શેર બજારમાં હાહાકાર વચ્ચે અહીં રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન અને સરકારી ગેરંટી

પ્રતિકાત્મક તસવીર

આવા સમયમાં કેટલાક એવા વિકલ્પો અંગે જાણીએ કે જેના રિટર્નમાં જોખમ ન હોય અને સારા રિટર્ન પણ મળી શકે.

 • Share this:
  કોરના વાયરસનાં કારણે હમણા બજારમાં જોખમ વધારે છે. જ્યારે બીજી તરફ વૈશ્વિક બજારમાં કાચા તેલનાં ભાવથી પણ રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી નથી રહ્યો. છેલ્લા થોડા દિવસથી દુનિયાભરનાં શેરબજારમાં ઘણી જ ઉથલપાથલ જોવા મળી રહી છે. રેપો રેટમાં પણ કટોતી બાદ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ પર મળનારું વ્યાજ પણ રિવાઇઝ કર્યું છે. તો આવા સમયમાં કેટલાક એવા વિકલ્પો અંગે જાણીએ કે જેના રિટર્નમાં જોખમ ન હોય અને સારા રિટર્ન પણ મળી શકે. સરકારી ગેરંટીવાળા સેવિંગ સર્ટિફિકેટ આનો સારો વિકલ્પ છે, આવો જાણીએ આ અંગે.

  એફડી કરતા જલ્દી રોકાણ ડબલ થાય છે

  દેસનાં કોઇપણ પોસ્ટ ઓફિસની બ્રાંચમાંથી NSC સર્ટિફિકેટ લઇ શકાય છે. NSCનો મેચ્યોરિટી પિરીયડ પાંચ વર્ષ હોય છે. અત્યારે આની પર 7.9 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. NSC સ્મોલ સેવિંગ્સમાં આવે છે. સરકાર દર ત્રણ મહિને આના વ્યાજદર રિવાઇઝ કરે છે. 7.9નાં વ્યાજદરે તમે આમાં એક લાખ રૂપિયાનો નિવેશ કરો છો તો તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઇ જાય છે. જો તમે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં એફડી કરો છો તો તમે 10.5 વર્ષમાં રોકાણમાં પૈસા ડબલ કરી શકો છો.

  આ પણ વાંચો : વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલની coronavirus સામે લડવા રૂ. 100 કરોડ આપવાની જાહેરાત

  NSCમાં રોકાણનાં ફાયદા

  • આમાં રોકાણ કરવાથી 80 સી અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે. આ છૂટ 1.50 લાખ રૂપિયાનાં રોકાણ સુધી મળે છે.

  • NSCનાં VIII ઇશ્યૂને કોઇપણ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે. આ મેચ્યોર થાય તે પહેલા તમે એક જ વાર આવું કરી શકો છો.


  આ પણ વાંચો : Coronavirus: પતંજલિ સહિત આ કંપનીઓએ સસ્તી કરી પ્રાથમિક જરૂરિયાની વસ્તુઓ

  એક સિંગલ હોલ્ડર ટાઇપ સર્ટિફિકેટમાં કોઇપણ એડલ્ટ પોતાના નામે કે બાળકોનાં નામથી ખરીદી શકો છો. NSCમાં 100, 500, 1000, 5000, 10,000નાં સર્ટિફિકેટ મળે છે. આમાં રોકાણ કરવાની કોઇ સીમા નથી.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published: