર થાય છે

    EMI ચૂકવવામાં ના આવે તો લોનનો પ્રકાર તથા અન્ય પરિબળોના આધાર પર ક્રેડિટ સ્કોર 50 પોઈન્ટ સુધી ઘટી શકે છે. બેન્કબજારના CEO આદિલ શેટ્ટી જણાવે છે કે, ‘EMIની ચૂકવણી શરૂ કરવાથી અને સુધારાત્મક ઉપાય લાગુ કરવાથી ધીરે ધીરે ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે. તેમ છતાં તમારા રિપોર્ટમાં EMIની મોડી ચૂકવણી કરવામાં આવી છે, તે દર્શાવવામાં આવે છે. તમારી લોન NPA જાહેર કરવામાં આવી તો તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થઈ શકે છે. આ કારણોસર જો તમે ભવિષ્યમાં બીજી લોન મેળવવા ઈચ્છો છો તો તે લોન લેવાના ચાન્સમાં ઘટાડો થઈ જાય છે.’

    બાકી રહેલ લોનનું સેટલમેન્ટ

    લોન NPA જાહેર કરવામાં આવે તો બેન્ક તમને વ્યાજ અને દંડ સહિત સમગ્ર રકમ ચૂકવવા અથવા વ્યાજ અને દંડ વગર લોન ચૂકવવાનો વિકલ્પ આપી શકે છે. લોનની ચૂકવણી કરવી આર્થિક રૂપે સરળ લાગી શકે છે પરંતુ, તેનાથી તમારી શાખ પર એક ખોટી છાપ ઊભી થઈ જાય છે. જો એક વાર તમારા ક્રેડિટ રિપોર્ટમાં ‘લોન સેટલમેન્ટ’નો ઉલ્લેખ થઈ જાય તો ત્યારબાદ તમને કોઈપણ બેન્ક બીજી લોન આપવા માટે સહમત નહીં થાય. આ કારણોસર જો લોનને NPA માં વર્ગીકૃત કરવામાં આવી છે અથવા NPA જાહેર થવાની તૈયારી છે તો લોનને સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો.

    આ પણ વાંચો - કોરોના બાદ મકાનના ભાડામાં થયો તોતિંગ વધારો, જાણો શું છે કારણ

    EMI ની મોડી ચૂકવણી કરવાથી કેવી રીતે બચી શકાય?

    EMIની મોડી ચૂકવણી કરીને પરેશાન થવા કરતા લોન ચૂકવણી માટેની યોજના બનાવવી વધુ યોગ્ય છે. લોન NPA જાહેર થાય તેના કરતાં જે રોકાણમાં ઓછુ રિટર્ન પ્રાપ્ત થાય છે, તે રોકાણ વિશે જાણકારી મેળવી લો. આ પ્રકારની નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માટે મજબૂત ઈમરજન્સી ફંડ હોવું જરૂરી છે. જે તમને આ સમયે મદદરૂપ થઈ શકે છે.

    ક્યારેક ક્યારેક બેન્ક તમને EMI ચૂકવવાની સમય મર્યાદામાં વધારો કરીને છૂટ આપી શકે છે. એક જ સમયે એકથી વધુ લોન લેવાથી બચવું જોઈએ.

    એક દેવું ચૂકવવા માટે બીજું દેવું ના લેવું જોઈએ. જેનાથી તમે દેવાદાર બની શકો છો અને તેમાંથી બહાર આવવું સરળ નથી. જો તમને EMI ચૂકવણીમાં પરેશાની થઈ રહી છે તો તમે લોનને NPA તરીકે જાહેર થતી બચાવવા માટે ઓછામાં ઓછા વ્યાજની ચૂકવણી કરી શકો છો.

    આ પણ વાંચો -મોંઘવારીથી ત્રસ્ત જનતા પર સરકારનો વધુ એક માર, હવે ફક્ત આ લોકોને જ આપવામાં આવશે સબસિડી

    લોન ડિફોલ્ટ્સ
    EMIની સમયસર ચૂકવણી ના કરવામાં આવે તો બેન્ક બાકી રહેલ હપ્તા પર 1 થી 2 ટકાનો દંડ ફટકારી શકે છે.

    લોનના પ્રકાર તથા અન્ય પરિબળોના આધાર પર એક પણ EMI ની ચૂકવણી કરવામાં ના આવે તો ક્રેડિટ સ્કોરમાં 50 પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.

    જો તમે EMI ની ચૂકવણી ના કરી શકો તો લોનને NPA તરીકે જાહેર થતી રોકવા માટે વ્યાજની ચૂકવણી કરો.

    બાકી રહેલ લોનની ચૂકવણી કરવા માટે અમુક રોકાણોમાંથી નાણા ઉપાડી લોન ભરી દો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Bank loan, Emi

    આગામી સમાચાર