Home /News /business /Business Idea: માત્ર રૂ. 25 હજાર સાથે શરૂ કરી શકાશે આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી
Business Idea: માત્ર રૂ. 25 હજાર સાથે શરૂ કરી શકાશે આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી
નોકરીથી કંટાળી ગયા હોવ તો શરૂ કરો આ બિઝનેસ
આજે અમે તમને આવા જ બિઝનેસ (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તમે માત્ર રૂ. 25,000 નું રોકાણ કરીને દર મહિને રૂ. 50,000 સુધી સરળતાથી કમાઈ શકો છો.
નોકરીની માથાકુટોથી બચવા માટે ભાગ્યે જ કોઈ એવું માણસ હશે જે પોતાનો બિઝનેસ શરૂ કરવા નથી ઈચ્છતું. લોકો પોતાનો બિઝનેસ શરૂ કરીને બમ્પર કમાણી કરવા માંગે છે. આવી સ્થિતિમાં, તમે ઘરે બેસીને એક નાનો બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં નોકરી કરતાં વધુ કમાણી થવાની સંભાવના છે.
આજે અમે તમને આવા જ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તમે માત્ર રૂ. 25,000 નું રોકાણ કરીને દર મહિને રૂ. 50,000 સુધી સરળતાથી કમાઈ શકો છો. અમે તમને કાર વોશિંગ બિઝનેસ (Car washing business) વિશે જણાવી રહ્યા છીએ. તમને આ રોડસાઇડ બિઝનેસ લાગશે, પણ અસલમાં એવું નથી. આ એક ખૂબ જ સારો અને કમાણી કરી આપતો બિઝનેસ છે.
જો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો આ એક સારો પ્રોફેશનલ બિઝનેસ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે, જો તમારું કામ ચાલે તો તમે કાર મિકેનિકને હાયર કરીને તમારા બિઝનેસમાં નવું યુનિટ પણ ઉમેરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે શરૂ થશે આ બિઝનેસ.
કાર વોશિંગ એટલે કાર ધોવા માટે પ્રોફેશનલ મશીનની જરૂર પડે છે. બજારમાં ઘણા પ્રકારના મશીનો ઉપલબ્ધ છે. તેમની કિંમત રૂ. 12,000 થી લઈને રૂ. 1 લાખ સુધીની છે. જો તમારે નાના પાયે શરૂઆત કરવી હોય તો તમે ઓછા ખર્ચે મશીન ખરીદી શકો છો. બાદમાં, જ્યારે તમારો બિઝનેસ શરૂ થાય અને તેનો વ્યાપ વધે ત્યારે તમે મોટી મશીનોનો ઉપયોગ કરી શકો છો. રૂ. 14,000ની કિંમતનું મશીન ખરીદો. આમાં તમને 2 હોર્સ પાવર મશીન મળશે જે વધુ સારી રીતે કામ કરશે. આ રૂ. 14,000માં તમને પાઇપ અને નોઝલ બધું જ મળી જશે.
આ સિવાય તમારે 30 લિટરનું વેક્યુમ ક્લીનર લેવું પડશે જેની કિંમત લગભગ રૂ. 9,000-10,000 હશે. શેમ્પૂ, ગ્લોવ્સ, ટાયર પોલિશ અને ડેશબોર્ડ પોલિશના પાંચ લિટર કેન સહિત ધોવા માટેની વસ્તુઓની કિંમત આશરે રૂ. 1,700 હશે. એક વાત ધ્યાનમાં રાખો કે, તમારે તમારો બિઝનેસ એવી જગ્યાએ સ્થાપિત કરવાનો કે, જ્યાં ભીડ ન હોય. નહિંતર કાર તમારા આઉટલેટની બહાર પાર્ક કરવામાં આવશે. જે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સાથે જ તમે મિકેનિકની દુકાનથી તેને અડધુ ભાડું ચૂકવીને તમારું વોશિંગનું કામ શરૂ કરી શકો છો. આનાથી પૈસાની પણ બચત થશે અને તમે એ પણ જોઈ શકશો કે તે વિસ્તારમાં કેવો રિસ્પોન્સ મળે છે.
કાર વોશિંગ ચાર્જીસ દરેક શહેરમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે નાના શહેરોમાં તે રૂ. 150-450 સુધી હોય છે. બીજી તરફ, મોટા શહેરોમાં તેની કિંમત રૂ. 250 સુધી પહોંચી શકે છે. જ્યારે સ્વિફ્ટ ડીઝાયર, હ્યુન્ડાઈ વર્ના જેવી જેવી મોટી કાર માટે રૂ. 350 અને SUV માટે રૂ. 450 સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જો તમને દરરોજ 7-8 કાર વોશિંગ માટે મળે છે અને કાર દીઠ સરેરાશ રૂ. 250 કમાણી થાય છે, તો દરરોજ તમે રૂ. 2000 સુધીની કમાણી કરી શકો છો. આ સાથે તમે બાઇક પણ વોશિંગ માટે મેળવી શકો છો. જો આટલું ન હોય તો પણ તમે સરળતાથી મહિને રૂ. 40-50 હજાર કમાઈ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર