ચૂંટણી વર્ષમાં રોજગારના મુદ્દા પર ખરાબ અસર થઈ છે. દેશમાં બેરોજગારીનો આંકડો સળંગ વધી રહ્યો છે. લેબર બ્યૂરો દ્વારા હાલમાં જ કરવામાં આવેલા સર્વે અનુસાર, બેરોજગારીએ ગત 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
લેબર બ્યૂરોના રોજગાર મુદ્દે કરવામાં આવેલા તાજા સર્વેમાં ખુલાસો થયો છે કે, બેરોજગારીએ ગત 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નોકરીઓ પર નોટબંધીની ખરાબ અસર દેખાઈ રહી છે. ઓટોમોબાઈલ અને ટેલિકોમ સેક્ટર, એયરલાયન્સ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં કેટલાએ લોકોએ નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે. જગુઆર લેન્ડ રોવરમાં 4500 લોકોને નોકરીમાંથી કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે. એતિહાદ એયરલાયન્સમાં 50 પાયલટને નોકરીમાંથી કાઢવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં લેબર બ્યૂરોએ સર્વે સાર્વજનિક નથી કર્યો. લેબર બ્યૂરોના સર્વે અનુસાર, વર્ષ 2013-14માં બેરોજગારી દર 3.4 ટકા પર રહ્યો હતો, જે વર્ષ 2016-17માં 3.9 ટકા પર પહોંચી ગયો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર