IndusInd Bankને ખરીદી શકે છે કોટક મહિન્દ્રા, જાણો ગ્રાહકો પર શું અસર થશે

IndusInd Bankને ખરીદી શકે છે કોટક મહિન્દ્રા, જાણો ગ્રાહકો પર શું અસર થશે
IndusInd Bankને કોટક મહિન્દ્રા બેંક ખરીદી શકે છે, એવામાં ગ્રાહકોનું ટેન્શન વધી ગયું છે, જાણો તેમના બેંક ખાતાઓનું શું થશે

IndusInd Bankને કોટક મહિન્દ્રા બેંક ખરીદી શકે છે, એવામાં ગ્રાહકોનું ટેન્શન વધી ગયું છે, જાણો તેમના બેંક ખાતાઓનું શું થશે

  • Share this:
    નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક અને IndusInd Bankના મર્જરના અહેવાલો સામે આવી રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક પ્રાઇવેટ સેક્ટરની IndusInd Bankનું અધિગ્રહણ કરી શકે છે, પરંતુ IndusInd Bankની પ્રમોટર કંપની ઇન્ડસઇનડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)એ આ વાતનું ખંડન કર્યું છે. IIHLએ જણાવ્યું કે હાલ કંપની આ પ્રકારની કોઈ યોજના નથી. રવિવાર મોડી સાંજે જાહેર થયેલા રિપોર્ટ મુજબ બ્લૂમબર્ગે કહ્યું કે કોટક મહિન્દ્રા બેંક તમામ સ્ટૉકનું અધિગ્રહણ કરી શકે છે. સાથોસાથ બ્લૂમબર્ગે કહ્યું કે યૂકેમાં વસતાં હિન્દુજા પરિવારના ચાર ભાઈઓની વચ્ચે થયેલા વિવાદ બાદથી જ તેને વેચવાની ચર્ચા સામે આવી છે.

    IndusInd Bankનો માર્કેટ કેપ કેટલો છે?



    અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, IndusInd પ્રમોટર્સની પાસે હાલમાં IndusInd Bankમાં 15 ટકાથી ઓછી હિસ્સેદારી છે. આ ઉપરાંત બાકીની 85 ટકા હિસ્સેદારી બલ્ક સંસ્થાગત રોકાણકારોની પાસે છે. નોંધનીય છે કે હાલ બજારમાં બેંકના શૅરનો ભાવ 60 ટકાના વધારાની સાથે લગભગ 607 રૂપિયાથી પણ વધુ છે. આ ઉપરાંત બેંકનો માર્કેટ કેપ 46,000 કરોડ રૂપિયાની નજીક છે.

    આ પણ વાંચો, આ 5 દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભારતથી આટલો ઓછો છે ભાવ, જાણો કારણ

    આ ઉપરાંત જો કોટક બેંકની વાત કરીએ તો તે હાલ બજારમાં લગભગ 52 સપ્તાહના હાઇથી લગભગ 20 ટકા નીચે છે. બીજી તરફ તેનો માર્કેટ કેપ લગભગ 2.7 લાખ કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે જો હાલમાં ભાવ પર બંને બેંકોનું મર્જર થાય છે તો હિન્દુજા પ્રમોટર્સની હિસ્સેદારી 2 ટકા વધી જશે.

    લૉકડાઉનમાં ગબડી હિસ્સેદારી

    નોંધનીય છે કે, આ બંને બેંકોનું મર્જર થાય છે તો કોટક અને ઇન્ડસઇન્ડ બેંકની વચ્ચે એક બેન્કિંગ સોદો કરવામાં આવશે કારણ કે હાલ બજારમાં કોટક બેંકની પાસે મજબૂત મૂડી અને સારી સંપત્તિ છે. લૉકડાઉનની વચ્ચે 7,442 કરોડ રૂપિયાના શૅરોના વેચાણ બાદ પ્રમોટર ઉદય કોટકની હિસ્સેદારી લગભગ 26 ટકા સુધી ઘટી ગઈ છે.

    બેંકના અધિકારીએ આપી જાણકારી

    કોટક મહિન્દ્રા ગ્રુપના મુખ્ય સંચાર અધિકારી રોહિત રાવે કહ્યું કે, અમારી પાસે કોઈ ટિપ્પણી નથી. મોરેશ્યિયસની એક કંપની IIHLએ બ્લૂમબર્ગના રિપોર્ટનું ખંડન કરતાં કહ્યું કે અમને આ વાત વિશે હજુ કોઈ જાણકારી નથી.

    આ પણ વાંચો, ખુશખબર! WhatsAppમાં ટૂંક સમયમાં આવશે 2 નવા ફીચર્સ, બદલાઈ જશે ચેટિંગની સ્ટાઇલ!

    RBIએ ફટકારી હતી પેનલ્ટી

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતીય રિઝર્વ બેંક એ ઇન્ડસઇન્ડ બેંક પર 4.5 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી હતી. બેંકે આરબીઆઈના કેટલાક નિર્દેશોનું પાલન નહોતું કર્યું. આરબીઆઈએ જોકે કહ્યું કે બેંક અને ગ્રાહકની વચ્ચે થયેલા કોઈ પણ ટ્રાન્જેક્શન કે એગ્રીમેન્ટની માન્યતા પહેલાની જેમ જ રાખી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:October 26, 2020, 10:37 am