Home /News /business /

PAN Card: પાન કાર્ડ ધારકોને આ ભૂલ પડી શકે છે ભારે, ચૂકવવો પડશે 10 હજાર સુધીનો દંડ

PAN Card: પાન કાર્ડ ધારકોને આ ભૂલ પડી શકે છે ભારે, ચૂકવવો પડશે 10 હજાર સુધીનો દંડ

આધાર-પાન લિંક માટે અંતિમ તારીખ 31 માર્ચ, 2022.

Fine for not linking PAN Card to Aadhaar: પાન કાર્ડ ડીએક્ટિવેટ થવા પર નાણાકીય લેવડ-દેવડ સહિત અન્ય પ્રકારના નાણાકીય વ્યવહારો પણ અટકી જશે અને ઇન્ડકમ ટેક્સની કલમ 272બી અનુસાર તમને 10 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

    નવી દિલ્હી: નાણાકીય લેવડદેવડ માટે મોટાભાગના લોકો પાસે પાન કાર્ડ (PAN Card) હોય છે, કારણ કે બેંકના કામોમા તેની જરૂર પહેલા પડે છે. પરંતુ હવે સરકાર નિયમોમાં અમુક ફેરફારો કરી રહી હોવાથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક (Link PAN Card and Aadhaar Card) કરવું જરૂરી છે. જો કોઇ વ્યક્તિ આમ નહીં કરે તો તેને મોટો દંડ ભરવાનો (Fine for Not linking PAN Card) વારો આવી શકે છે.

    આપને જણાવી દઇએ કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે. જો કોઇ આ તારીખ સુધી પાન કાર્ડ લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એવામાં દરેક પ્રકારની નાણાકીય લેવડ-દેવડ અટકી શકે છે.

    ડીએક્ટિવેટ પાન કાર્ડ પર લાગશે દંડ

    પાન કાર્ડ ડીએક્ટિવેટ થવા પર નાણાકીય લેવડ-દેવડ સહિત અન્ય પ્રકારના નાણાકીય વ્યવહારો પણ અટકી જશે અને ઇન્ડકમ ટેક્સની કલમ 272બી અનુસાર તમને 10 રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

    એકથી વધુ પાનકાર્ડ હશે તો થશે દંડ

    જો તમારી પાસે એક કરતા વધુ  પાન કાર્ડ છે તો પણ તમારા પર ઇનકમ ટેક્સની કલક 272-બી લાગૂ થશે. જે અંતર્ગત તમને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ સિવાય તમારા બેંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવી શકે છે. એકથી વધુ પા નકાર્ડ રાખવા ગુનો માનવામાં આવે છે.

    આધાર સાથે આ રીત લિંક કરો પાન કાર્ડ

    ઇનકમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ પર તમને Request For PAN Card/Changes/Correction in PAN Data ઓપ્શન દેખાશે. તમારે અહીં ક્લિક કરીને એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તેમાં આપવામાં આવેલી જાણકારી ભરીને NSDL ઓફિસે જમા કરાવી દો. ત્યાર બાદ તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો: એક SMSથી જ પાન-આધાર કાર્ડ થશે લિંક, જાણો શું છે સમગ્ર પ્રોસેસ

    કઇ રીતે ચેક કરવું આધાર-પાનકાર્ડ લિંક છે?

    - ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ.

    - હોમ પેજ પર Our Servicesની નીચે Link Aadhaarનો ઓપ્શન આપ્યો હશે, તેના પર ક્લિક કરો.

    - હવે Link Aadhaar Know About Your Aaadhaar PAN Linking Status ઓપ્શન પર ક્લિક કરો.

    - નવું પેજ ખુલશે. તેમાં તમારા પાન અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.

    - આપેલી તમામ વિગતો દાખલ કર્યા બાદ View Link Aadhaar Status પર ક્લિક કરો.

    - આધાર-પાન લિંક છે કે તે તમને દેખાડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, PAN, Pan card, આયકર વિભાગ

    આગામી સમાચાર