Home /News /business /ULIP, PPF કે ELSS શેમાં રોકાણ વધારે ફાયદાકારક? આટલું અચૂક જાણી લો
ULIP, PPF કે ELSS શેમાં રોકાણ વધારે ફાયદાકારક? આટલું અચૂક જાણી લો
શેમાં રોકાણ કરવું?
રોકાણના ત્રણ વિકલ્પો યૂલિપ, પીપીએફ અને ELSSમાં ઈનકમ ટેક્સના સેક્સન 80 સી હેઠળ વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ ત્રણ યોજનાઓ રોકાણકારોને તગડું વળતર આપે છે.
નવી દિલ્હીઃ દેશમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે અને બધાના પોતાના ફાયદા અને નુકસાન છે. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, યૂનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન અને ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ ઘણા એવા રોકાણ વિકલ્પ છે, જે ડેબ્ટ, ઈક્વિટી અને ઈન્સ્યોરન્સ કેટેગરીમા આવે છે. આ બધી જ યોજનાઓમાં સેક્સન 80 સી હેઠળ ટેક્સ છૂટ મળે છે. ધણા લોકો ટેક્સ બચાવવા માટે અહીં રોકાણ કરે છે. અહીં તમને યૂલિપ, પીપીએફ અને ELSSના ફાયદા વિશે જણાવવામાં આવ્યુ છે.
આ છે ફાયદા
રોકાણના ત્રણ વિકલ્પો યૂલિપ, પીપીએફ અને ELSSમાં ઈનકમ ટેક્સના સેક્સન 80 સી હેઠળ વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ ત્રણ યોજનાઓ રોકાણકારોને તગડું વળતર આપે છે.
લિક્વિડિટી- યૂલિપ અને પીપીએફની તુલનામાં ELSSનો લોક-ઈન પીરિયડ ઓછો હોય છે. યૂલિપમાં 5 વર્ષ અને પીપીએફમાં 15 વર્ષનો લોકઈન પીરિયડ હોય છે. રોકાણ કરતા પહેલા તમારે લિક્વિડિટા વિશે પણ વિચારવું પડશે. કે કેટલા સમયમાં તમે અહીંથી રૂપિયા નીકાળી શકો છો.
ખર્ચ- યૂલિપમાં રોકાણ કરવાની ફી વધારે છે. ELSSમાં ખર્ચ ઓછો છે. સેબીના નિયમો પ્રમાણે યૂલિપની ફી વધારે છે. જ્યારે, પીપીએફમાં રોકાણ કરવા માટે 100 રૂપિયા ફી લાગે છે.
જોખમ- યૂલિપ પ્લાનમાં જ ઈન્શ્યોરન્સ પ્લાન હોય છે, જે પરિવારને સમ એશ્યોર્ડ કવર આપે છે. જો યૂલિપ કરાવનારા વ્યક્તિની મોત થઈ જાય, તો પરિવારને ઈન્શ્યોરન્સ મળે છે. મ્યુચ્યુઅલ ફંડ અને પીપીએફમાં ઈન્શ્યોરન્સ કે જોખમ કવર મળતું નથી.
રોકાણ પર વળતર- ELSS અને યૂલિપ બંને માર્કેટ લિંકડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેના પર મળવા વાળું વળતર પહેલાથી નક્કી હોતું નથી અને તેના પર મળનારું વળતર ટેક્સ ફ્રી હોતું નથી. જ્યારે, પીપીએફમાં 7.1 ટકા વ્યાજ મળે છે. ELSS અને યૂલિપમાં લાંબા સમયમાં સારું વળતર મળે છે. એવામાં સલાહ આપવામાં આવે છે કે, લાંબા સમયમાં આમાં રોકાણ કરવામાં આવે.
Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી સલાહ અથવા મંતવ્યો નિષ્ણાત/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર