Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, જાણી લો નવો ભાવ

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, જાણી લો નવો ભાવ
તસવીર: Shutterstock

Gold Silver Price, 31 March 2021: સોનાની કિંમતમાં સતત પાંચમાં દિવસે ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવ એક વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગયા છે.

  • Share this:
    નવી દિલ્હી: લગ્નની સિઝન (Marriage season) દરમિયાન સોનાના ભાવ (Gold price)માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોનાની કિંમતમાં આજે સતત પાંચમાં દિવસે ઘટાડો નોંધાયો છે. જેના પગલે સોનાના ભાવ છેલ્લા એક વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. આજે એમસીએક્સ (MCX) પર સોનું 0.3% ઘટીને 44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા સાત દિવસમાં આ સતત પાંચમો ઘટાડો છે. જો ચાંદી (Silver)ની વાત કરવામાં આવે તો ભાવમાં 0.8%નો ઘટાડો નોંધાયો છે. ચાંદી 62,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પર ટ્રેક કરી રહ્યું છે.

    સોનાની નવી કિંમત: દિલ્હીના સરાફા બજારમાં બુધવારે સોનાનો ભાવ 44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જે એક વર્ષની નીચલી સપાટી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.1% ઘટીને 1,683.56 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે.



    ચાંદીની કિંમત: ચાંદીની કિંમતમાં પણ બુધવારે ઘટાડો જોવામાં આવ્યો હતો. દિલ્હી સરાફા બજારમાં ચાંદી 0.8% ઘટીને 62,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદી 24.01 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિર છે.

    આ પણ વાંચો: દેશમાં કોરોનાનો કહેર: છેલ્લા 24 કલાકમાં 354 લોકોનાં મોત નોંધાયા

    સોના-ચાંદીના કાલના ભાવ: સતત પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કાલે સોનાનો ભાવ 44,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 63,985 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

    આ પણ વાંચો: બંગાળ ચૂંટણી: મમતાએ પોતાને શાંડિલ્ય કહ્યાં તો ગિરિરાજ બોલ્યા- હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા

    શું સોનાની કિંમતમાં ઘટાડો ચાલુ રહેશે?

    નિષ્ણાતોનું માનવું છે કે, લાંબા સમય સુધી સોનાની કિંમત ઓછી રહે તેવું કદાચ ન બને. ડૉલર નબળો પડવો, ફુગાવાનું દબાણ અને મોનેટરી વિસ્તારની સોનાની કિંમત પર સીધી અસર પડી રહી છે.



    આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

    સોનું ખરીદવાનો સારો મોકો: આજકાલ ઘરેલૂ બજારમાં સોનાની ખૂબ સારી માંગ છે. બીજી તરફ લગ્નની સિઝન ચાલી રહી છે. આથી માંગ હજુ વધશે. આથી કિંમતમાં ઘટાડો ઓછા સમય માટે જ જોવામાં આવી શકે છે. સોનું ખૂબ ઝડપથી બાઉન્સ બેક થશે. આથી જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે આ સારો મોકો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 31, 2021, 11:05 am

    ટૉપ ન્યૂઝ