કોટક સિક્યોરિટીઝે નાના રોકાણકારોને આપી ભેટ, AMC-DP ચાર્જ નહીં લાગે!

કોટક સિક્યોરિટીઝની ખાસ ઑફર

Kotak Securities: 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાંના આંકડા મુજબ KSL ભારતમાં 361 શહેરોમાં 153 શાખાઓ, 1332 ફ્રેન્ચાઇઝી અને સેટેલાઇટ ઓફિસ ધરાવે છે અને તેના 27 લાખ ગ્રાહકો છે.

  • Share this:
મુંબઈ: દિવાળીના તહેવારો (Diwali Festival 2021) પર લગભગ દરેક ક્ષેત્રમાં કોઇને કોઇ ઑફર્સ કે છૂટછાટનો માહોલ જામ્યો છે. આ દરમિયાન કોટક સિક્યોરિટીઝ (Kotak Securities)એ પણ પોતાના નાના રોકાણકારોને મોટી ભેટ આપી છે. 10,000 રૂપિયાથી ઓછું હોલ્ડિંગ ધરાવતા લોકો માટે કોટક સિક્યોરિટીઝે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જીસ (AMC)- ડીપી ચાર્જીસ (DP Charges)માં સુધારો કર્યો હોવાની જાહેરાત કરી છે. તેમને ઝીરો AMC ચાર્જીસની ચૂકવણી (pay zero AMC charges) કરવાની રહેશે. જે નાના રોકાણકારો માટે એક રાહતની વાત કહી શકાય. આ ઉપરાંત કોટક સિક્યોરિટીઝના ગ્રાહકો હવે ઝીરો કોસ્ટ પર પોતાના ડીમેટ એકાઉન્ટમાં ફેરફાર કરી શકે છે.

AMC-DP ચાર્જીસ NSDL દ્વારા લગાવવામાં આવે છે અને તમામ ટ્રેડિંગ ખાતાઓમાં ચાર્જ લાગું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નોન-બેઝિક સર્વિસીઝ ડીમેટ એકાઉન્ટ (Non-BSDA) અંતર્ગત આવનાર તમામ કોટક સિક્યોરિટીઝના ટ્રેડિંગ ખાતાધારકોને એએમસી ચાર્જ તરીકે એક નિશ્ચિત રકમની ચૂકવણી કરવી પડતી હતી, જેને હવે માફ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર રોકેટ ગતિએ ભાગે તેવી સંભાવના

નાના રોકાણકારોને થશે ફાયદો

કોટક સિક્યોરિટીઝના MD અને CEO જયદીપસિંહ હંસરાજે જણાવ્યું કે, 10,000 રૂપિયા કે તેનાથી ઓછું હોલ્ડિંગ ધરાવતા રોકાણકારો રોકાણના શરૂઆતના સ્ટેજમાં હોય છે અને હજુ સુધી તેમણે ટ્રેડિંગની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરી હોતી નથી. AMC-DP ચાર્જમાં સુધારો થવાથી અમારા ગ્રાહકોના મહત્વપૂર્ણ વર્ગને ફાયદો થશે.

કોટક મહિન્દ્રા બેંકની સહાયક કંપની કોટક સિક્યોરિટીઝ લિમિટેડ (KSL),ભારતની સૌથી મોટી ફુલ-સર્વિસીઝ સ્ટોક બ્રોકિંગ ફર્મ્સ પૈકી એક છે, જે મૂડી બજારના તમામ સેગમેન્ટ્સમાં રિટેલ અને ઇન્સ્ટીટ્યૂઝનલ ઇન્વેસ્ટર્સને સર્વિસ પૂરી પાડે છે.

આ પણ વાંચો: ડિસ્પોઝેબલ ગ્લાસ-કપનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો? કેટલું રોકાણ જોઈએ? સરકાર કેટલી મદદ કરે? જાણો તમામ સવાલના જવાબ

27 લાખથી વધુ છે ગ્રાહકો

પાર્ટનર્સ બ્રોકરની સાથે કરાર દ્વારા કંપની અમેરિકન માર્કેટમાં એન્ટ્રીની સુવિધા પણ આપે છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાંના આંકડા મુજબ KSL ભારતમાં 361 શહેરોમાં 153 શાખાઓ, 1332 ફ્રેન્ચાઇઝી અને સેટેલાઇટ ઓફિસ ધરાવે છે અને તેના 27 લાખ ગ્રાહકો છે. KSL ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ (ઇક્વિટી, કોમોડિટી, કરન્સી) અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણના વિકલ્પો સહિત ઘણી સર્વિસ ઑફર કરે છે. આ માર્જીન ટ્રેડ ફંડિગ, ડિપોઝીટરી સર્વિસીઝ અને ઇન્સ્યોરન્સ જેવા થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ પણ પૂરી પડે છે.
Published by:Vinod Zankhaliya
First published: