નવી દિલ્હી : હાલના સમયમાં દુનિયા એક એવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, જેમાં લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે. ભારતમાં પણ અનેક કંપનીઓ નોકરીઓ આપવાની પરિસ્થિતિમાં નથી. એવામાં લોકોને કામની શોધ છે. એવામાં તમે એવા કોઈ બિઝનેસ વિશે વિચારી રહ્યા હોય જેમાં તમને સારી આવક થઈ શકે. તો આવો જ એક બિઝનેસ છે સોલર પેનલનો બિઝનેસ. જે દુનિયાભરમાં ઝડપથી વધી રહેલો બિઝનેસ છે. આ બિઝનેસ કેવી રીતે કરવામાં આવે, કેવી રીતે શરૂ થાય છે અને આવક કેટલી થાય છે, એ જાણવા માટે અમે હરિયાણાની સોલર કંપની લૂમ સોલર સાથે વાતચીત કરી.
કેમ ભવિષ્યનો બિઝનેસ છે સોલર પાવર?
વિજળીની અછત અને સ્માર્ટ બિઝનેસ માટે વૈકલ્પિક ઉર્જા એટલે કે, સોલર ઉર્જા પર નિર્ભરતા આગામી દિવસોમાં ઝડપથી વધશે. તો, દેશમાં ડબલ્યૂટીઓની ગાઈડલાઈન પર 2022 સુધી 20,000 મેગાવોટથી એક લાખ મેગાવોટ સુધી સૌર ઉર્જા પેદા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ ઐતિહાસિક પેરિસ જળવાયું કરાર હેઠળ ભારતે 2030 સુધી 40 ટકા વિજળી પેદા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. મેક ઈન ઈન્ડીયા હેઠળ સોલર પેનલ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પોતાનો ખુદનો બિઝનેસ સિવાય આ સેક્ટરમાં નોકરીઓની પણ અછત નથી. International Renewable Energy Agency અનુસાર, દુનિયાભરમાં ગત એક વર્ષમાં રિન્યૂએબલ એનર્જિ સેક્ટરમાં 11 મિલિયનથી વદારે નોકરીઓ પેદા થઈ છે. આ સિવાય ભારત આ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
કેમ છે વન વર્લ્ડ, વન સન, વન ગ્રિડ પ્લાન?
આ દુનિયાને સોલર પાવર પેનલ સાથે જોડવાનો વિસ્તૃત પ્લાન છે, જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વખત વાત કરી છે. આ હેઠળ એક કોમન ગ્રિડ દ્વારા 140 દેશોને જોડવાની યોજના છે. ગ્લોબલ ગ્રીડની યોજનાનું ભારત તરફથી સહસંસ્થાપિત ઈન્ટરનેશનલ સોલર એલાયન્સને મજબૂત કરશે, જેમાં હાલમાં ભારત સહિત 67 દેશ સામેલ છે. આનાથી તમે આ સેક્ટરમાં કેટલો મોકો છે તેનો અંદાજો લગાવી શકો છો.
બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય?
હરિયાણા સોલર પેનલ લૂમ સોલર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન આત્મનિર્ભર ભારત હેઠળ કોઈ પમ સ્ટાર્ટઅપ, બિઝનેસમેન અથવા પ્રોફેશનલ કંપનીને બિઝનેસનો મોકો આપી રહી છે. આ હેઠળ સોલર બિઝનેસ શરૂ કરવાની 3 રીત છે. લૂમ સોલર, દેશની સોલર પેનલ મેન્યુફેક્ચરિંગની મોટી કંપની છે. કંપની લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સોલર પેનલ અને એસી મોડ્યૂલ બનાવે છે. ખાસકરીને ઘરોમાં સોલર પેનલના ઉપયોગને ધ્યાનમાં રાખી કામ કરે છે. લૂમ સોલરની હરિયાણાની સોનીપતમાં સોલર પેનલ બનાવવાની ફેક્ટરી છે. કંપનીના હાલમાં 1500થી વધારે રિટેલ ડિલર્સ છે.
1 - ડિલર
કંપની સાથે ડીલર તરીકે બિઝનેસ શરૂ કરી શકાય છે. તેના માટે કંપનીની ડિલરશીપ લેવી પડશે. આ લિંક પર https://www.loomsolar.com/products/dealer-registrationક્લીક કરી તમે વધારે માહિતી મેળવી શકો છો અને ખુદને રજિસ્ટર કરી શકો છો.
2 - ડિસ્ટ્રીબ્યુટર્સ
કંપની સાથે બિઝનેસ શરૂ કરવાની આ બીજી રીત છે. કંપની દરેક શહેરમાં એક ડિસ્ટ્રીબ્યૂટર્સ બનાવે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ બનવા માટે આ લિંક પર https://www.loomsolar.com/products/distributor-registration ક્લિક કરો અને તેની જરૂરી જાણકારી તમને મળી શકે છે.
3 - ઈન્ફ્લ્યુએન્સર
કોઈ પણ સ્ટુડન્ટ અથવા હાઉસવાઈફ પણ બિઝનેસ શરૂ કરી શકે છે. ઘરે બેઠા આ કામ કરી શકાય છે. ઈન્ફ્લ્યુએન્સર હેઠલ કંપનીની એફીલેટ માર્કેટિંગ સાથે જોડાઈ શકો છો. તેની ડિટેલ્સ માટે https://www.loomsolar.com/pages/become-an-affiliate-earn-money પર ક્લિક કરવું પડશે.
શું કરે છે લૂમ સોલર
- કટિંગ એજ ટેક્નોલોજી પ્રોડક્ટ - મોનો પેનલ ક્ષ એસી મેડ્યુલ બનાવનાર ઈન્ડીયાની પ્રથમ કંપની છે, જે ઘરો માટે નાનાથી મોટી સાઈઝના સોલર પેનલ બનાવે છે.
- નો સ્ટોકિંગ મોડલ - રીસેલરને સામાન ત્યારે ખરીદવાનો છે, જ્યારે તમારી પાસે કસ્ટમરનો ઓર્ડર હોય
- ભરોસાલાયક કંપની - સ્ટાર્ટઅપ ઈન્ડીયા અને AmazonSMBhavનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.
તમારા માટે આ સેક્ટરમાં અવસર કેમ છે?
કોઈ પણ બિઝનેસ કરતા પહેલા આ સૌથી જરૂરી પ્રશ્ન છે. તેનો જવાબ છે કે, ભારતની ભોગોલિક સ્થિતિ એવી છે કે, જ્યાં વર્ષમાં એવરેજ 300 દિવસ તડકો રહે છે. પ્રાકૃતિક ઈંધણ ઓછુ થઈ રહ્યું છે, અને પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે. એવામાં સરકાર ઈચ્છે છે કે, દેશ સૌર ઉર્જા તરફ આગળ આવે અને વિજળી પર નિર્ભરતા ઓછી થાય. જેથી રાજ્ય તથા કેન્દ્ર સરકાર સળંગ સૌર ઉર્જાનો ઉપયોગ વધારવ માટે સુવિધાઓ આપી રહી છે. એટલે કે, સોલર પેનલ એક એવો બિઝનેસ છે, જેમાં પીએમ મોદીના આત્મનિર્ભર ભારત હેઠળ તમે સરળતાથી કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો.
રોકાણ માટે પૈસા ક્યાંથી આવશે?
આમ તો આમાં શરૂઆતમાં રોકાણ ખુબ ઓછુ છે પરંતુ તો પણ તમારી પાસે પૈસા નથી તો, કેટલીક બેન્ક તેના માટે ફાયનાન્સ કરે છે. તમે તેના માટે સોલર સબસિડી સ્કીમ, કુસુમ યોજના, રાષ્ટ્રીયસૌર ઉર્જા મિશન હેઠળ બેન્ક પાસેથી SME લોન લઈ શકો છો. એક અનુમાન અનુસાર, આ બિઝનેસથી મહિને 30 હજાર રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. આ હેઠળ સાથે સોલર બિઝનેસ માટે અનેક સ્કીમ હેઠળ ભારત સરકાર 30 ટકા સુધીની સબસિડી આપે છે. આ સ્કીમ વિશે તમે જિલ્લાના અક્ષય ઉર્જા વિભાગમાં જઈ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.