Home /News /business /દિવાળીના તહેવારોમાં આ રીતે ઉઠાવો ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સનો લાભ, રૂપિયાની સાથે સાથે સમય પણ બચશે

દિવાળીના તહેવારોમાં આ રીતે ઉઠાવો ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સનો લાભ, રૂપિયાની સાથે સાથે સમય પણ બચશે

તહેવારોમાં ખરીદી પહેલા જાણી લો આ ખાસ બાબતો

Festival shoping: 2022માં મોટાભાગના શુભ દિવસો ઓક્ટોબરમાં આવે છે, જેથી આ મહિનો ગ્રાહકો તેમજ ધિરાણકર્તાઓ માટે વધુ આકર્ષક બની જાય છે. તમારે આ તહેવારની સીઝનમાં મળતી ઓફર્સનો લાભ કેવી રીતે લેવો તે અંગે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ રોશનીનો તહેવાર દિવાળી (Diwali Festival) નજીક છે. તેની સાથે જ ગ્રાહકોને આકર્ષવા બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (non-banking financial companies) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (housing finance companies) તરફથી પુષ્કળ ઓફર્સ આવે છે. 2022માં મોટાભાગના શુભ દિવસો ઓક્ટોબરમાં આવે છે, જેથી આ મહિનો ગ્રાહકો તેમજ ધિરાણકર્તાઓ માટે વધુ આકર્ષક બની જાય છે. તમારે આ તહેવારની સીઝનમાં મળતી ઓફર્સનો લાભ કેવી રીતે લેવો તે અંગે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

કેશબેક અને ડિસ્કાઉન્ટ


ફેસ્ટિવ સિઝનમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ સૌથી વધુ લોકપ્રિય બની જાય છે. જોકે આ ઓફર્સ સામાન્ય રીતે આખું વર્ષ ચાલે છે. જો કે, તહેવારોના ખાસ સમયગાળા દરમિયાન આવી ઓફર્સમાં ખૂબ વધારો થાય છે. ગેજેટ્સ, એપેરલ્સ, ઘર અને રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ, ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા માંગતા ગ્રાહકો મહત્તમ લાભ મેળવવા માટે ઘણી ઑફરોનું બંડલ કરી શકે છે. ક્રેડિટ કાર્ડ્સ તમને શ્રેષ્ઠ ડીલ્સ અપાવી શકે છે, જ્યારે ધિરાણકર્તાઓ ડેબિટ કાર્ડ્સ અને 'buy now, pay later' વગેરે જેવી ઓફર્સ આપી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચોઃ લોકો માટે હેલ્ધી મલ્ટીગ્રેન લોટનો બિઝનેસ કરીને મહિને હજારોની કમાણી કરી શકો

પ્રોસેસિંગ ફી માફ


પર્સનલ લોન, હોમ લોન, કાર લોન, લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (LAP) વગેરે પર પ્રોસેસિંગ ફીની આંશિક અને સંપૂર્ણ માફીથી મોટી રકમની બચત થઇ શકે છે, કારણ કે 50 લાખ રૂપિયાની હોમ લોન પર પ્રોસેસિંગ ફી 10,000 રૂપિયા સુધી જઇ શકે છે. કાર લોન, હોમ લોન અથવા એલએપી જેવી બિગ-ટિકિટ ક્રેડિટ સુવિધા માટે અરજી કરવાથી તમારી લોન પર પ્રક્રિયા કરવા માટે વસૂલવામાં આવતા વન-ઓફ ચાર્જને બચાવવામાં મદદ મળી શકે છે.

પ્રી-અપ્રૂવ્ડ લોન


તેઓ મુખ્યત્વે હાલના ગ્રાહકો અને મુખ્ય કેટેગરીના ગ્રાહકોને રીપીટ કરવા માટે બનાવવામાં આવે છે. મોટા ભાગના ધિરાણકર્તા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ, પ્રેફરેન્શિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ (ROI) પરની પર્સનલ લોન, ઊંચી લોન-ટુ-વેલ્યુ (LTV)ની હોમ લોન અથવા વાહનની એક્સ-શોરૂમ કિંમતના 100 ટકા સુધી ભંડોળ પૂરું પાડવા માટે કાર લોન માટે પ્રિ-અપ્રુવ્ડ અથવા પ્રિ-ક્વોલિફાઇડ ઓફર્સ રજૂ કરે છે.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: દિવાળી પહેલા સતત ઘટી રહી છે સોના-ચાંદીની કિંમતો

ક્રેડિટ કાર્ડ સામે લોન અને હાલની સુવિધા માટે વધુ સારા દરે ટોપ-અપ લોન એ મુખ્ય ગ્રાહકો માટે કેટલીક આકર્ષક ઓફર છે, કારણ કે વ્યક્તિ આખા વર્ષ દરમિયાન રેગ્યુલર વ્યાજ ચાર્જની તુલનામાં નીચા વ્યાજ દરો પર ક્રેડિટ મેળવી શકે છે. તદુપરાંત, આમાંની મોટાભાગની પૂર્વ-માન્ય ઓફર્સનું અપ્રૂવલ-ટૂ-ડિસ્બ્યુર્સલ સાયકલ ઝડપી છે. આ એક મિનિટથી લઈને થોડા કલાકો સુધીની હોય છે.


ખર્ચ આધારિત ઓફર્સ


આવી ઓફર્સ સામાન્ય રીતે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા તમામ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવે છે. જો કે, ક્રેડિટ-કાર્ડ ખર્ચ માટે બચતનું પ્રમાણ વધારે રહે છે. આ ઓફર્સ સ્પષ્ટપણે ગ્રાહકને પૂર્વનિર્ધારિત સમયગાળા દરમિયાન ચોક્કસ રકમ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે, જે પછી તે ખર્ચ-આધારિત કેશબેક, ગિફ્ટ વાઉચર, બોનસ રીવોર્ડ્સ અથવા પ્રીમિયમ પ્રીવીલેજ એક્સેસ અને ઘણું બધું મળી શકે છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Discounts, Diwali festival, Shopping

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन