રૂ. 5,000 કેશબેક અને 6.5%ના વ્યાજ દરે 100% લોન, જાણો હોન્ડા એક્ટિવા 6Gની ઑફર્સ

રૂ. 5,000 કેશબેક અને 6.5%ના વ્યાજ દરે 100% લોન, જાણો હોન્ડા એક્ટિવા 6Gની ઑફર્સ
પ્રતીકાત્મક તસવીર

કંપની ગ્રાહકોને 2,499 રૂપિયા લૉ ડાઉન પેમેન્ટ વિકલ્પ પણ આપી રહી છે, જ્યારે વ્યાજ દર 6.5 ટકા રાખવામાં આવ્યો છે.

 • Share this:
  મુંબઈ: હોન્ડા એક્ટિવા ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. 2000માં લોન્ચ થયા પછી તેના 2.5થી વધુ કોર યુનિટ વેચાયા છે. વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે હોન્ડા એક્ટિવા તેની નવી હોન્ડા એક્ટિવા 6G પર સારી ડીલ આપી રહી છે. ઑફર મુજબ, કંપની હોન્ડા એક્ટિવા 6G પર 100% ફાઇનાન્સ આપી રહી છે. જોકે, જ્યારે તમે હોન્ડા એપ્રુવ્ડ બેંકો પાસેથી સ્કૂટર ખરીદો, ત્યારે જ આ ઑફરનો લાભ મળશે. આ ઉપરાંત તેમાં 5,000 રૂપિયાનું કેશબેક પણ ઑફર કરાયું છે. આ કેશબેક એ ગ્રાહકોને આપવામાં આવશે, જે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા EMI મોડ પર ચૂકવણી કરે છે.

  હોન્ડા એક્ટિવા 6G બે વેરિએન્ટમાં છે - STD અને DLX. હોન્ડા એક્ટિવા 6G STD વેરિઅન્ટ 66,799 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે તેનું DLX વેરિઅન્ટ્સ 68,544 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ દિલ્હીના એક્સ શોરૂમ પ્રાઈઝ છે.  આ પણ વાંચો: જામનગરમાં જમાઈ બન્યો 'જમ': મકાનના વાસ્તાનું નિમંત્રણ આપવા આવેલા સસરાનું ઢીમ ઢાળી દીધું

  કંપની ગ્રાહકોને 2,499 રૂપિયા લૉ ડાઉન પેમેન્ટ વિકલ્પ પણ આપી રહી છે, જ્યારે વ્યાજ દર 6.5 ટકા રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં હોન્ડા શાઇન પર પણ આ જ પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે. હોન્ડા શાઇન 125CC કંપનીની સૌથી વધુ વેચાયેલી બાઇક છે. કંપનીએ આ ઑફર મેળવવા માટે છેલ્લી તારીખ જાહેર કરી નથી. હોન્ડા શાઇનની કિંમત 70,478 રૂપિયાથી શરૂ થાય છે.

  આ પણ વાંચો: કાર અકસ્માત બાદ દોડી આવેલા 108ના સ્ટાફે 2.3 કિલોગ્રામ સોનું ચોરી લીધું, પોલીસે 24 કલાકમાં ભેદ ઉકેલ્યો

  આ પણ વાંચો: અમદાવાદ: 'જેક અંકલ દરવાજો ખોલો,' NRI વૃદ્ધના ઘરમાં અડધી રાત્રે ચોરી, લૂંટારુઓએ વૃદ્ધના હાલ કર્યાં બેહાલ

  હોન્ડા એક્ટિવા 6G 109.51CC BS6 એન્જિનથી સજ્જ છે, જે 7.68 Bhp અને 8.79 MN ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા એક્ટિવા 6Gનું વજન 107 કિલો છે અને તેમાં ફ્યુઅલ ટેન્કની ક્ષમતા 5.3 લિટર છે. તે ડ્રમ બ્રેક્સ ઉપરાંત ટ્યુબલેસ ટાયર સાથે આવે છે. સેલ્ફ-સ્ટાર્ટ સિવાય, સ્કૂટરમાં LED હેડલેમ્પ્સ, ડબલ ઢાંકણા સાથે ફ્યુલ ફીલિંગ અને ટેલિસ્કોપિક સસ્પેન્શન છે. હોન્ડા એક્ટિવા 6G બે વેરિઅન્ટ અને 8 કલરમાં ઉપલબ્ધ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 25, 2021, 13:33 pm

  ટૉપ ન્યૂઝ