સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, DAના વધારા સાથે 300 રજાઓની પણ મળી શકે છે Gift!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી (Central Government Employees) છો, તો તમારા માટે સારા સમાચાર છે. લેબર કોડના નિયમોમાં આ પણ લાભ મળી શકે છે.

 • Share this:
  નવી દિલ્હી : જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી (Central Government Employees) છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર (Modi Goverment કર્મચારીઓની ઉપાર્જિત રજા (Earned Leave) વધારવાનો નિર્ણય લઈ શકે છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે. આ પછી, કર્મચારીઓની ઉપાર્જીતની રજા ( (Earned Leave) 240થી વધારીને 300 કરી શકે છે.

  તાજેતરમાં, લેબર કોડના નિયમોમાં ફેરફારને લઈ શ્રમ મંત્રાલય, લેબર યૂનિયન અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ વચ્ચે કામના કલાકો, વાર્ષિક રજાઓ, પેન્શન, પી.એફ., ટેક હોમ પગાર, નિવૃત્તિ વગેરે અંગે ચર્ચા થઈ હતી, જેમાં કર્મચારીની Earned Leave 240થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો - Share Market : મેદાંતા હોસ્પિટલ લાવશે IPO, 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ

  1 ઓક્ટોબરથી રજાઓ વધી શકે છે

  સરકાર નવા લેબર કોડના નિયમોને 1 એપ્રિલ 2021થી લાગુ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીઓ ના હોવાના કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. સરકાર જુલાઈ 1થી લેબર કોડના નિયમોને સૂચિત કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોએ આ નિયમો લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેના કારણે તેને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં લેબર કોડના નિયમોને સૂચિત કરવા માંગે છે.

  આ પણ વાંચો - PM kisan: ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની જગ્યા રૂ. 36000 મળશે, લાભ લેવા આટલું કરવું પડશે

  ઓગસ્ટ 2019ના રોજ સંસદે ત્રણ લેબર કોડ,ઔદ્યોગિક સંબંધો, કામની સુરક્ષા, આરોગ્ય અને વર્કિંગ કન્ડીશન અને સામાજિક સુરક્ષાથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા. આ નિયમો સપ્ટેમ્બર 2020માં પાસ થઈ ગયા હતા. જો આ નિયમો અને લેબર યૂનિયનની માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવે તો 1 ઓક્ટોબરથી સરકારી કર્મચારીઓને 300 ઉપાર્જિત રજા મળી શકે છે.
  Published by:kiran mehta
  First published: