Home /News /business /

PPF Scheme: શું તમારા બાળકોનું PPF એકાઉન્ટ છે? જાણો, તેનાં વ્યાજ પર ટેક્સ લાગશે કે નહીં

PPF Scheme: શું તમારા બાળકોનું PPF એકાઉન્ટ છે? જાણો, તેનાં વ્યાજ પર ટેક્સ લાગશે કે નહીં

PPF ખાતાની વાત કરીએ તો, ગ્રાહકો આ ખાતામાં ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકે છે

PPF Account - પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 2019 હેઠળ પીપીએફ ખાતામાં વાર્ષિક રૂ. 1.50 લાખ સુધીના યોગદાન પર ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF Scheme), 2019 હેઠળ કોઈપણ વ્યક્તિ તેનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું (PPF Account) ખોલાવી શકે છે. તમે તમારા સગીર બાળકોના નામે પીપીએફ (Minor Children PPF Account) ખાતું પણ ખોલાવી શકો છો. હવે સવાલ એ ઊભો થાય છે કે જે નોકરિયાત લોકોનો પગાર વધારે છે, શું તેઓ પોતાના સગીર બાળકોના નામે પીપીએફ ખાતું ખોલાવીને ટેક્સ છૂટનો (Tax Benefits) લાભ લઈ શકે છે. આ અંગે આવકવેરા વિભાગનો નિયમ (Income Tax Rule) શું છે તે જાણવો જરૂરી છે.

શું છે ઇન્કમ ટેક્સનો નિયમ?

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 2019 હેઠળ પીપીએફ ખાતામાં વાર્ષિક રૂ. 1.50 લાખ સુધીના યોગદાન પર ટેક્સ મુક્તિ ઉપલબ્ધ છે. સગીર બાળકોના પીપીએફ ખાતામાં ફાળો પણ આમાં સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે તમારા સગીર બાળકોનું PPF ખાતું ખોલાવ્યું છે, તો તમારા અને તે બાળકોના ખાતામાં કુલ યોગદાન રૂ. 1.50 લાખની મર્યાદાથી વધુ ન હોવું જોઈએ. આ મર્યાદા સુધીના રોકાણોમાંથી મળેલી આવક કર મુક્તિ માટે પાત્ર છે.

તમારી આવકમાં ઉમેરાશે વ્યાજ

સગીર બાળકના PPF ખાતામાંથી મળેલી આવક (સગીર અપંગ સિવાય) માતા-પિતાની આવકમાં ઉમેરવામાં આવે છે. આવકવેરાની કલમ 10(11)ની જોગવાઈઓ અનુસાર, PPF ખાતામાંથી મેળવેલા વ્યાજ સહિત વાર્ષિક રૂ. 5 લાખ સુધીની આવક કરપાત્ર નથી. જો તમે સગીર બાળકો માટે PPF ખાતું ખોલાવ્યું છે, તો તમારા આવકવેરા રિટર્નમાં તે ખાતાઓમાંથી મળેલા વ્યાજનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

આ પણ વાંચો - બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં? અહીં જાણો બધું

જો તમારી પત્ની પણ કરદાતા છે, તો તે પણ પોતાની અંગત આવકમાંથી PPF ખાતામાં વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. તેના પર તેમને ટેક્સમાં છૂટ પણ મળશે, પરંતુ આ માટે તેમણે પોતાનું વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે.

શું છે પીપીએફ એકાઉન્ટ?

PPF ખાતાની વાત કરીએ તો, ગ્રાહકો આ ખાતામાં ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકે છે. આ સિવાય જો તેની મેચ્યોરિટી વિશે વાત કરીએ તો તે સમયગાળો 15 વર્ષ છે. તે જ સમયે જો તમને વધુ પૈસાની જરૂર હોય તો 8 વર્ષ પછી તમે તેના કેટલાક ટકા ડેબિટ કરી શકો છો. કોઈ વ્યક્તિ નાણાંકીય વર્ષમાં 12થી વધુ વખત પીપીએફમાં જમા કરી શકતી નથી. ધ્યાનમાં રાખો કે જો ખાતાધારક બંધ પીપીએફ ખાતા સિવાય બીજું પીપીએફ ખાતું ખોલવા માંગે છે તો તેને મંજૂરી આપવામાં આવશે નહીં, કારણ કે આવો કોઈ નિયમ નથી. કોઈ એક વ્યક્તિ પાસે બે PPF ખાતા હોઈ શકે નહીં.
First published:

Tags: PPF, PPF Account, PPF Scheme

આગામી સમાચાર