કેન્દ્ર સરકારનો નિર્ણય: હવે ગોલ્ડ હોલમાર્કિંગ કરવાની સમયમર્યાદા નહીં લંબાવાય, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો

કેન્દ્ર સરકારનો નિર્ણય: હવે ગોલ્ડ હોલમાર્કિંગ કરવાની સમયમર્યાદા નહીં લંબાવાય, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર

1 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગ અનિવાર્ય થઈ જશે, ત્યારબાદ માત્ર 14, 18 અને 22 કેરેટ ગોલ્ડ જ્વેલરી જ વેચાશે

  • Share this:
નવી દિલ્હી. હવે દેશભરના ઘરેણાના બજારો (Jewellery Markets)માં માત્ર હોલમાર્ક (Hallmark)વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, 1 જૂન 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત (Mandatory Gold Hallmarking) કરી દેવાયું છે. અત્યાર સુધીમાં તે મરજિયાત હતું,પરંતુ હવે તેને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે નિર્ણય લીધા મુજબ આનિયમ લાગુ થયા બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો (Gold Jewellery) જ વેપાર થઇ શકશે.

આ પણ વાંચો, Good News: પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે! એક્સાઇઝ ડ્યૂટીમાં થઈ શકે છે ઘટાડો, CBIC ચીફનું મોટું નિવેદનહવે ગ્રાહકોને મળશે શુદ્ધ સોનાના દાગીના

કેન્દ્ર સરકારે નવેમ્બર 2019માં જાહેરાત કરી હતી કે સોનાના દાગીના અને કલાકૃતિઓ માટે 15 જાન્યુઆરી, 2021થી હોલમાર્ક ફરજીયાત થઇ જશે. જોકે, કોરોના મહામારી (Corona Pandemic)ને જોતા તારીખ પાછળ ધકેલવામાં આવી હતી અને તેને લાગૂ કરવાનો સમય 1 જૂન, 2021 કરી દેવાયો હતો. હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તારીખ હવે વધુ નહીં ઠેલાય. કેન્દ્રએ જવેલર્સને BIS પાસે રજીસ્ટ્રેશન કરાવવા માટે 1.5 વર્ષથી વધુનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોલમાર્ક લાગવાથી છેતરપિંડીની ઘટનાઓ બંધ થઇ જશે અને ગ્રાહકને શુદ્ધ સોનુ મળી રહેશે.

આ પણ વાંચો, જો તમે પણ લીધી છે LICની પોલિસી તો થઈ જાઓ સાવધાન, નહીં તો ડૂબી શકે છે આપની બચત
BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવા તૈયાર


ઉપભોકતા મામલાની સચિવ લીના નંદને કહ્યું કે BISએ જવેલર્સને હોલમાર્ક આપવામાં લાગ્યું છે. BISના ડાયરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું કે અમે 1 જૂન 2021થી હોલમાર્ક ફરજીયાત કરવા તૈયાર છીએ. અમને આ તરીકે પાછી ઠેલવા અંગે કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. જોકે, દેશના 35 હજારથી વધુ જવેલર્સે BIS રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ આંકડો આગામી મહિના સુધીમાં 1 લાખને પાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે ભારત દદુનિયામાં સૌથી વધુ સોનુ આયાત કરતો દેશ છે. ભારતમાં દર વર્ષે 700થી 800 ટન સોનુ આયાત થાય છે.
Published by:News18 Gujarati
First published:April 14, 2021, 12:27 pm

ટૉપ ન્યૂઝ