Home /News /business /ગ્રેચ્યુટીના નવા નિયમો અંગે જાણો મૂંઝવતા તમામ સવાલોના જવાબ

ગ્રેચ્યુટીના નવા નિયમો અંગે જાણો મૂંઝવતા તમામ સવાલોના જવાબ

પ્રતિકાત્મક તસવીર

નવા નિયમ મુજબ પાંચ વર્ષ નોકરી છોડ્યા બાદ મળતી ગ્રેચ્યુટીની વધુમાં વધુ રકમરૂપિયા 10 લાખના સ્થાને રૂપિયા20 લાખ જાહેર કરાઈ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: નાણા મંત્રી પીયૂશ ગોયલે વચગાળાના બજેટમાં જાહેરાત કરી હતી કે ગ્રેચ્યુટીની વધુમાં વધુ રકમન વર્તમાન મર્યાદાને રૂપિયા 10 લાખથી વધારી રૂપિયા 20 લાખ કરાશે. એનો અર્થ એવો થયો કે નોકરી છોડતા સમયે મળનારી 10 લાખ રૂપિયાની રકમની મર્યાદા વધી જશે અને તે રૂપિયા 20 લાખ સુધી મળી શકશે.

    સામાન્ય સંજોગોમાં કર્મચારી પાંચ વર્ષની નોકરી કરે ત્યારબાદ તેને નોકરી છોડ્યા બાદ ગ્રેચ્યુટી આપવામાં આવે છે. વચગાળાના બજેટમાં જ્યારે ગ્રેચ્યુટીને લગતા નવા નિયમો લાગુ થયા છે ત્યારે જાણો કેવી રીતે લાગુ થશે નવા નિયમો.

    સવાલ: ગ્રેચ્યુટીના પૈસા ક્યારે મળે છે?
    જવાબ: ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ, 1972 અધિનિયમન મુજબ સંગઠિત ક્ષેત્રની કોઈ કંપની જ્યાં 10થી વધારે કર્મચારી કામ છે, તે કંપની ગ્રેચ્યુટી ચુકવવા પાત્ર થાય છે. ગ્રેચ્યુટીનો ફાયદો સામાન્ય રીતે રિટાયરમેન્ટ પછી થાય છે પરંતુ કોઈ પણ નોકરીમાં ગ્રેચ્યુટી મેળવવા માટે સતત 4 વર્ષ 10 મહિના અને 11 દિવસ નોકરી કરવી જરૂરી છે. 5 વર્ષની નોકરી બાદ કર્મચારીને ગ્રેચ્યુટી મળે છે.

    આ પણ વાંચો: રૂ. 5 લાખની આવક ટેક્સ ફ્રી હોવાના ભ્રમમાં ન રહો, તમે વિચારો છો એવું પણ નથી!

    સવાલ: કેટલી રકમ મળશે તે કેવી રીતે નક્કી થાય છે?
    જવાબ: એક્સપર્ટના મતે નિયમ મુજબ, ગ્રેચ્યુટીની ગણતરી માટે એક ચોક્કસ ગણિત છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પગાર રૂપિયા 50,000 છે અને તે કોઈ કંપનીમાં 15 વર્ષ 8 મહિના કામ કરે તો તેની ગ્રેચ્યુટીમાં પાછલા પગાર સાથે 15નો ગુણાકાર થશે અને સાથે જેટલા દિવસો કામ કર્યા હોય તેનો ગુણાકાર થશે, અને 26 સાથે ડિવાઇડ કરીને જે રકમ મળે તે આપવામાં આવશે. જો પગાર 50,000 રૂપિયા હોય તો આ હિસાબથી 15 x50,000x16/26= રૂપિયા 4.61 લાખ મળશે.

    સવાલ: ક્યા કર્મચારીને ગ્રેચ્યુટી મળે?
    જવાબ: જે સંસ્થામાં 10થી વધુ કર્મચારી હોય તે સંસ્થાએ ગ્રેચ્યુટી આપવી પડે છે. આ ઉપરાંત જે સંસ્થાનો સમાવેશ ગ્રેચ્યુટી એક્ટ અંતર્ગત નથી થતો તે સંસ્થાના કર્મચારી પણ ગ્રેચ્યુટીનો ફાયદો મેળવી શકે છે.

    સવાલ: જો, કોઈ કર્મચારીનુ મૃત્યુ થઈ જાય તો ગ્રેચ્યુટી મળે?
    જવાબ: કર્મચારીનું મૃત્યુ થવાના સંજોગોમાં ગ્રેચ્યુટીની રકમ કર્મચારીએ કેટલો સમય નોકરી કરી છે, તેના આધારે મળે છે. આ સંજોગોમાં કર્મચારીને વધુમાં વધુ રકમ પહેલાં રૂપિયા 10 લાખ ચુકવાતી હવે રૂપિયા 20 લાખ ચુકવવામાં આવશે.

    ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Union Budget 2019

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन