લાભ પાંચમના દિવસે જાણો આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ

લાભ પાંચમના દિવસે જાણો આપના શહેરમાં કેટલો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ
Petrol-Diesel Price: લાભ પાંચમે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો આપના શહેરના Rates

Petrol-Diesel Price: લાભ પાંચમે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો આપના શહેરના Rates

 • Share this:
  નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં કોવિડ-19ના કારણે હજુ સુધી ચીજો સામાન્ય નથી થઈ શકી. તેનો પ્રભાવ કાચા તેલના બજાર ઉપર પણ પડી રહી છે. જોકે, કાચા તેલના બજારમાં કાલે કિંમતોમાં થોડું તેજીનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક બજારમાં જોઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં હાલ કોઈ ઘટાડો નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil companies)એ આજે સતત 48મા દિવસે પણ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગુરુવારે પણ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 81.06 રૂપિયા અને ડીઝલ 70.46 રૂપિયા પર ટકેલો છે.

  લાભ પાંચમના દિવસે જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 19 November 2020- Labh Pancham)  દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
  મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
  કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
  ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

  આ પણ વાંચો, મોંઘું થઈ શકે છે ફોન બિલ! 20% ટેરિફ પ્રાઇઝ વધારવાની તૈયારીમાં Vodafone Idea અને Airtel

  આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

  પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

  આ પણ વાંચો, 1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય, જાણે કેવી રીતે મળશે ફાસ્ટેગ

  આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

  વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 19, 2020, 08:21 am

  ટૉપ ન્યૂઝ