Home /News /business /ઇન્ડિયન ઓઈલે અહીં એક ઝાટકે પેટ્રોલમાં 50 રૂપિયા અને ડીઝલમાં 75 રૂપિયાનો કર્યો વધારો!

ઇન્ડિયન ઓઈલે અહીં એક ઝાટકે પેટ્રોલમાં 50 રૂપિયા અને ડીઝલમાં 75 રૂપિયાનો કર્યો વધારો!

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની કિંમત

Petrol-Diesel price: ક્રૂડ ઓઇલની આકાશને સ્પર્શતી કિંમતોને પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો તોળાઈ રહ્યો છે. પાંચેય રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે ગમે ત્યારે કિંમત વધી શકે છે.

    મુંબઇ. Petrol-Diesel price: રશિયા-યુક્રેન સંકટ (Russia Ukraine war) વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત (Crude oil price) પોતાના અનેક વર્ષોના રેકોર્ડ હાઇ પર પહોંચી છે. જેના પગલે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. આ દરમિયાન ઇન્ડિયન ઓઇલના (Indian oil) શ્રીલંકા સ્થિત યૂનિટ લંકા ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશને (Lanka IOC) ત્યાં એક જ ઝાટકે પેટ્રોલની કિંમત 50 રૂપિયા અને ડીઝલની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે.

    કેમ ભાવમાં વધારો કરવો પડ્યો?

    લંકા LOC એ ગુરુવારે અડધી રાત્રે ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ શ્રીલંકન રૂપિયાના અવમૂલ્યનને પગલે આ નિર્ણય કર્યો છે. શ્રીલંકા છેલ્લા થોડા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. જેના પગલે શ્રીલંકન સેન્ટ્રલ બેંકે મંગળવારે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનની મંજૂરી આપી દીધી હતી. આ ઉપરાંત છેલ્લા બે દિવસમાં શ્રીલંકન રૂપિયાની કિંમત 30 ટકા ઘટી ચૂકી છે.

    ગુરુવારે રાત્રે કિંમત વધ્યા બાદ શ્રીલંકામાં હવે એક લીટર પેટ્રોલની કિંમત 254 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરતા નવી કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    આ પણ વાંચો: ડરવાની જરૂરી નથી! પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે સામાન્ય વધારો

    લંકા ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશનનો ખુલાસો

    લંકા IOC તરફથી કહેવામાં આવ્યું છે કે વધારેલી કિંમત વૈશ્વિક માર્કેટ પ્રમાણે છે. શ્રીલંકન રૂપિયાને અવમૂલ્યનને પગલે કિંમતમાં વધારો જરૂરી હતો. કંપનીની એમડી મનોજ ગુપ્તાએ કહ્યુ કે, "શ્રીલંકન રૂપિયામાં છેલ્લા સાત દિવસમાં 57 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર આની સીધી અસર પડી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં ઉછાળો આવતા દબાણ વધી ગયું છે."

    1 ડૉલર બરાબર 254 શ્રીલંકન રૂપિયા

    શ્રીલંકાના રૂપિયો હવે 1 ડૉલરની સરખામણીએ 254.4 રૂપિયા પર પહોંચી ગયો છે. મંગળવાર સુધી કિંમત 1 અમેરિકન ડૉલર સામે 200 શ્રીલંકન રૂપિયા હતી. જોકે, તે બાદમાં શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે રૂપિયાના અવમૂલ્યનને મંજૂરી આપી હતી. જે બાદમાં શ્રીલંકાના રૂપિયામાં હવે 54 રૂપિયાનો ઘટાડો થયો છે.

    આ પણ વાંચો: ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણીએ આ પાંચ શેરમાં કર્યું છે રોકાણ

    ભારતમાં હાલ કિંમત સ્થિર

    ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર છે. દિવાળી બાદ બંનેની કિંમત સ્થિર રાખવામાં આવી છે. જોકે, ક્રૂડ ઓઇલની કિંમત જે રીતે વધી રહી છે તેને જોતા બજાર નિષ્ણાતો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો ઉછાળો આવશે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ અમુક નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ટેક્સમાં ઘટાડો કરીને લોકોને ભાવ વધારામાંથી થોડી રાહત આપી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, Petrol, આઇઓસી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन