Home /News /business /પાછલા 4 વર્ષોમાં 380 ટકા વધી ડિઝલ પર ઈમ્પોર્ટ ડ્યુટી

પાછલા 4 વર્ષોમાં 380 ટકા વધી ડિઝલ પર ઈમ્પોર્ટ ડ્યુટી

    પેટ્રોલ અને ડિઝલની મોંઘવારીથી લોકો હેરાન છે. સામાન્ય સમજ તેવી છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધી રહેલા ભાવના કારણે ઘરેલૂ માર્કેટમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આની સાથે-સાથે વધુ એક વાત છે જે લોકો સામે આવી રહી નથી.

    ક્રૂડ ઈમ્પોર્ટ અને રિફાઈનર બાદ પેટ્રોલ અને ડિઝલ બનીને જ્યારે બજારમાં આવે છે, ત્યારે તેની પર ઘણી જાતના ટેક્સ લાગે છે. 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદથી અત્યાર સુધી ઈમ્પોર્ટ ડ્યુટીમાં અધધધ વધારો કરવામાં આવી ચૂક્યો છે. 2014માં એક લીટર ડિઝલ પર 3.56 રૂપિયા ઈમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી, જે વધીને હાલમાં 17.33 રૂપિયા થઈ ગયા છે. આના કારણે પાછલા ચાર વર્ષમાં ઈમ્પોર્ટ ડ્યુટી 380 ટકા સુધી વધી ગઈ છે.

    2014થી અત્યાર સધીમાં પેટ્રોલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં 120 ટકાનો વધારો થયો છે. એનડીએની સરકાર આવ્યા પહેલા પેટ્રોલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 9.48 પૈસા પ્રતિ લીટર હતી, જે હાલમાં વધીને 21.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આમ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થાય છે, ત્યારે સરકાર ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દે છે, તેથી ઘટેલા ભાવનો ફાયદો લોકો સુધી પહોંચી શકતો નથી. આ કારણે જ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ સસ્તો થાય તો પણ આપણે વધારે કિંમત ચૂકવવી પડે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Diesel, Import duty, Petrol

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन