Home /News /business /Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખરીદી શકશો સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો શું છે ફાયદા

Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખરીદી શકશો સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો શું છે ફાયદા

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા તમને નહીં ખબર હોય.

જો તમારે પણ સરકાર પાસેથી સોનું ખરીદવું હોય તો મોકો આવી રહ્યો છે. જેમાં તમે પેપર ગોલ્ડ એટલે કે બોન્ડના સ્વરુપે સરકાર પાસેથી સોનું ખરીદી શકો છો અને પછી જ્યારે ઇચ્છો ત્યારે તેને વેચીને કમાણી કરી શકો છો. ઘણીવાર બોન્ડની કિંમત સોનાની બજાર કિંમત કરતા ઓછી હોય છે. તો આવો જાણીએ સોનવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના ફાયદા અને કોણ અને કેવી રીતે ખરીદી શકે, તેમજ હવે ફરી ક્યારે સબ્સ્ક્રિપ્શન માટે ઈશ્યુ બહાર પાડવામાં આવશે.

વધુ જુઓ ...
  વર્તમાન સમયે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)ને ભૌતિક સોનાનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. ત્યારે 2022-23 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (એસજીબી) સ્કીમ (Sovereign Gold Bond (SGB) scheme)નો બીજો હપ્તો 22 ઓગસ્ટે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 26 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે. જેના થકી તમે ખરીદી કરી શકશો. બોન્ડ માટે ઇશ્યૂ પ્રાઇસ (Issue Price of Sovereign Gold Bond) ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહી ઉલ્લેખનીય છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડને સોનું રાખવા કરતાં વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. ત્યારે સોવરેન ગોલ્ડ બોન્ડ અંગે સમજણ ખૂબ જરૂરી બની જાય છે. અહીં સોવરેન ગોલ્ડ બોન્ડ વિશે રોકાણકાર માટે ચાવીરૂપ વિગતો આપવામાં આવી છે.

  3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

  સોવરેન ગોલ્ડ બોન્ડ એટલે શું?

  સોવરેન ગોલ્ડ બોન્ડ એ સરકારી સિક્યોરિટીઝ છે. જેની ગણતરી ગ્રામ સોનામાં થાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડને ભૌતિક સોનું રાખવાનો વિકલ્પ ગણવામાં છે. રોકાણકારોએ ઇશ્યૂ પ્રાઇસ રોકડમાં ચૂકવવી પડે છે અને મેચ્યોરિટી થાય ત્યારે બોન્ડ્સને રોકડમાં રિડીમ કરવામાં આવે છે.

  સોવરેન ગોલ્ડ બોન્ડને એક વર્ષમાં ઘણી વખત જારી કરવામાં આવે છે અને આરબીઆઈ દરેક ઇશ્યૂ માટે કિંમત નક્કી કરે છે. યુઝર્સ તે ખરીદી અથવા વેચી શકે છે.

  સોવરેન ગોલ્ડ બોન્ડમાં કોણ રોકાણ કરી શકે?

  ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ ભારતમાં નિવાસી વ્યક્તિ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે પાત્ર છે. લાયક રોકાણકારોમાં વ્યક્તિ પોતે, એચયુએફ, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓનો સમાવેશ થાય છે. બિન નિવાસી ભારતીયો પણ તેનો લાભ લઈ શકે છે.

  ખુશખબર! CNG અને PNG ગેસની થઈ શકે છે સસ્તા, સરકારે લીધો આ મોટો નિર્ણય

  કઈ રીતે ખરીદી શકાય?

  આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ બોન્ડ્સનું વેચાણ કોમર્સિયલ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએચસીઆઇએલ), પોસ્ટ ઓફિસ અને નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ કરવામાં આવે છે.

  આ બોન્ડ્સમાં કેટલું રોકાણ કરી શકાય?

  બોન્ડ્સ એક ગ્રામ સોના મુજબ અને ગુણાંકમાં જારી કરવામાં આવે છે. બોન્ડમાં લઘુત્તમ રોકાણ એક ગ્રામ છે, જેમાં વ્યક્તિઓ માટે 4 કિલોગ્રામ, હિન્દુ અવિભાજિત પરિવાર (એચયુએફ) માટે 4 કિલો અને ટ્રસ્ટો અને સમાન સંસ્થાઓ માટે 20 કિલોના સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા છે. આ બાબતે સરકાર દ્વારા દર નાણાંકીય વર્ષમાં નોટિફાઇડ કરવામાં આવે છે.

  જોઇન્ટ હોલ્ડિંગના કિસ્સામાં મર્યાદા પ્રથમ અરજદારને લાગુ પડે છે. વાર્ષિક ટોચમર્યાદામાં સરકાર દ્વારા ઇનિશિયલ ઇશ્યૂ કરતી વખતે વિવિધ હપ્તા હેઠળ સબ્સ્ક્રાઇબ કરેલા બોન્ડ્સ અને સેકન્ડરી માર્કેટમાંથી ખરીદવામાં આવેલા બોન્ડ્સનો સમાવેશ થાય છે.

  એક ઝટકામાં અબજોપતિમાંથી બની ગયા કંગાળ, કિસ્મતનો ખેલ જોઇ તમે પણ ચોંકી જશો

  ટેનોર અને એક્ઝિટ માટેના વિકલ્પો શું છે?

  બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો હોય છે, જેમાં વ્યાજની ચુકવણીની તારીખો પર પાંચમા વર્ષ પછી એક્ઝિટ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

  કેટલું વ્યાજ મળે છે અને કેવી રીતે ચૂકવવામાં આવે છે?

  આ બોન્ડ્સ પ્રારંભિક રોકાણની રકમ પર વાર્ષિક 2.50 ટકા (ફિક્સ્ડ રેટ)ના દરે વ્યાજ આપે છે. રોકાણકારના બેંક ખાતામાં અર્ધવાર્ષિક વ્યાજ જમા થાય છે અને મુદ્દલની સાથે પાકતી મુદતે છેલ્લું વ્યાજ મળવાપાત્ર છે.

  ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  ગ્રાહક લિસ્ટેડ કોમર્શિયલ બેંકોની વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરનારા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ પ્રાઇસ સામાન્ય કરતા 50 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછી છે અને એપ્લિકેશન સામે ચુકવણી ડિજિટલ મોડ દ્વારા કરવામાં આવે છે.

  સોવરેન ગોલ્ડ બોન્ડના ફાયદા શું છે?

  રોકાણકારે પૈસા આપી ખરીદેલો સોનાનો જથ્થો સુરક્ષિત રહે છે, કારણ કે તેને રિડેમ્પ્શન સમયે ચાલુ બજારની કિંમત મળે છે. આવી સ્થિતિમાં સોવરેન ગોલ્ડ બોન્ડને ભૌતિક સોનાનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં સંગ્રહના જોખમો અને ખર્ચ રહેતા નથી. રોકાણકારોને મેચ્યોરિટી સમયે સોનાના બજાર મૂલ્યની ખાતરી આપવામાં આવે છે. સોવરેન ગોલ્ડ બોન્ડના કારણે ઝવેરાતના સ્વરૂપમાં સોનાના કિસ્સામાં ચાર્જ અને શુદ્ધતા જેવા મુદ્દાઓની ચિંતા રહેતી નથી.

  Adani Groupની વધુ એક કંપની Niftyમાં સામેલ થશે, રોકાણકારોને મળશે કમાણીનો મોકો

  સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટેક્સ કેટલો લાગે છે?

  આવકવેરા કાયદાની જોગવાઈ મુજબ ગોલ્ડ બોન્ડ પરનું વ્યાજ કરપાત્ર છે. જો કે, સોવરેન ગોલ્ડ બોન્ડના રિડેમ્પ્શન પર ઉદ્ભવતા કેપિટલ ગેઇન ટેક્સને મુક્તિ આપવામાં આવી છે. બોન્ડના ટ્રાન્સફરના કિસ્સામાં લોંગ ટર્મ કેપિટલ ગેઈનના ઇન્ડેક્સેશન લાભો પૂરા પાડવામાં આવે છે.

  સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના જોખમો

  જો સોનાના બજાર ભાવમાં ઘટાડો થાય તો સોવરેન ગોલ્ડ બોન્ડ માટે કરેલ રોકાણમાં ગાબડું પડી શકે છે. જો કે, રોકાણકારને યુનિટની દ્રષ્ટિએ નુકસાન થતું નથી.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news in gujarati, Gold Investment, Personal finance, Sovereign Gold Bond Scheme, Sovereign Gold Bond Scheme investment, Sovereign Gold Bond Scheme Profit