Home /News /business /શા માટે બેંક બનાવે છે લોન ગેરેન્ટર? કોઈના માટે બાંયધરી આપતા પહેલા જાણો આ મહત્વની વાતો

શા માટે બેંક બનાવે છે લોન ગેરેન્ટર? કોઈના માટે બાંયધરી આપતા પહેલા જાણો આ મહત્વની વાતો

લોન ગેરન્ટર બનતા પહેલાં વાંચી લો આ મહત્વની વાતો

Loan Guarantor: અહીં સવાલ એ ઊભો થાય છે કે કોઈ ખાસ વ્યક્તિ માટે લોન ગેરેન્ટર બનવું યોગ્ય છે કે નહીં. જોકે, મુખ્ય પ્રશ્ન એ છે કે લોન ગેરેંટર શા માટે જરૂરી છે અને તેના જોખમો (Risk Factors) શું છે.

    ઘણીવાર એવું બને છે કે લોન લેનાર વ્યક્તિએ કોઇને ગેરેન્ટર (guarantor for Loans) બનાવવા પડે છે. તમે કોઈને બનાવો છો અથવા કોઈના ગેરેન્ટર તમે બનો છો. લોન (Loan) લેતી વખતે ગેરેન્ટરની જરૂર પડે છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે કોઈ ખાસ વ્યક્તિ માટે લોન ગેરેન્ટર બનવું યોગ્ય છે કે નહીં. જોકે, મુખ્ય પ્રશ્ન એ છે કે લોન ગેરેંટર શા માટે જરૂરી છે અને તેના જોખમો (Risk Factors) શું છે.

    શા માટે જરૂર પડે છે ગેરેન્ટરની?

    કોઈપણ ધિરાણ સંસ્થા અથવા બેંક લોન માટે ગેરેંટર માંગે છે. આ એવી વ્યક્તિ છે જે લોન ગેરેંટર તરીકે નાણાંકીય સંસ્થાને બાંયધરી આપે છે કે જો લોન અરજદાર લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે, તો તે લોનની ચુકવણી કરશે. આનો અર્થ એ થયો કે એક રીતે લોન ગેરેંટર લોન અરજદાર પણ છે. લોનની અરજીમાં તેમની સહી પણ હોય છે.

    સામાન્ય રીતે, નાણાંકીય સંસ્થાઓ લોન ગેરેન્ટીની માંગ ત્યારે કરે છે, જ્યારે તેઓ લોન અરજદારનો ક્રેડિટ સ્કોર ઓછો હોવાના કારણે તેમની ઉધાર ચૂકવણી કરવાની ક્ષમતા અંગે ખાતરી ધરાવતા નથી. આ સિવાય અમુક લોન અરજદારો રોજગારના કારણે વારંવાર શહેર બદલે છે અથવા તો જો તેમના પર બાકી લોન વધુ હોય, તો બેંકો ગેરેંટર માંગે છે.

    શું હોય છે ગેરેન્ટરનો રોલ?

    લોન બાંયધરી આપનારની જવાબદારી લોન અરજદારની સમાન છે. જો અરજદાર કોઈપણ કારણોસર લોનની ચુકવણી કરવામાં અસમર્થ હોય તો નાણાંકીય સંસ્થા લોન ગેરેંટર પાસેથી બાકી રકમ વસૂલ કરી શકે છે. જો બાંયધરી આપનાર લેણાં ચૂકવવાનો ઇનકાર કરે તો લોણ આપનાર તેના માટે કોર્ટની મદદ લઈ શકે છે. ઉપરાંત કોર્ટ બાંયધરી આપનારને બાકી રકમ ચૂકવવા દબાણ કરી શકે છે.

    ગેરેન્ટરની સંપત્તિની થઇ શકે છે નિલામી

    જો લોન અરજદાર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયો હોય તો નાણાંકીય સંસ્થા બાંયધરી આપનારને તેની ચુકવણી કરવા કહે છે. જો બાંયધરી આપનાર લેણાં ચૂકવતા નથી, તો નાણાંકીય સંસ્થાને તેમના પોતાના પૈસા માટે તેમની સંપત્તિની હરાજી કરવાનો અધિકાર છે. જ્યારે લોન ગેરેંટર બને છે, ત્યારે તેની અસર ક્રેડિટ રિપોર્ટમાં જોવા મળે છે. આનો અર્થ એ છે કે જો લોન અરજદાર લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય છે, તો તેની ગેરેન્ટરની ક્રેડિટ પ્રોફાઇલ પર નકારાત્મક અસર પડશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bank loan, Banking, Loan Guarantor, હોમ લોન

    विज्ञापन
    विज्ञापन