કુમાર મંગલમ બિરલાએ VIના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન પદ છોડ્યું, હિમાંશું કપાનિયા લેશે સ્થાન

કુમાર મંગલમ બિરલા

Vodafone Idea- કંપનીએ બુધવારે આ જાણકારી આપી

 • Share this:
  નવી દિલ્હી : આદિત્ય બિરલા ગ્રુપના (Aditya Birla Group)ચેરમેન કુમાર મંગલમ બિરલાએ (Kumar Mangalam Birla)ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના (Vodafone Idea)નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને નોન એક્ઝિક્યૂટિવ ચેરમેનનું પદ છોડી દીધું છે. કંપનીએ બુધવારે આ જાણકારી આપી હતી.

  વોડાફોન આઇડિયા લિમિટેડે (Vodafone Idea Limited)કહ્યું કે આદિત્ય બિરલા સમૂહ તરફથી નામિત હિમાંશુ કપાનિયાને નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે વીઆઈએલને પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

  આ પણ વાંચો - YouTube દર મહિને 7 લાખ રૂપિયાથી વધારે કમાણી કરવાની આપી રહ્યું છે તક, ચેક કરો ડિટેલ્સ

  કંપનીએ શેર બજારોને આપેલી સૂચનામાં કહ્યું કે વોડાફોન આઈડિયાના નિર્દેશક મંડળે આજે પોતાની બેઠકમાં કુમાર મંગલમ બિરલાના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન પદ છોડવાના અનુરોધને ચાર ઓગસ્ટ 2021ના રોજ સ્વીકાર કરી લીધો છે.

  હિમાંશુ કપાનિયા પાસે ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ

  નિર્દેશક મંડળે સર્વસંમતિથી હિમાંશુ કપાનિયાને કંપનીના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન તરીકે પસંદ કર્યા છે જે વર્તમાનમાં એક નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. કપાનિયા પાસે ટેલિકોમ સેક્ટરમાં કામ કરવાનો 25 વર્ષનો અનુભવ છે. તેમની પાસે વૈશ્વિક દૂરસંચાર કંપનીઓમાં શીર્ષ સ્તર પર કામ કરવાનો પણ અનુભવ છે. તેમણે બે વર્ષ માટે ગ્લોબલ જીએસએમએ બોર્ડમાં પણ કામ કર્યું છે અને બે વર્ષ માટે સેલુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: