Gold Prices Today: સસ્તામાં ખરીદો સોનું, બે મહિનામાં 48 હજારને પાર થશે ભાવ! જાણો આજનો ભાવ

ફાઇલ તસવીર: Shutterstock

Gold Prices Today 27 march 2021: જો તમે હોળી પહેલા સોનું ખરીદવાનું વિચાર રહ્યા છો તો તમારે માટે સારો મોકો છે. હોળી પહેલા ભારતમાં સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે હોળી પર સોનું (Gold) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હોળી (Holi 2021) પહેલા ભારતમાં સોનાનું કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવ સતત ઘટ્યા છે. શનિવારે 22 કેરેટ સોનાનો ભાવ 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગયો છે. આ ભાવ ઘટાડા બાદ 22 કેરેટ સોનાનો ભાવ 43,920 (પ્રતિ 10 ગ્રામ)થી ઘટીને 43, 760 થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 44,920 રૂપિયામાંથી ઘટીને 44,760 રૂપિયા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં સોનાની કિંમતમાં 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે.

    ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 43,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ચેન્નાઈમાં આ ભાવ 42,160 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં ભાવ 43,760 રૂપિયા છે.

    આ પણ વાંચો: કોરોનાએ લોકોને આપ્યું બચત અને રોકાણનું બ્રહ્મજ્ઞાન, આવી રીતે આર્થિક વ્યવહાર સંભાળો

    આજનો ભાવ

    આજે કેરળમાં 22 કેરેટ સોનું ખરીદવા માટે તમારે 41,700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 24 કેરેટ સોના માટે 45,490 રૂપિયા ચૂકવવા પડશે. લખનઉમાં 22 કેરેટ સોનાની કિંમત 43,850 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ 43,760 રૂપિયા છે, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 44,760 રૂપિયા છે.

    આ પણ વાંચો: SBI, HDFC, ICICI ગ્રાહકો માટે ખાસ સમાચાર! પહેલી એપ્રિલથી બંધ થઈ શકે છે SMS સેવા

    48,000 રૂપિયા સુધી ભાવ પહોંચી શકે

    નિષ્ણાતોનું માનીએ તો હાલ સોનાની કિંમત 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બહુ ઝડપથી MCX પર સોનું 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે. અનુજ ગુપ્તાએ કહ્યુ કે, આગામી બે મહિનામાં સોનાની કિંમત 48,000 રૂપિયા સુધી પહોંડવાની આશા છે. જયારે બે મહિનામાં ચાંદી 70,000 રૂપિયાથી લઈને 72,000 રૂપિયા વચ્ચે રહેશે. અન્ય એક નિષ્ણાત કહે છે કે સોનામાં સૌથી વધારે તેજી આવવાની આશા છે. ભાવ 45,500 રૂપિયાના સ્તરથી વધીને 48,000 થવાની સંભાવના છે.

    આ પણ વાંચો: દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઊછાળો, 62 હજાર નવા કેસ, 291 લોકોનાં મોત

    રોકાણ કરવું કેટલું ફાયદાકારણ રહેશે?

    કોમોડિટી નિષ્ણાતો પ્રમાણે સોના-ચાંદીમાં સેન્ટિમેન્ટ હકારાત્મક છે. તેઓએ લોકોને સોના-ચાંદીમાં રોકાણ જાળવી રાખવાની સૂચના આપી છે. MXC પર સોનાની કિંમત 48 હજાર પ્રતિ 10 ગ્રામ થવાની આશા છે. IIFL સિક્યોરિટીઝમાં કોમોડિટીઝ અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તાએ કહ્યુ કે, સોનાની કિંમતમાં આવેલો ઘટાડો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતને કારણે છે. આગામી બે મહિનામાં પીળી ધાતુમાં રોકાણનો સારો મોકો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: