Home /News /business /PAN Aadhaar Link: જો તમે 31 માર્ચ સુધી પાનકાર્ડને Aadhaar સાથે લિંક ના કરાવ્યું તો શું થશે? જાણો

PAN Aadhaar Link: જો તમે 31 માર્ચ સુધી પાનકાર્ડને Aadhaar સાથે લિંક ના કરાવ્યું તો શું થશે? જાણો

પીઆઈબી ફેક્ટ ચેકે સલાહ આપી છે કે તેઓ ઇમેઇલ્સ / SMSનો જવાબ ન આપે

PAN-Aadhar Linking - જો કોઇ આ કાર્ડને અંતિમ તારીખ સુધી લિંક નહીં કરે તો ઘણા પ્રકારની પેનલ્ટી લાગી શકે છે

નવી દિલ્હી : ભારત સરકાર (Government of India)દ્વારા પોતાના પાનકાર્ડ (PAN card)અને આધાર કાર્ડને લિંક (PAN Aadhaar Link) કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે. જો કોઇ આ કાર્ડને અંતિમ તારીખ સુધી લિંક નહીં કરે તો તમને ઘણા પ્રકારની પેનલ્ટી લાગી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તમારું પાન કાર્ડ નિષ્ક્રીય થઇ જશે.

આ સિવાય પણ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. જેમ કે નવું બેંક એકાઉન્ટ ખોલવા, શેર બજારમાં રોકાણ કરવા જેવા વિત્તીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી છે. સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income tax return)માટે અરજી કરતા સમયે અને વ્યાજ પેમેન્ટ માટે પોતાનું પાન કાર્ડ ભરવું આવશ્યક હોય છે.

જો તમે પોતાના પાન અને આધાર કાર્ડને (aadhar card)લિંક નથી કરતા તો તમારું પાન કાર્ડ ભવિષ્યમાં કોઇપણ લેણદેણમાં પ્રસ્તુત કરી શકાશે નહીં. જોકે તમે પેનલ્ટીનું પેમેન્ટ કરીને સમયસીમામાં બન્ને કાર્ડને લિંક કરી શકો છો.

આ પણ વાંચો - દુનિયાના ટોપ-10 અમીરોમાં Reliance ના મુકેશ અંબાણી એકલા ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ

આવી થશે અસર

- પાન કાર્ડ નિષ્ક્રીય થઇ જશે, તમે આગળ લેણદેણ માટે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
- આયકર અધિનિયમ 1961 અંતર્ગત તમારા પર 10,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવી શકે છે.
- જો તમે સમયસીમા પછી આ બન્ને કાર્ડને લિંક કરશો તો તમારે દંડ ભરવો પડશે.
- ઇકોનોમિક્સ ટાઇમ્સના એક સમાચાર પ્રમાણે હાલ સુધી દંડ નક્કી કરવામાં આવ્યો નથી. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દંડ 1000 રૂપિયાથી વધારે રહેશે નહીં.
- તમે પાન અને આધાર કાર્ડને લિંક કરાવ્યા વગર પોતાનું આયકર રિટર્ન દાખલ કરી શકશો નહીં.
- તમે શેરબજારમાં રોકાણ કરી શકશો નહીં. કારણ કે ડીમેટ એકાઉન્ટ ખોલાવતા સમયે પાન કાર્ડનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે.

ઓનલાઈન કરી રીતે લિંક કરવું?

- ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો.
- ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે.
- તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે.
- આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે.
First published:

Tags: Aadhar card, Business, Pan card

विज्ञापन