કોટક મહિન્દ્રા બેન્ક આપી રહી છે SBIથી પણ સસ્તી Home Loan, કેટલી આપવી પડશે EMI?

કોટક મહિન્દ્રા બેન્ક (Image: Shutterstock)

ઘર ખરીદવાનો શ્રેષ્ઠ સમય - કોટક મહિન્દ્રા બેન્ક 31 માર્ચ સુધી આપી રહી છે 6.65 ટકા વ્યાજ દરે હોમ લોન

 • Share this:
  નવી દિલ્હી. ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India - SBI) બાદ હવે પ્રાઇવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra Bank)એ પણ હોમ લોન (Home Loan) વ્યાજ દરો (Interest Rates)માં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કોટક મહિન્રા-t બેન્કે સોમવારે સાંજે એલાન કર્યું કે તેઓ હોમ લોન દરોમાં 0.10 ટકાનો ઘટાડો કરશે. જોકે આ મર્યાદીત સમય માટે જ હશે. કોટક મહિન્દ્રા બેન્કે દાવો કર્યો છે કે તેમની આ ઓફર હોમ લોન માર્કેટમાં સૌથી સસ્તી છે. આ નિર્ણય બાદ કોટક મહિન્દ્રા બેન્કના ગ્રાહકોને 31 માર્ચ સુધી 6.65 ટકાના દરથી હોમ લોન મળી શકશે. આ પ્રાઇવેટ બેન્કે હોમ લોન માટે વ્યાજ દરોમાં ઘટાડો સ્પેશલ ઓફર હેઠળ કર્યો છે. બેન્કે પોતે તેના વિશે જાણકારી આપી છે.

  કોટક મહિન્દ્રા બેન્કમાં કન્યૂટેમર એસેટ્સના પ્રેસિડન્ટ અંબુજ ચાંદનાએ કહ્યું કે, હોમ લોન માર્કેટમાં કોટક પ્રાઇસ લીડર બનવા તરફ અગ્રેસર છે. અમે અમારા ગ્રાહકોને એક સ્પેશલ યર-એન્ડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે, જે વધુ સસ્તી હોમ લોનના રૂપમાં હશે. ઘર ખરીદવાનો આ ખરેખર સૌથી શ્રેષ્ઠ સમય છે.


  આ પણ વાંચો, Co-WIN એપમાં વેક્સીન રજિસ્ટ્રેશન- જાણો રીત અને કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  કોટક મહિન્દ્રા બેન્કની હોમ લોનના ખાસ આકર્ષણો શું છે...

  >> આ બેન્કમાં સૌથી ઓછા દરે એટલે કે 6.65 ટકાના વાર્ષિક વ્યાજ દરે હોમ લોન મળી રહી છે. સેલરી અને નોન-સેલરીડ લોકો માટે આ વ્યાજ દર લાગુ થશે. પોતાના સેગમેન્ટમાં તે સૌથી આકર્ષક હોમ લોન પૈકી એક છે.

  >> આ બેન્ક પાસેથી હોમ લોન લેવા માટે Kotak Digi Home Loansના માધ્યમથી હોમ લોનનું પ્રોસેસિંગ સૌથી ઝડપથી થશે.

  >> કોટક મહિન્દ્રા બેન્ક તરફથી હોમ લોન વ્યાજ દરોમાં ત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે દેશની સૌથી મોટી બેન્ક એટલે કે SBIએ પણ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. SBIએ હોમ લોન દરો હવે 6.70 ટકા પર આવી ગયા છે.

  >> બેન્કોની વચ્ચે પ્રતિસ્પર્ધા અને આરબીઆઇ દ્વારા નીતિગત વ્યાજ દરોને ઓછા રાખવાના કારણે હોમ લોન દરો પહેલાથી જ ગત 15 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે. બેન્ક હવે બજારમાં ઓછી ક્રેડિટ ડિમાન્ડનો સામનો કરવા માટે વ્યાજ દરો ઘટાડી રહી છે.

  >> કોટક મહિન્દ્રા બેન્કે જણાવ્યું કે વ્યાજ દરો ઉધારકર્તાના ક્રેડિટ સ્કોર અને લોન ટૂ વેલ્યૂ એટલે કે એલટીવી રેશિયો સાથે લિંક્ડ રહેશે.

  >> કોટક મહિન્દ્રા બેન્કે એવું પણ કહ્યું કે 6.65 ટકાના આ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન પર લાગુ હશે.

  આ પણ વાંચો, ડિફેન્સ એક્સપોમાં Kia મોટર્સે આર્મી માટે રજૂ કરી SUV, જાણો આ ખાસ વ્હીકલ વિશે બધું જ

  નવા દરો બાદ 30 લાખની હોમ લોન પર કેટલું વ્યાજ આપવું પડશે?

  નો તમે કોટક મહિન્દ્રા બેન્કથી નવા દરે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લો છો તો આપને કુલ 24,31,898 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. આ રકમ 20 વર્ષ સુધી EMIના રૂપમાં ચૂકવવી પડશે. 6.65 ટકાના દરથી 30 લાખ રૂપિયાની હોમ લોન પર 22,633 રૂપિયાની EMI આપવી પડશે. જોકે, બેન્કે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે 31 માર્ચ સુધી હોમ લોન પર આ દર લાગુ હશે. સાથોસાથ એનું પણ ધ્યાન આપવું પડશે કે વ્યાજ દર ઉધારકર્તાના ક્રેડિટ સ્કોર અને લોન ટૂ વેલ્યૂ રેશિયો ઉપર પણ નિર્ભર કરશે.
  Published by:Mrunal Bhojak
  First published: