બજેટમાં સરકાર કરી શકે છે આ 5 કર મુક્તિની જાહેરાત!

News18 Gujarati
Updated: January 21, 2020, 4:17 PM IST
બજેટમાં સરકાર કરી શકે છે આ 5 કર મુક્તિની જાહેરાત!
પ્રતિકાત્મક તસવીર

ઇક્વિટી કેપિટલ પર લાગતા LTCGને લઇને સંપૂર્ણ પણે છૂટ મળે તેવી માંગ.

  • Share this:
ગત વર્ષ સપ્ટેમ્બરમાં કંપનીઓને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે કૉરપોરેટ ટેક્સમાં કાપ મુક્યો હતો. બજેટ 2020થી ભારતીય કંપનીઓને નવી આશા છે કે કેન્દ્ર સરકાર ડાયરેક્ટ ટેક્સમાં રાહત આપવાની આ પ્રક્રિયા ચાલુ રાખે. સાથે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બજેટમાં ભારતીય કંપનીઓને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આ પ્રકારની છૂટ પણ આપે.

વ્યક્તિગત ઇનકમ ટેક્સમાં છૂટ : હાલ 2.5 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી પર કોઇ ટેક્સ નથી પણ આ વખતના બજેટથી આશા રાખવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર આ સીમા વધારીને 5 લાખ રૂપિયા કરી દે. સાથે જ ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા પણ રાખવામાં આવી રહી છે. માંગણી છે કે સરકાર 5 લાખથી 10 લાખ રૂપિયાના સ્લેબમાં 10 ટકા અને 10 થી 20 લાખ રૂપિયાના સ્લેબમાં 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ લઇને આવે. ઇનકમ ટેક્સ સ્લેબમાં કાપની પણ આશા રાખવામાં આવી રહી છે.

ફરી એક વાર આ સાથે આશા રખાઇ રહી છે કે હાલ 22 ટકા ટેક્સ કાપને ઓછું કરીને 15 ટકા કરવામાં આવે. જો કે મૈન્યુફૈક્ચરિંગ સેક્ટર માટે આ 15 ટકા છે. તેનાથી રોકાણકારોને રોકાણ માટે પ્રોત્સાહન મળશે?

ડિવિડેન્ટ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને લઇને કંપનીની માંગ છે કે કેન્દ્ર સરકાર આને પૂરી રીતે ખતમ કરી દે. જો તેવું ના થયું તો સરકાર તેને હાલ જે 20.56 ટકા છે તેને 15 ટકા ઓછું કરે.

મોદી સરકારની વેપારીઓની તે પણ લાંબા સમયથી માંગણી છે કે ઇક્વિટી કેપિટલ પર લાગતા LTCGને લઇને સંપૂર્ણ પણે છૂટ મળે. હાલ LTCG 10 ટકા છે. અન્ય એસેટ ક્લાસે તેને ઓછી કરીને 10 ટકા કરી દીધું છે. હોલ્ડિંગ અવધિમાં પણ 12 મહિના સુધી રાખવાની માંગણી ઊભી થઇ છે.

વળી સરકારથી કસ્ટમ ડ્યૂટી મામલે જે પણ અસંગતતાઓ છે તે દૂર થાય. વધુમાં વધુ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધુ ન હોય. સાથે જ ઇનપુટ પર ડ્યૂટી ઓછી કરવાની આશ પણ લોકોએ લગાવી છે.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर