Gold Price Today: સોનું ફરી ચમક્યું, ચાંદીમાં પણ આવી જોરદાર તેજી, જાણો ભાવ

Gold Price Today: સોનું ફરી ચમક્યું, ચાંદીમાં પણ આવી જોરદાર તેજી, જાણો ભાવ
પ્રતીકાત્મક તસવીર.

Gold Silver Price, 2 April 2021: લગ્નની સિઝન પહેલા ચોના-ચાંદીની કિંમતમાં ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. જાણો સરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ.

  • Share this:
    નવી દિલ્હી: લગ્નની સિઝન (Marriage season) પહેલા સોના અને ચાંદીની કિંમતમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે શુક્રવારે ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે સોનું (Gold) 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 1400 રૂપિયાનીત તેજી જોવા મળી છે. 1 કિલો ચાંદી (Silver)નો ભાવ 65 હજાર રૂપિયા છે. ભારતીય બજારોમાં સોનાની કિંમતોમાં સતત ઘટાડા બાદ હવે તેજી જોવા મળી રહી છે.

    આજે સોનાનો ભાવ: શુક્રવારે 22 કેરેટ સોનાનો ભાવ 43,380 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 44,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.



    ચાંદીની કિંમત: ચાંદીની કિંમતમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી છે. આજે ચાંદીના ભાવમાં 1,400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ ચાંદીનો ભાવ 65,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

    આ પણ વાંચો: અનોખી પ્રેમગાથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધને 50 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન પ્રેમ ફરી મળ્યો

    મહાનગરોમાં સોનાનો ભાવ

    દિલ્હી- 43,810 રૂપિયા (22 કેરેટ) - 47,800 રૂપિયા (24 કેરેટ)
    મુંબઈ- 43,380 રૂપિયા (22કેરેટ) - 44,380 રૂપિયા (24 કેરેટ)
    ચેન્નાઈ- 42,390 રૂપિયા (22 કેરેટ) - 46,210 રૂપિયા (24 કેરેટ)
    કોલકાતા- 44,300 રૂપિયા (22કેરેટ) - 47,000 રૂપિયા (24 કેરેટ)

    આ પણ વાંચો: અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'

    સોનાની કિંમત વધશે: નિષ્ણાતોનું માનવું છે કે, લાંબા સમય સુધી સોનાની કિંમત ઓછી રહે તેવું કદાચ ન બને. ડૉલર નબળો પડવો, ફુગાવાનું દબાણ અને મોનેટરી વિસ્તારની સોનાની કિંમત પર સીધી અસર પડી રહી છે.

    આ પણ વાંચો: કોરોના બાદ હવે નવી રહસ્યમય બીમારીથી ફફડાટ, કેનેડામાં પાંચ લોકોનાં મોત

    સોનું ખરીદવાનો સારો મોકો: આજકાલ ઘરેલૂ બજારમાં સોનાની ખૂબ સારી માંગ છે. બીજી તરફ લગ્નની સિઝન ચાલી રહી છે. આથી માંગ હજુ વધશે. આથી કિંમતમાં ઘટાડો ઓછા સમય માટે જ જોવામાં આવી શકે છે. સોનું ખૂબ ઝડપથી બાઉન્સ બેક થશે. આથી જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે આ સારો મોકો છે.

    દુનિયાભરની વર્તમાન સ્થિતિને જોતા નિષ્ણાતોનું માનવું છે કે સોનું 52,000થી 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. જ્યારે અમુક નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 2021માં સોનું 63 હજારના સ્તરને પાર કરી શકે છે. આમ પણ દુનિયાભરમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 02, 2021, 14:29 pm

    ટૉપ ન્યૂઝ