31 ડિસેમ્બર પહેલાં પાન કાર્ડ અને આધારને કરી દેજો લિંક, નહિતર થશે મુશ્કેલી

News18 Gujarati
Updated: December 12, 2019, 4:05 PM IST
31 ડિસેમ્બર પહેલાં પાન કાર્ડ અને આધારને કરી દેજો લિંક, નહિતર થશે મુશ્કેલી
31 ડિસેમ્બર સુધીમાં આપે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યો તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

31 ડિસેમ્બર સુધીમાં આપે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યો તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: નવું વર્ષ 2020 શરૂ થવાને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે એવામાં 31 ડિસેમ્બર પહેલાં આપે કેટલાંક જરૂરી કામ પતાવવા જ રહ્યાં. તેમાંથી એક કામ છે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું.

31 ડિસેમ્બર 2019 સુધી તેમને લિંક કરવાની સમયસીમા નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ છે કે 31 ડિસેમ્બર સુધીમાં આપે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યો તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો-કંપનીએ બોનસમાં એટલી રકમ આપી કે કર્મચારીઓની આંખો ચાર થઈ ગઈ!

પાન-આધાર લિંક ન કરવા પર થશે આ મોટા નુકસાન
-પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવા પર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ- 139AA હેઠળ આપનું પાન કાર્ડ નકામુ થઇ જશે.
-પાન કાર્ડ લિંકન હોવાની સ્થિતિમાં ઓનલાઇન ITR ફાઇલ કરવામાં પણ મુશ્કેલી આવશે.-આપનું ટેક્સ રિફંડ અટકી જશે. આ ઉપરાંત જ્યારે આપ કોઇ ફાઇનાંશિયલ ટ્રાન્જક્શન કરશો તો તે સમયે PAN નો ઉપયોગ નહીં કરી શકો.

આ પણ વાંચો- ફ્લાઇટમાં સફર કરનારા માટે મોટા સમાચાર, સરકારે બદલ્યો આ નિયમ

-આપની જાણકારી માટે જણાવી દઇએ કે, ગત વર્ષે સરકારે 11.44 લાખ પાન કાર્ડ રદ્દ કરી દીધા હતાં. કે પછી તેમને નિષ્ક્રિય કેટેગરીમાં મુકી દીધા હતાં.
-આપને જણાવી દઇએ કે, પહેલાં આ સમયસીમા 30 સેપ્ટેમબર 2019 હતી. જેને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ વધારીને 31 ડિસેમ્બર કરી દીધી હતી.
First published: December 12, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading