Home /News /business /LICનો દમદાર પ્લાન: માત્ર એક વખત આપવું પડશે પ્રીમિયમ, પછી દર મહીને મળશે રૂ. 12,000

LICનો દમદાર પ્લાન: માત્ર એક વખત આપવું પડશે પ્રીમિયમ, પછી દર મહીને મળશે રૂ. 12,000

ભારતીય જીવન વીમા નિગમે (LIC) સરલ પેન્શન યોજના (Saral Pension Shceme) શરૂ કરી છે (પ્રતિકાત્મક તસવીર)

LIC Plan - LICએ આ પોલિસી વિશે જણાવ્યું છે કે, આ પ્લાનમાં તમામ જીવન વીમા કંપનીઓ માટે સમાન નિયમો અને શરતો છે

નવી દિલ્હી : ભારતીય જીવન વીમા નિગમે (LIC) સરલ પેન્શન યોજના (Saral Pension Shceme) શરૂ કરી છે. જો તમે પણ કોઈ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારા માટે આ યોગ્ય તક છે. આ એક નોન-લિંક્ડ સિંગલ પ્રીમિયમ સ્કીમ (NonLinked Single Premium Scheme) છે. આ યોજના હેઠળ પોલિસીધારકોએ માત્ર એક જ વાર પ્રીમિયમ (One time Premium) જમા કરાવવાનું હોય છે, ત્યારબાદ પોલિસીધારકો (Policy Holder)ને જીવનભર રૂ. 12,000નું પેન્શન મળતું રહે છે.

વીમા નિયમનકાર IRDAI ની માર્ગદર્શિકા અનુસાર આ તાત્કાલિક એન્યુટી યોજના છે. LICએ આ પોલિસી વિશે જણાવ્યું છે કે, આ પ્લાનમાં તમામ જીવન વીમા કંપનીઓ માટે સમાન નિયમો અને શરતો છે. LICની આ યોજના હેઠળ પોલિસીધારકો ઉપલબ્ધ બે એન્યુટી વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે. આ યોજનામાં પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી લોન પણ મેળવી શકાય છે.

સિંગલ લાઇફ પેન્શન

ખરીદ કિંમતના 100% વળતર સાથે લાઇફ એન્યુટી આ પેન્શન સિંગલ લાઇફ માટે છે. એટલે કે આ પેન્શન પ્લાન એક વ્યક્તિ સાથે લિંક કરવામાં આવશે. જ્યાં સુધી પેન્શનરો જીવિત છે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહેશે. તે પછી નોમિનીને બેઝ પ્રીમિયમ મળશે.

પેન્શન યોજના જોઇન્ટ લાભ

પેન્શન યોજના જોઇન્ટ લાઇફ માટે આપવામાં આવે છે. તેમાં પેન્શન પતિ-પત્ની બંનેને મળે છે. તેમાં પતિ કે પત્ની જે પણ લાંબા સમય સુધી જીવંત રહે છે, તેમને પેન્શન મળે છે. જ્યારે બંને ન રહે ત્યારે નોમિનીને બેઝ પ્રાઇઝ મળશે.

આ પણ વાંચો - સુકન્યા સમૃદ્ધિ યોજના : માત્ર એક રૂપિયાની દૈનિક બચત સાથે બનાવી શકો છો 15 લાખનું ફંડ, જાણો શું છે સ્કીમ

શું છે આ પ્લાનની ખાસિયતો?

- હવે તે તમારા પર નિર્ભર રહેશે કે તમને દર મહિને પેન્શન જોઈએ છે કે પછી ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક. તમારે આ વિકલ્પ જાતે પસંદ કરવાનો રહેશે.

- આ પેન્શન સ્કીમ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લઈ શકાય છે.

- આ સ્કીમમાં વાર્ષિક 12000 રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવું પડશે. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

- આ યોજના 40થી 80 વર્ષના લોકો માટે છે.

- આ પ્લાનમાં પોલિસી ધારકને પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી ગમે ત્યારે લોન મળશે.

- જો તમે માસિક પેન્શનનો લાભ લેવા માંગતા હોવ તો મહિનામાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

- તેવી જ રીતે ત્રિમાસિક પેન્શન માટે, એક મહિનામાં ઓછામાં ઓછા 3 હજારનું રોકાણ કરવું પડશે.
First published:

Tags: Investment, LIC Plan, બિઝનેસ

विज्ञापन