શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

એક શેર બ્રોકર ટ્રેડ થયેલા મૂલ્ય પર ધન કમાય છે. જેથી મોટાભાગના બ્રોકરેજ હાઉસ ફ્રીમાં સલાહ આપે છે. પરંતુ જ્યારે પણ નુકસાન થશે, તમારું જ થશે. જો તમે પૈસા ગુમાવવા નથી માંગતા, તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

 • Share this:
  અનિલ રેગો: મારા એક ગ્રાહક નરેન દર વર્ષે શેરોમાં રોકાણ (Investment) કરીને 18 લાખ રૂપિયા કમાય છે. પરંતુ બજાર તૂટતાં તેમને મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે બજારમાં 55 ટકાનો ઘટાડો થયો, ત્યારે નરેનના પોર્ટફોલિયો (Portfolio) 70 ટકા સુધી ઘટી ગયો હતો. એક બ્રોકિંગ હાઉસમાં નરેનના રિલેશનશિપ મેનેજરે (Relationship Manager) તેને 38 શેરોમાં પૈસા લાગણનાવી સલાહ આપી હતી. રિલેશનશિપ મેનેજરનું કહેવું હતું કે, આ શેરોનું મૂલ્ય આગામી 12 મહિનામાં 70 ટકા સુધી વધી જશે.

  તેમની પાસે 12 મહિનાના ટાર્ગેટવાળી 38 શેરોની યાદી હતી. જેમાં શેર તાજેતરના મૂલ્યથી ઉપરની તરફ વધવાનું અનુમાન લગાવાયું હતું. નરેનના RMનું કહેવું હતું કે, આગામી કેટલાક વર્ષો સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર સારું પ્રદર્શન કરશે. ત્યારે જયપ્રકાશ એસોસિએટ્સનો શેર 90 ટકા તૂટી ગયો હતો. નરેને ગત નુકસાનની ભરપાઈ માટેમિડકેપ શેરોમાં પૈસા લગાવ્યા હતા. જે બાદ મેં નરેનને કહ્યું કે, તે RMને આ શેરોનું લિસ્ટ કંપનીના લેટરહેડ પર આપવા માટે કહે, જે બાદ RMના ફોન આવવાના બંધ થઈ ગયા.  આવી સ્થિતિમાં તમાટે શું કરવું જોઈએ?

  એક શેર બ્રોકર ટ્રેડ થયેલા મૂલ્ય પર ધન કમાય છે. જેથી મોટાભાગના બ્રોકરેજ હાઉસ ફ્રીમાં સલાહ આપે છે. પરંતુ જ્યારે પણ નુકસાન થશે, તમારું જ થશે. જો તમે પૈસા ગુમાવવા નથી માંગતા, તો કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

  આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી

  નિયમ-1: રોકાણ પહેલા ટિપ્સનું અધ્યયન કરો

  રોકાણ કરતા પહેલા કોઈપણ વિશ્લેષકે આપેલી ટીપનો અભ્યાસ કરવો જોઈએ. જે બાદ જ કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ. ઘણા બ્રોકરેજ હાઉસ તેમની ટિપ્સ પાછળ મોટી રિસર્ચ ટીમના દાવા કરતા હોય છે. રોજ તેમના રિપોર્ટ આવે છે, જેમાંથી કેટલું સાચું રહેતું હશે!

  નિયમ-2: રોકાણના પહેલા રિસર્ચ કરો, બાદમાં નહીં

  કોઈપણ રોકાણ કરતા પહેલા શેર વિષે સારી રીતે રિસર્ચ કરો. તેના પર બ્રોકર પાસેથી વિસ્તારથી રિપોર્ટ માંગો. લાંબા સમયની અમ્ભાવના સારી હોય તો જ તેમાં રોકાણ કરો. તેમજ ટ્રીગર અને ટાર્ગેટ પ્રાઇઝ વળી ટિપ્સ અને થિયરી પર તમારો સમય ન બગાડો.

  આ પણ વાંચો:  Term Life Insurance: આ કારણે મોત થાય તો નથી મળતું વળતર, પૉલીસી લેતા પહેલા જાણી લો શરતો

  નિયમ-3: તેજીથી વધશે, તે તેજીથી તૂટશે

  જયારે કોઈ આંકડો ઊંચાઈ પર હોય, ત્યારે તેની પ્રગતિની સંભાવના વધુ જોવાય છે. પરંતુ કોઈ સેક્ટર કે કોઈ શેરમાં વધુ તેજી આવી જાય તો તેનાથી બચીને રહેવું જોઈએ. વધુ PEનો મતલબ છે કે આગામી સમયમાં તેના દરમાં ઘટાડો થવાનો છે.

  આ પણ વાંચો:  લાડલી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ, આવી રીતે લઈ શકાય લાભ

  નિયમ-4: સમય ન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં લગાવો પૈસા

  જો તમારા પાસે પોર્ટફોલિયોમાં નાવા શેર ઉમેરવા માટે સમય નથી, તો શેર બજારમાં સીધા પૈસા ન લગાવો. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં રોકાણ કરવાના પણ ઘણા ફાયદા છે, તેમજ વધુ મૂલ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે.
  Published by:News18 Gujarati
  First published:March 17, 2021, 08:24 am

  ટૉપ ન્યૂઝ