ખુશખબર : સોનાની કિંમતમાં છ દિવસમાં 5000નો કડાકો, ફટાફટ જાણી લો નવો ભાવ

ખુશખબર : સોનાની કિંમતમાં છ દિવસમાં 5000નો કડાકો, ફટાફટ જાણી લો નવો ભાવ
ભારત વિશ્વમાં બીજા નંબરે સોનાની આયાત કરનાર મનાય છે. પણ એપ્રિલ 2020માં દેશમાં 50 કિલો સોનું જ આયાત કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ જ સમયમાં 110.8 ટન સોનું આયાત કરવામાં આવ્યું હતું. કિંમતની વાત કરીએ તો એપ્રિલમાં ગોલ્ડની આયાત એક વર્ષ પહેલા 3.97 બિલિયન ડોલરની તુલનામાં ઓછી થઇને 2.84 મિલિયન ડૉલર થઇ ગઇ છે.

મંગળવારે દેશની રાજધાની નવી દિલ્હીની સરાફા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 40 હજાર રૂપિયાથી નીચે રહી હતી. માંગ ઘટવાને કારણે ચાંદીની કિંમતમાં પણ સતત ઘટાડો નોંધાયો.

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય રૂપિયો ફરીથી મજબૂત થતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં ઘટાડાને કારણે ઘરેલૂ બજારમાં સોનાની કિંમતો (Gold-Silver Prices Falls)માં ફરીથી ઘટાડો નોંધાયો છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના સરાફા બજાર (Gold Spot Price)માં 10 ગ્રામ સોનું 80 રૂપિયા સસ્તુ થયું હતું. જ્યારે માંગ ઘટવાને કારણે ચાંદીની કિંમતમાં પ્રતિકિલોગ્રામે 734 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  સોનાનો નવો ભાવ (Gold Price 17th March 2020) :  ઘરેલૂ બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગઈ છે. મંગળવારે 10 ગ્રામ સોનાની નવી કિંમત 39,759થી ઘટીને 39,719 રૂપિયા રહી હતી. આ દરમિયાન કિંમતમાં પ્રતિ 10 ગ્રામે 80 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ પહેલા મંગળવારે દિલ્હીના સરાફા બજારમાં 10 ગ્રામ સોનાની કિંમતનો ભાવ 41,155થી વધીને 41,610 રૂપિયા થયો હતો. જ્યારે શુક્રવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાના 10 ગ્રામના ભાવમાં 1,097 રૂપિયા ઘટાડો થયો હતો.

  આ પણ વાંચો : Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય

  ચાંદીની નવી કિંમત (Silver Rate 17th March 2020) :

  સોનાની કિંમતની જેમ ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે ચાંદીની કિંમત 36,682થી ઘટીને 35,948 રૂપિયા થઈ ગઈ છે. આ દરમિયાન ચાંદીમાં 734 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરાને કારણે ઇન્ડસ્ટ્રીઓની ગતિવિધિ મંદ પડતા માંગ ઘટી છે. જેના કારણે કિંમતમાં ઘટાડો થયો છે.

   

  આ પણ વાંચો : કોરોના પર RBIએ ઉઠાવ્યા આ બે મોટા પગલાં, આગામી બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના

  સોના-ચાંદીની કિંમતમાં ઘટાડાનું કારણ શું?

  HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટિઝ) તપન પટેલનું માનવું છે કે રોકાણકારો હવે સોના અને ચાંદીમાંથી નફો વસૂલીને શેરબજારમાં થયેલું નુકસાન સરભર કરી રહ્યા છે.

  છ દિવસમાં 5000 રૂપિયા સસ્તું થયું સોનું :

  ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઘરેલૂ ફ્યૂચર માર્કેટમાં સોનાની કિંમતો સતત ઘટી રહી છે. ગત પાંચ કામકાજના દિવસ દરમિયાન સોનું 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા ઘટાડાને કારણે ઘરેલૂ સ્તર પર સોનાની કિંમત ઘટી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:March 17, 2020, 17:50 pm

  ટૉપ ન્યૂઝ