Home /News /business /Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો, અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો, અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

Petrol-Diesel Prices Today: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. શનિવારે એટલે કે 13મી ફેબ્રુઆરી, 2021ના સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

નવી દિલ્હી: સરકારી ઑઇલ કંપનીઓએ આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price Today)માં વધારો કર્યો છે. આ વધારે સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. દેશના મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમતમાં 25-30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસા સુધી વધારે કરાયો છે. મધ્યા પ્રદેશના ભોપાલમાં પેટ્રોલની કિંમત 96.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.86 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 98.98 રૂપિયા પ્રતિ લીટર છે છે, જ્યારે ડીઝલની કિંમત 90.82 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 13 February 2021)

દિલ્હી- પેટ્રોલ 88.44 રૂપિયા અને ડીઝલ 78.74 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 94.93 રૂપિયા અને ડીઝલ 85.70 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 89.73 રૂપિયા અને ડીઝલ 82.33 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નાઈ- પેટ્રોલ 90.70 રૂપિયા અને ડીઝલ 83.86 રૂપિયા પ્રતિ લીટર છે.
બેંગલુરુ-પેટ્રોલ 91.40 રૂપિયા અને ડીઝલ 83.47 રૂપિયા પ્રતિ લીટર છે.
ભોપાલ-પેટ્રોલ 96.39 રૂપિયા અને ડીઝલ 86.86 રૂપિયા પ્રતિ લીટર છે.
નોઇડા-પેટ્રોલ 87.28 રૂપિયા અને ડીઝલ 79.16 રૂપિયા પ્રતિ લીટર છે.
ચંડીગઢ-પેટ્રોલ 85.11 રૂપિયા અને ડીઝલ 78.45 રૂપિયા પ્રતિ લીટર છે.
પટના-પેટ્રોલ 90.84 રૂપિયા અને ડીઝલ 83.95 રૂપિયા પ્રતિ લીટર છે.
લખનઉ-પેટ્રોલ 87.22 રૂપિયા અને ડીઝલ 79.11 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના નિવેદન પર રક્ષા મંત્રાલયનો જવાબ- ભારતે કોઈ વિસ્તાર ચીનને નથી આપ્યો

સરકારનો રાહત આપવાનો ઇન્કાર: બુધવારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં લખિતમાં જવાબ આપીને કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ જ કપાત નહીં કરે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકાર પાસે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સ ઘટાડવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો: Driving License: આ રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો કર્યા હળવા, જાણો તમામ વિગત

આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
First published:

Tags: Business, Diesel, Oil, Petrol, Price rise