ઘરે બેઠા મફતમાં આ રીતે બનાવો PAN કાર્ડ

ઘરે બેઠા મફતમાં આ રીતે બનાવો PAN કાર્ડ
આ રીતે પાન કાર્ડ ઓનલાઇન બનાવો.

વેબસાઇટ પર જઈને પાન કાર્ડ બનાવવાની સૌથી સરળ રીત જાણો.

 • Share this:
  મોદી સરકારની યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે અનેક સરકારી યોજનાઓથી વંચિત રહી શકો છો. સરકારે રોકડ વ્યવહારોમાં પાન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. જો તમે વાહન ખરીદવા માંગતા હોય તો પાન કાર્ડને જમા કર્યા વગર તેને ઘરે લઇ જઇ શકતા નથી. જાણીએ પાન કાર્ડ બનાવવાની સરળ રીત..

  (1) વેબસાઇટ પર જઈને આ રીતે કરો અરજી-ઈ-પાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આવકવેરા વિભાગની વેબસાઇટ પર www.incometaxindiaefiling.gov.in પર જાઓ અને લિંક્સમાં ઉપર આવી રહેલા ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ પર ક્લિક કરો. ત્યારબાદ આપેલી સુચનાઓ કાળજીપૂર્વક વાંચો. ત્યારબાદ ફરી ઇ-પાન પક ક્લિક કરો. ત્યાર બાદ યૂઝર્સને બતાવવામાં આવશે કે ફોર્મ ભરતી વખતે શૂ ભૂલો કરવી ન જોઇએ .  આ પણ વાંચો: 1 જુલાઇથી સરકાર ઘટાડી શકે છે સુકન્યા યોજના, PPF,NSCનાં વ્યાજદર  (2) મોબાઇલ પર આવશે ઓટીપી-કરદાતાને ઈ-પાન આધાર કાર્ડના આધાર પર આપવામાં આવશે. આથી તમામ માહિતીમાં નામ, જન્મ તારીખ, જાતિ, સંપૂર્ણ સાચું હોવું જોઈએ. ઇ-પાન અને આધારની માહિતી મેચ હોવી જોઇએ. કરદાતાએ તેમના આધાર કાર્ડથી લિંક મોબાઇલ નંબર પર પણ આપવો પડશે. આના પર વન ટાઇમ પાસવર્ડ અથવા OTP આવશે. આ મોબાઇલ નંબર વેરીફાઇ કરવો જોઈએ.

  (3) સફેદ પેપર પર આ રીતે કરો સાઇન-ઓટીપી આવ્યાં બાદ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, ત્યાર બાદ ઇ-પાનની એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થશે. ઈ-પાન કાર્ડ માટે યૂઝર્સોએ તેમના હસ્તાક્ષરની એક સ્કેન કોપી અપલોડ કરવી પડશે. એક સફેદ પેપર પર સાઇન કરો. તેનું રિઝોલ્યુશન 200 DPI અને સાઇઝ 10 KB હોવી જોઇએ, આ ફોટોને 2x4.5 સેન્ટિમીટર અને JPEG ફોર્મેટમાં અપલોડ કરો.  (4) 15 નંબરનો પાન કાર્ડ નંબર મોકલવામાં આવશે - પેપર સુવિધા સરળ હોવાથી યૂઝર્સનો કોઇપણ પ્રકારની હાર્ડ કૉપી આપવાની જરૂર નથી. ઇ-પાન કાર્ડની અરજી પૂર્ણ થઈ જાય પછી મોબાઇલ નંબર/ ઇમેઇલ આઈડી પર ઇ પાનકાર્ડ મોકલવામાં આવશે. આ પાન કાર્ડ ફક્ત વ્યક્તિગત લોકો જ લઇ શકે છે. કોઈ પણ પ્રકારની નાની મોટી કંપની માટે આ સુવિધા નથી.
  Published by:News18 Gujarati
  First published:June 30, 2019, 10:25 am

  ટૉપ ન્યૂઝ