SBI Kids Online Account: નાના બાળકોની સ્કોલરશિપ કે ઇન્વેસ્ટમેન્ટ માટે માતા-પિતા નાનપણથી જ બાળકનું બેંક ખાતું (Minor Bank Account) ઈચ્છતા હોય છે. જોકે માતા-પિતા દ્વિધામાં હોય છે કે બાળકનું બેંક એકાઉન્ટ ખુલશે કે નહીં. જોકે દેશની સૌથી મોટી બેન્ક SBIમાં ઑનલાઇન જ બાળકનું એકાઉન્ટ કઈ રીતે ખોલવું, શું ડોક્યુમેન્ટ જરૂર પડશે તેની માહિતી આજે અમે તમને આપીશું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ માઈનોર(Minor) બાળકોના બચત ખાતા ખોલવા માટે પેહલા કદમ(Pehla Kadam) અને પેહલી ઉડાન(Pehli Udan) નામથી ઓનલાઇન ઓફર શરૂ કરી છે. આ બેંક ખાતાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી છે, એટલે બાળક એક દિવસમાં અમુક મર્યાદા કરતા વધુ પૈસા ન ઉપાડી શકે.
Pehla Kadam સેવિંગ એકાઉન્ટ:
કોઈપણ વયના સગીર બાળકો સાથે વાલીઓ અથવા ગાર્ડિયન સંયુક્ત ખાતું ખોલી શકે છે. આ ખાતું માતા-પિતા અથવા ગાર્ડિયન(વાલી) અથવા બાળકો દ્વારા એકલા સંચાલિત થઈ શકે છે.
સેવિંગ એકાઉન્ટ સાથે મોબાઇલ બેન્કિંગ સુવિધા પણ મળશે, જેમાં તમામ પ્રકારના બીલ ચૂકવી શકાય છે. તેમાં દરરોજની 2000 રૂપિયાની ટ્રાન્ઝેકશન લિમિટ છે.
બાળકોના નામે બેંક ખાતું ખોલવામાં આવે, ત્યારે એટીએમ-ડેબિટ કાર્ડની સુવિધા પણ મળે છે. આ કાર્ડ સગીર બાળક અને વાલીના નામે આપવામાં આવશે. જોકે તેમાં ઉપાડ મર્યાદા 5000 રૂપિયા સુધીની છે.
તેમાં ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં દરરોજ 5000 રૂપિયા સુધીની લેવડદેવડ કરવાની મર્યાદા છે. આ સાથે તમામ પ્રકારના બીલ ભરી પણ શકો છો.
આ ખાતા ધારકોને ચેક બુક પણ મળે છે, જેમાં ખાતાધારકનો મોબાઇલ નંબર પણ હોય છે. આ ખાસ ચેકબુક માત્ર 10 ચેક જ સાથે આવે છે. સગીરના નામે ચેકથી લેવડદેવડ થઈ શકે છે, પરંતુ તેમાં ગાર્ડિયનની પરવાનગી જરૂરી છે. આ ખાતા સાથે માતા-પિતાને અકસ્માત ઈન્શ્યોરન્સ કવર(Personal Accident Insurance Cover) પણ મળે છે.
10 વર્ષથી ઉપરના બાળકો કે જેઓ જાતે સહી કરવા સક્ષમ હોય તેમનું બચત ખાતું(Saving Account) SBI Pehli Udan યોજના હેઠળ ખુલી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે આ એકાઉન્ટ સંપૂર્ણરીતે સગીર નામે હશે. ફક્ત તે જ તેને ઓપરેટ કરી શકશે.
બચત ખાતામાં એટીએમ-ડેબિટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમે દરરોજ 5000 રૂપિયા સુધી ઉપાડ કરી શકો છો. આ સાથે તેમાં મોબાઇલ બેન્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં પ્રતિ દિન 2000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આ સિવાય ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.
ઇન્ટરનેટ બેંકિંગ સુવિધાઓ ધરાવતા આ ખાતામાંથી પ્રતિ દિવસ રૂ. 5000 સુધી ટ્રાન્સફર કરી શકો છો. આ ખાતા સાથે પહેલા કદમ મુજબ જ ચેકબુકની સુવિધા મળે છે. પહેલી ઉડાન સેવિંગ એકાઉન્ટમાં સગીરને ઓવર ડ્રાફ્ટની કોઈ સુવિધા મળતી નથી.
બંને અકાઉન્ટની અમુક ખાસ સુવિધાઓ :
આ બંને ખાતામાં મન્થલી એવરેજ બેલેન્સ(Monthly Average Balance-MAB)ની કોઈ મર્યાદા નથી, એટલે કે માસિક સરેરાશ કેટલા પૈસા હોવા જોઈએ તેનો કોઈ નિયમ નથી.
આ ખાતામાં તમે મહત્તમ 10 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ રાખી શકો છો. બચત ખાતામાં વ્યાજના દર દૈનિક આધાર પર નક્કી કરવામાં આવે છે. એકાઉન્ટ નંબર બદલ્યા વિના જ કોઈપણ એસબીઆઇ શાખામાં એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે.
પહેલા કદમ અને પહેલી ઉડાન એકાઉન્ટમાં નોમિનીની સુવિધા પણ ઉપલબ્ધ છે.
તેમાં ખાસ રીતે ડિઝાઇન કરેલી બ્રાન્ડેડ પાસબુક મળે છે અને તેનો કોઈ ચાર્જ પણ લેવામાં આવતો નથી.
ઓટો સ્વીપની સુવિધામાં જેમાં ઓછામાં ઓછી 20,000 રૂપિયાની મર્યાદા હશે. પહેલા કદમ ખાતામાં માતાપિતા અથવા ગાર્ડિયન ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકે છે.
બાળકો રિકરીંગ(RD) ખાતું પણ ખોલી શકે છે, જેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.
>> બાળક(સગીર)નું જન્મ પ્રમાણપત્ર આવશ્યક રહેશે. >> ગાર્ડિયનના કેવાયસી(KYC) આધાર અને પાનકાર્ડની પણ જરૂર પડશે. >> સગીરના આધારકાર્ડ, ગાર્ડિયનની સહી.
" isDesktop="true" id="1080348" >
આ રીતે ખોલાવો એકાઉન્ટ :
>> સૌ પ્રથમ, બેંકની સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in અથવા www.sbi.co.in/web/personal-banking/home પર જાવ અને પછી Personal Banking પર ક્લિક કરી Apply Now પર ક્લિક કરો. ત્યારબાદ તમને Digital Savings Account અને Insta Savings Account દેખાશ.તેમાં તમે તમારી પ્રોસેસ શરૂ કરો. >> હવે તમારે Open a Digital Account ટેબ પર ક્લિક કરવાનું રહેશે. આગળના પેજમાં તમારી તમામ માહિતી ભરીને Submit કરો. મહત્વની >> નોંધનીય બાબત એ છે કે ખાતું ઓનલાઈન ખોલાવ્યા છતાં પણ એક વખત તમારે એસબીઆઈ બ્રાન્ચની મુલાકાત લેવી પડશે. આ સિવાય તમે બંને એકાઉન્ટ ઓફલાઇન નજીકની એસબીઆઈ શાખામાં જઈને પણ ખોલાવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર