Home /News /business /Hot Stocks: આ કંપનીઓ ટૂંકાગાળામાં આપી શકે છે 23% સુધીનું વળતર, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Hot Stocks: આ કંપનીઓ ટૂંકાગાળામાં આપી શકે છે 23% સુધીનું વળતર, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

આ કંપનીઓના શેર ટૂંકાગાળામાં આપી શકે છે સારું વળતર.

સાપ્તાહિક ચાર્ટ (Weekly Chart)પર ભાવ છેલ્લા કેટલાક સપ્તાહથી ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનના રેઝીસ્ટન્સ નજીક ફરી રહ્યા છે અને નીચા હાઇ, લોઅર લો ફોર્મેશનને જાળવી રહ્યા છે. રોજીંદી સમયમર્યાદામાં કિંમતો 20-દિવસની એસએમએ (simple moving average)થી નીચે જળવાઈ રહી છે, જે કિંમતોના વેરિયેબલ સપોર્ટ તરીકે કામ કરી રહી હતી. રોજીંદી સમયમર્યાદા પર આરએસઆઇ (relative strength index)એ લોઅર લો, લોઅર હાઇની રચના કરી છે, જે ટૂંકાથી મધ્યમ ગાળા માટે મોમન્ટમના અભાવને દર્શાવે છે.

વધુ જુઓ ...
    મુંબઈ: સાપ્તાહિક ચાર્ટ (Weekly Chart)પર ભાવ છેલ્લા કેટલાક સપ્તાહથી ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનના રેઝીસ્ટન્સ નજીક ફરી રહ્યા છે અને નીચા હાઇ, લોઅર લો ફોર્મેશનને જાળવી રહ્યા છે. રોજીંદી સમયમર્યાદામાં કિંમતો 20-દિવસની એસએમએ (simple moving average)થી નીચે જળવાઈ રહી છે, જે કિંમતોના વેરિયેબલ સપોર્ટ તરીકે કામ કરી રહી હતી. રોજીંદી સમયમર્યાદા પર આરએસઆઇ (relative strength index)એ લોઅર લો, લોઅર હાઇની રચના કરી છે, જે ટૂંકાથી મધ્યમ ગાળા માટે મોમન્ટમના અભાવને દર્શાવે છે. ચાર્ટ પેટર્નને જોતા લાગે છે કે નિફ્ટી ટૂંકાથી મધ્યમગાળા માટે 17,380 (ગેપ સપોર્ટ) અને 18,115 (સ્વિંગ ઉચ્ચ)ની રેન્જમાં હશે.

    આગામી 2-3 સપ્તાહ માટે 3 ‘BUY’ કોલ્સ-

    બોરોસિલ: બાય | એલટીપી: 415 રૂપિયા | સ્ટોપ-લોસઃ 356 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 500 | રીટર્ન: 20 ટકા

    બોરોસિલ હાલમાં તેના ઓલટાઇમ હાઇ લેવલની નજીક કારોબાર કરી રહ્યો છે. જે દર્શાવે છે કે સ્ટોક પહેલાથી જ મજબૂત તેજીમાં છે. તાજેતરના સપ્તાહમાં સ્ટોકે ઇન્વર્સ હેડ અને શોલ્ડર પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો છે, જે અગાઉના અપટ્રેન્ડને ચાલુ રાખવાનો સંકેત આપે છે. બ્રેકઆઉટની પુષ્ટિ હાઇ વોલ્યુમ્સ દ્વારા કરવામાં આવે છે. દૈનિક સમયમર્યાદા પર દર્શાવવામાં આવેલા બોલિંજર બેન્ડ વિસ્તૃત થઇ રહ્યા છે, જે અપ મૂવ માટે કિંમતોની વધતી અસ્થિરતા નિર્દેશિત કરે છે. સાપ્તાહિક સમયમર્યાદા પર RSIએ બ્રેકઆઉટ પણ આપ્યું છે, જે ભાવમાં વધતી ગતિ દર્શાવે છે. અમે આશા રાખીએ છીએ કે આગળ જતા ભાવ 500 રૂપિયાના સ્તર સુધી ઊંચા જશે. જ્યાં બંધના ધોરણે સ્ટોપ-લોસ 356 રૂપિયા હોવો જોઈએ.

    સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સઃ બાય | એલટીપી: 255 રૂપિયા | સ્ટોપ-લોસઃ 235 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 315 | રીટર્ન: 23 ટકા

    CG પાવર ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ જાન્યુઆરી 2022 સુધીના અપટ્રેન્ડ પછી લોઅર લો, લોઅર હાઇમાં પ્રવેશ્યા વગર કરેક્શન દર્શાવી ચૂક્યા હતા. જુલાઈ 2022ના રોજ ડબલ બોટમ પેટર્નથી બ્રેકઆઉટ થયા પછી કિંમતોએ પેટર્નની નેકલાઇન રીસેટ કરી હતી અને ઉલટી બાજુ બાઉન્સ દર્શાવ્યો હતો. જે અગાઉના અપટ્રેન્ડને યથાવત રાખવાનો સંકેત આપે છે. કિંમતો અપર બોલિંજર બેન્ડની ઉપર ટકી રહી છે જે દર્શાવે છે કે શેરની અસ્થિરતા અપ મૂવ માટે વધી રહી છે. દૈનિક તેમજ સાપ્તાહિક સમયમર્યાદા પર રચાયેલ RSI 60 માર્કથી ઉપર છે, જે ભાવમાં વધારો દર્શાવે છે. આગળ જતા અમે અપેક્ષા રાખીએ છીએ કે ભાવ 315 રૂપિયાના લેવલ સુધી ઊંચે જશે, જ્યાં સ્ટોપ-લોસ ક્લોઝિંગ 235 રૂપિયા હોવો જોઈએ.

    KPIT ટેક્નોલોજીસ: બાય | એલટીપી: રૂપિયા 665 | સ્ટોપ-લોસઃ 577 રૂપિયા | ટાર્ગેટ: રૂપિયા 800 | રીટર્ન: 20 ટકા

    કેપીઆઈટી ટેક્નોલોજીસ હાલમાં તેના 52 સપ્તાહના હાઈ લેવલની નજીક કારોબાર કરી રહી છે, જે જણાવે છે કે આ સ્ટોક પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. તાજેતરના ટ્રેડિંગ સપ્તાહમાં ભાવોએ રાઉન્ડિંગ બોટમ પેટર્નથી બ્રેકઆઉટ આપ્યો છે, જે અપસાઇડ પર વલણની શરૂઆત સૂચવે છે. કિંમતો અપર બોલિંજર બેન્ડ પર ટકી રહી છે જે દર્શાવે છે કે શેરની અસ્થિરતા અપ મૂવ માટે વધી રહી છે. આગળ જતા અમે અપેક્ષા રાખીએ છીએ કે ભાવ 800 રૂપિયાના સ્તર સુધી ઊંચા જશે, જ્યાં સ્ટોપ-લોસ ક્લોઝિંગ બેઝિસ 577 રૂપિયા હોવો જોઈએ.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Hot stocks, Multiaggar Stocks, Stocks tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन