નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India-SBI)ના બેન્કિંગ એન્ડ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યૂઝર્સ (YONO Users)ને બમ્પર ડિસ્કાઉન્ટ પર શોપિંગની તક મળશે. એસબીઆઇએ યોનો સુપર સેવિંગ ડેઝ (YONO Super Saving Days)ની જાહેરાત કરી છે, જેમાં 4થી 7 ફેબ્રુઆરી સુધી યોનો યૂઝર્સને શોપિંગ પર 50 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ (Discount Offers) મળશે. તેમાં યૂઝર્સને ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, અમેઝોન પર ઓનલાઇન શોપિંગ સહિત અનેક કેટેગરીમાં છૂટ મળશે.
યોનોના 100થી વધુ મર્ચન્ટ્સ સાથે કાર્નિવલ માટે ભાગીદારી
યોનોના લગભગ 3.45 કરોડથી વધુ યૂઝર્સ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. યોનોનએ તેના માટે અમેઝોન (Amazon), ઓયો (OYO), સેમસંગ (Samsung) અને યાત્રા (Yatra) સહિત 100થી વધુ મર્ચન્સ્થ સાથે ભાગીદારી કરી છે. યોનો સુપર સેવિંગ ડેઝમાં ઓયોની સાથે હોટલ બુકિંગ પર 50 ટકા સુધીની છૂટ મળી શકે છે. બીજી તરફ યાત્રા ડોટ કોમની સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકાની છૂટ મળશે.
આ ઉપરાંત સેમસંગ મોબાઇલ અને ટેબ્લેટ પર 15 ટકાની છૂટ મળશે. બીજી તરફ પેપરફ્રાયથી ફર્નિચર ખરીદવા પર 7 ટકા સુધીની વધારાની છૂટ મળશે. સાથોસાથ અમેઝોન સાથે પસંદગીની કેટેગરીની ખરીદી પર 20 ટકા સુધી કેશબેક મળશે.
એસબીઆઇના એમડી (રિટેલ એન્ડ ડિજિટલ બેન્કિંગ) સી.એસ. સેટ્ટીનું કહેવું છે કે યોનો સુપર સેવિંગ ડેઝ હેઠળ ગ્રાહકોને ખરીદી પર સારી ઓફર અને છૂટ મળશે. આ શોપિંગ કાર્નિવલને યોનો યૂઝર્સ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે માત્ર 3 વર્ષમાં યોનોને 7.4 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. બીજી તરફ, 3.45 કરોડથી વધુ રજસ્ટર્ડ યૂઝર્સ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર