SBI ખાતાધારકો માટે છેલ્લી તક, નહીં તો ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકો

News18 Gujarati
Updated: February 28, 2020, 2:23 PM IST
SBI ખાતાધારકો માટે છેલ્લી તક, નહીં તો ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકો
ફાઇલ તસવીર

SBI ખાતાધારકો માટે કેવાયસી (Know Your Customer) કરવાની અંતિમ તારીખ 28મી ફેબ્રુઆરી, 2020 છે.

  • Share this:
નવી દિલ્હી : જો તમારું બેંક ખાતું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હકીકતમાં SBI ખાતાધારકોએ કેવાયસી (Know Your Customer) કરવાનો આજે એટલે કે 28મી ફેબ્રુઆરી, 2020 અંતિમ દિવસ છે. જો આજે તમે કેવાયસી પૂર્ણ નહીં કરો તો તમારા ખાતામાં પૈસા જમા હશે તો પણ તમે ઉપાડી નહીં શકો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંક એકાઉન્ટ માટે કેવાયસી ફરજિયાત કર્યું છે.

તમારું ખાતું બંધ થઈ શકે

જો તમે હજુ સુધી કેવાયસી માટે કોઈ પ્રોસેસ નથી કરી તો ફટાફટ કરી લો. તમારી પાસે અંતિમ મોકો છે. આવું નહીં કરવા પર બેંક તમારું ખાતું બંધ પણ કરી શકે છે. SBI તરફથી ગ્રાહકોને SMS મોકલીને અલર્ટ કરીને કેવાયસી માટે સંપર્ક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કેવાયસી પૂર્ણ નહીં કરવાની સ્થિતિમાં ભવિષ્યમાં લેવડ-દેવડ પર પ્રતિબંધ લાગી શકે છે.

શું હોય છે KYC?

કેવાયસી (Know Your Customer)ને સરળ ભાષામાં કહીએ તો ગ્રાહકો અંગે સંપૂર્ણ જાણકારી. કેવાયસી કરવું તમામ ખાતાધરકો માટે જરૂરી છે. કેવાયસીથી બેંક અને ગ્રાહક વચ્ચે સંબંધ વધારે મજબૂત થાય છે. કેવાયસી વગર રોકાણ શક્ય નથી, તેના વગર બેંક ખાતું ખોલવું પણ સરળ નથી.

કેવાયસી માટે જરૂરી દસ્તાવેજ 

એસબીઆઈની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કેવાયસી માટે ગ્રાહકોએ ઓળખપત્ર આપવું પડશે. જેમાં પાસપોર્ટ, મતદારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ, પેન્શન ચુકવણીનો આદેશ, પોસ્ટ ઓફિસો તરફથી જાહેર ઓળખ પત્રનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સરનામાં માટે એક દસ્તાવેજ આપવો પડશે. જેમાં ટેલિફોન બિલ (ત્રણ મહિનાથી વધારે જૂનું ન હોય), બેંક સ્ટેટમેન્ટ (ત્રણ મહિનાથી વધારે જૂનું ન હોય), માન્યતા પ્રાપ્ત સરકારી અધિકારી દ્વારા જાહેર પત્ર, વીજળીનું બિલ (છ મહિનાથી વધારે જૂનું ન હોય), રેશન કાર્ડ, વિશ્વસનીય નોકરીદાતા તરફથી આપવામાં આવતું ઓળખપત્ર, ઇન્કમટેક્સ મુલ્યાંકન આદેશ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (ત્રણ મહિનાથી વધારે જૂનું ન હોય), નોંધાયેલો ભાડા કરાર, સેલ ડીડ, લીઝ એગ્રિમેન્ટ, યુનિવર્સિટી કે સંસ્થાની હોસ્ટેલના વોર્ડન તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવેલું ઓળખપત્ર (જેમાં રજિસ્ટ્રાર, પ્રિન્સિપાલ કે ડીનની સહી હોય) વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીના કેસમાં જો તે નજીકના સંબંધીના ઘરે રહેતો હોય તો આ અંગેની જાહેરાત સાથે તેનું ઓળખપત્ર અને પ્રમાણપત્ર આપવું પડશે.
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर