Home /News /business /PAN-Aadhaar Link: જો 10,000 રૂપિયાના દંડમાંથી બચવું હોય તો ઝડપથી પતાવો આ કામ

PAN-Aadhaar Link: જો 10,000 રૂપિયાના દંડમાંથી બચવું હોય તો ઝડપથી પતાવો આ કામ

1 જુલાઈ પહેલા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવું જરૂરી છે.

PAN-Aadhaar Link last date: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ અનેક વખત વધારી ચૂકી છે. હવે છેલ્લા તારીખ વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે.

નવી દિલ્હી: શું તમે હજુ સુધી તમારું પાન કાર્ડ (PAN Card) આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક નથી કર્યું તો આ માટે 31 માર્ચ, 2022 અંતિમ તારીખ છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી મર્યાદામાં જો આ કામ ન કરવામાં આવે તો તમને દંડ પણ થી શકે છે. આવું ન કરવા પર તમારી બેન્કિંગ સેવાઓ પણ ઠપ્પ થઈ શકે છે. આ ઉપરાંત તમે અનેક કામ નહીં કરી શકો.
નહીં કરી શકો. જેમ કે, તમારું PAN-આધાર નિર્ધારિત તારીખ સુધીમાં લિંક કરવામાં આવ્યું નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલવા વગેરે જેવા કામ કરી શકશો નહીં. આ કામ માટે PAN કાર્ડ માન્ય હોવું જરૂરી છે. એકંદરે, જો આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક ન કરવાને કારણે PAN કાર્ડ લૉક થઈ ગયું હોય, તો તમે એવી કોઈ પણ સુવિધાનો લાભ લઈ શકશો નહીં જ્યાં પાન કાર્ડ ફરજિયાત છે.

થશે રૂ.10 હજાર સુધીનો દંડ


વિવિધ બેંકિંગ વ્યવહારો માટે પાનકાર્ડની ખાસ જરૂર પડે છે. ઇન્કમ ટેક્સ એક્ટ, 272B અંતર્ગત રૂ.10 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે. ધારો કે, કોઇ વ્યક્તિનું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય છે. આવા કેસમાં તે કોઈ હોટલને 50,000 રૂપિયાથી વધુની રકમ માટે રોકડમાં ચૂકવણી કરે છે અને 50,000 રૂપિયાથી વધુ રકમ માટે વિદેશી ચલણની ખરીદી માટે રોકડમાં ચૂકવણી પણ કરે છે તો આ સ્થિતિમાં આવકવેરા વિભાગ 20,000 રૂપિયાનો દંડ લાદી શકે છે, એટલે કે, દરેક ડિફોલ્ટ માટે રૂ.10,000 દંડ લાગશે.

બજેટ 2021માં કેન્દ્ર સરકારે આવકવેરા અધિનિયમમાં એક નવી કલમ 234H ઉમેરી છે, જેમાં જણાવ્યા અનુસાર જો કોઇ વ્યક્તિ સમયમર્યાદા સમાપ્ત થયા પછી પણ પાન અને આધારને લિંક ન કરે તો તેમને દંડ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં જે તે વ્યક્તિએ રૂ.10,000 સુધીનો દંડ ચૂકવવાનો રહેશે.

SMSથી આધાર-પાન કાર્ડ લિંક કરવા


સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો. દા.ત. UIDPAN 123456789012 AXXXX1000Y

ઓનલાઈન કરી રીતે લિંક કરવા?


ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ (Captcha Code) દાખલ કરવો પડશે. આ પછી લિંક આધાર (Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડોએ આ 10 સ્મૉલ કેપ સ્ટૉકમાં વધાર્યું રોકાણ

પાન-આધારને લિંક કરવામાં આવી રહી છે મુશ્કેલી?


અમુક કિસ્સામાં આધાર અને પાન કાર્ડને લિંક કરવામાં મુશ્કેલી આવતી હોય છે. આવું થવા પાછળ અનેક કારણ જવાબદાર છે. જજો પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે નામ, જન્મ તારીખ/વર્ષ, OTP મેળવવા માટે મોબાઇલ નંબર વગેરે ડિટેલ પાનકાર્ડ અને આધારને મેચ નથી કરતાં તો યૂઝર્સને બંનેને લિંક કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: પેટીએમના સ્થાપકને મોટો ઝટકો, અબજોપતિની યાદીમાંથી બહાર

જો આધાર કાર્ડની ડિટેલ્સ મેચ નથી થઇ રહી, તો ટેક્સપેયર્સ સંબંધિત અથોરિટી પાસે જઇને તેને બરાબર કરી શકે છે. જ્યાં જો પેન કાર્ડના કેસમાં કોઈ મિસ મેચ હોય છે તો તરત જ એક્શન લેવામાં આવે છે અને ટેક્સપેયર્સને આનું સમાધાન આપવામાં આવે છે. આધાર કાર્ડનાં યૂઝર્સ અથવા આધાર એનરોલમેન્ટ (Aadhaar Seva Kendra) પર જઇને અથવા વેબસાઇટ દ્વારા અપડેટ કરી શકો છો.
First published:

Tags: Aadhaar, ITR, PAN