TPG બાદ Jio પ્લેટફર્મમાં L Catterton 0.39 ટકા સ્ટેક માટે કરશે રૂ.1894.50 કરોડનું રોકાણ

News18 Gujarati
Updated: June 14, 2020, 12:08 AM IST
TPG બાદ Jio પ્લેટફર્મમાં L Catterton 0.39 ટકા સ્ટેક માટે કરશે રૂ.1894.50 કરોડનું રોકાણ
પ્રતિકાત્મક તસવીર

L Cattertonની રોકાણની જાહેરાત બાદ આ સાથે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિઝિટલ યુનિટ જિયો પ્લેટફોર્મ્સને (Jio Platforms)ને સાત સપ્તાહની અંદર 10મો રોકાણકાર મળ્યો છે.

  • Share this:
મુંબઈઃ દુનિયાની સૌથી મોટી કન્ઝ્યુમર-ફોકસ્ડ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ L Cattertonએ જિયો પ્લેટફોર્મમાં 0.39ટકા સ્ટેક માટે રૂ.1894.50 કરોડ રૂપિયાનું રોકાણની જાહેરાત કરી છે. આ સાથે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિઝિટલ યુનિટ જિયો પ્લેટફોર્મ્સને (Jio Platforms)ને સાત સપ્તાહની અંદર 10મો રોકાણકાર મળ્યો છે. L Cattertonની સાથે આ ડીલની જાહેરાત બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સનો 22.38 ટકા સ્ટેક વેચીને 1 લાખ કરોડ રૂપિયાથી વધારે પૂંજી ભેગી કરી છે.

ભારતમાં 200થી વધારે ઈન્વેસ્ટમેન્ટ
આ સ્ટેક સેલથી જિયો પ્લેટફોર્મ્સ પાસે અત્યાર સુધી 1,04,326.65 કરોડ રૂપિયા આવ્યા છે. L Cattertonને ભારતના પ્રમુખ કંન્ઝ્યુમર બ્રોન્ડ્સમાં 200થી વધારે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. L Cattertonએ જિયોની ઈક્વિટી વેલ્યૂએશન 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂએશન 5.15 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આશરે બે કલાગ પહેલા જ ટીપીજીે પણ જિયોમાં 0.93 ટકા સ્ટેકના બદલે રૂ. 4,546.80 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ-TPG જિયોમાં 0.93 ટકા સ્ટેક માટે 4547 કરોડ રૂપિયા રોકાણ કરશે, 7 સપ્તાહમાં નવમી ડિલની જાહેરાત

આ કંપનીઓએ પણ જિયોમાં રોકાણ કરાવની કરી છે જાહેરાત
જિયોમાં આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 22 એપ્રિલે સોશિયલ મીડિયા કંપનીએ ફેસબુકે 9.99 ટકા ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અત્યાર સુધી જનરલ એટલાન્ટિક, સિલ્વર લેક પાર્ટનર્સ (બે વખત), વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, કેકેઆર, મુબાડાલા ઈન્વેસ્ટેમેન્ટ કંપની અને એડીઆઈએ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે.વર્તમાનમાં જિયોના કુલ સબ્સક્રાઈબર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. આ કંપની સારી ક્વોલિટી અને વ્યાજબી દરમાં ડિજિટલ સવે પુરી પાડે છે. જિયોએ પોતાના ડિજિટલ ઈકોસિસ્ટમમાં અનેક મહત્વપૂર્ણ ઈન્વેસ્ટેન્ટ કર્યા છે. જેમાં બ્રોન્ડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ડિવાઈસ, ક્લાઉડ એન્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગ્ેન્ટેડ એન્ડ મિક્સ્ડ રિએલ્ટી અને બ્લોકચેનનો સમાવેશ થાય છે.
First published: June 13, 2020, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading