Reliance જિયો ફાઇબર લોન્ચ , જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ

News18 Gujarati
Updated: September 5, 2019, 9:55 PM IST
Reliance જિયો ફાઇબર લોન્ચ , જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ
Reliance JioFiber લોન્ચ , જાણો રજિસ્ટ્રેશનની પ્રોસેસ

જિયો ફાઇબરનું કનેક્શન મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે

  • Share this:
Relianceએ પોતાની જિયો ફાઇબર (Jiofiber) સર્વિસ લોન્ચ કરી દીધી છે. જિયો ફાયબર લોન્ચ કરવાની જાહેરાત 12 ઓગસ્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એન્યુલ જનરલ મીટિંગ (એજીએમ)માં કરવામાં આવી હતી. જિયો ફાઇબરનું કનેક્શન મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ રીતે કરો નોંધણી

રિલાયન્સ જિયો ફાઇબરનું જોડાણ મેળવવા માટે તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે નીચે આપેલી પ્રક્રિયાને અનુસરીને કરી શકાય છે.

1. રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
2. લાઇવ ફાઇબર કનેક્શન માટે તમારું સરનામું દાખલ કરો.
3. પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો.4. 'Generate OTP' પર ક્લિક કરો.
5. ફોન પર પ્રાપ્ત કરેલો ઓટીપી દાખલ કરો.
6. રિલાયન્સ જિયોના એક્ઝિક્યુટિવ તમારી માહિતી મુલાકાત લેશે.

આ પણ વાંચો - FREE કોલિંગ અને 1 GBPS ઇન્ટરનેટ સ્પીડ, Jio ફાઇબરમાં છે આવા પ્લાન

JIOFIBER સર્વિસ સાથે જોડાયેલી સેવાઓ

1. અલ્ટ્રા હાઇ સ્પીડ બ્રોડબેન્ડ (1 જીબીપીએસ સુધી)
2. મફત ઘરેલું વોઇસ કોલિંગ, કોન્ફ્રેંસિંગ અને ઇન્ટરનેશનલ કોલિંગ
3. ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ
4. એન્ટરટેઇનમેન્ટ ઓટીટી એપ્સ
5. ગેમિંગ
6. હોમ નેટવર્કિંગ
7. ડિવાઇસ સિક્યોરિટી
8. વર્ચુઅલ રિયાલિટીનો અનુભવ
9. પ્રીમિયમ કન્ટેટ પ્લેટફોર્મ

આ પણ વાંચો - Relianceએ લોન્ચ કરી JioFiber બ્રોડબેન્ડ સર્વિસ, 699 રુપિયાથી શરુ થશે પ્લાન

- જિયો દ્વારા કરેલી ઘોષણા મતે જિયો ફાઇબર સાથે જિયો 4K સેટ ટોપ બોક્સ મળશે. જે ફક્ત તમારા પારંપિરક ટ્રેડિશનલ કેબલનું કામ નહીં કરે પણ તેમાં તમને વીડિયો કોન્ફ્રેંસિંગ, એપ્સનો એક્સેસ, ઓનલાઇન ગેમિંગ વગેરે ફિચર મળશે.
First published: September 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading