નવી દિલ્હી: આગામી દિવસોમાં જો તમે ઑફિસમાં 30 મિનિટથી વધારે કામ કરશો તો તમને ઓવરટાઇમ (Overtime) મળશે. મોદી સરકાર પહેલી ઓક્ટોબરથી લેબર કોડ (Labour Code Rules)ના નિયમો લાગૂ કરવા માંગે છે. જો દેશમાં લેબર કોડના નિયમ લાગૂ થઈ જાય છે તો ઑફિસમાં કામ કરવાની આખી રીત જ બદલાઈ શકે છે. આ નિયમ આવ્યા બાદ તમારા કામના કલાકો (Working hours) વધી શકે છે, પરંતુ તેની સાથે સાથે ઓવરટાઇમના નિયમો પણ બદલાઈ જશે. સમય કરતા 30 મિનિટથી વધારે કામ બદલ કંપનીએ ઓવરટાઇમના પૈસા ચૂકવવા પડશે. એટલું જ નહીં, લેબર કોડની જોગવાઈ પ્રમાણે કોઈ પણ કંપની તેના કર્મચારી પાસેથી સતત પાંચ કલાકથી વધારે કામ નહીં કરાવી શકે, તેને બ્રેક આપવો પડશે. તો જાણીએ પહેલી ઓક્ટોબરથી કેટલા બદલાવ થશે.
કામ વચ્ચે આપવો પડશે બ્રેક
Labour Code Rules લાગૂ થયા બાદ કોઈ કંપની તેમના કર્મચારીઓ પાસેથી સતત પાંચ કલાકથી વધારે કામ નહીં લઈ શકે. તેમણે બ્રેક આપવો પડશે. ડ્રાફ્ટ નિયમમાં કોઈ પણ કર્મચારી પાસે સતત પાંચ કલાક કામ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્મચારીને દર પાંચ કલાક બાદ અડધા કલાકનો વિશ્રામ આપવો પડશે.
OSH કોડના ડ્રાફ્ટ નિયમ પ્રમાણે 15થી 30 મિનિટના વધારાને કામને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઈ છે. હાલ 30 મિનિટટથી ઓછા સમયને ઓવરટાઇમ નથી ગણવામાં આવતો.
કામના કલાકો વધશે
નવા લેબર કોડમાં સતત 12 કલાક કામ કરવાની જોગવાઈ છે. હાલ મોટાભાગની ઑફિસમાં આઠથી નવ કલાકની શિફ્ટ હોય છે. નવા નિયમ પ્રમાણે અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ દરરોજ 8 કલાક કામ કરે છે તો તેણે અઠવાડિયામાં છ દિવસ કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ 9 દિવસ કામ કરે છે તો તેણે પાંચ દિવસ કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ 12 કલાક કામ કરે છે તો તેણે અઠવાડિયામાં ત્રણ રજા મળશે. એટલે કે જો કોઈ વ્યક્તિ સોમવારથી ગુરુવાર સુધી દરરોજ 12 કલાક કામ કરે છે તો તેને શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ રજા મળી શકે છે. જોકે, લેબર યૂનિયન 12 કલાકની નોકરીનો વિરોધ કરે છે.
નવા ડ્રાફ્ટ નિયમ પ્રમાણે મૂળ વેતન (Basic salary) કુલ પગારના 50 ટકા કે તેનાથી વધારે હોવું જોઈએ. જેનાથી મોટાભાગના કર્મચારીઓનું પગારનું માળખું બદલાઈ જશે. જેના પગલે બેઝિક પગાર પર PF અને ગ્રેચ્યુટી તરીકે કપાતી રકમ વધી જશે. કારણ કે બેઝિક પગારની અમુક ટકાવારી રકમ આ બંનેમાં જાય છે. આથી કર્મચારીને હાથ પર આવતો પગાર ઓછો થશે.
" isDesktop="true" id="1119764" >
પહેલી ઓક્ટોબરથી લાગૂ થશે નવા નિયમ
સરકાર લેબર કોડના નવા નિયમને પહેલી એપ્રિલ, 2021થી લાગૂ કરવા માંગતી હતી. જોકે, રાજ્યોની તૈયારી ન હોવાથી અને કંપનીઓએ પોતાની એચઆર પોલીસીમાં બદલાવ કરવા માટે સમય માંગતા આ નિર્ણય ટળી ગયો હતો. લેબર મંત્રાલય પ્રમાણે આ નિર્ણય પહેલી ઓક્ટોબર સુધી ટળી ગયો છે. હવે શ્રમ મંત્રાલય આ લેબર કોડને પહેલી ઓક્ટોબરથી નોટિફાઈ કરવા માંગે છે. 2019માં સંસદમાં ત્રણ લેબર કોડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા અને હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન એન્ડ સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ નિયમ સપ્ટેમ્બર 2020માં પાસ થઈ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર