શું બેંકોમાં મુકેલા પૈસા ડુબી જશે? જાણો - બધુ જ

FRDI બિલ 2017ને લઈ સામાન્ય લોકોમાં કેટલાએ સવાલ છે, તો આજે અમે તમને એ પ્રશ્નોના જવાબ આપવાની કરીએ કોશિસ...

FRDI બિલ 2017ને લઈ સામાન્ય લોકોમાં કેટલાએ સવાલ છે, તો આજે અમે તમને એ પ્રશ્નોના જવાબ આપવાની કરીએ કોશિસ...

  • Share this:
FRDI બિલ 2017ને લી મીડિયામાં થઈ રહેલ ચર્ચાને લઈ નાણા મંત્રાલયે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, પ્રસ્તાવમાં મુકેલ કાયદામાં બેંકોમાં જમાકર્તાઓને આપવામાં આવતી હાલની સુરક્ષાને બદલવામાં નથી આવી. મંત્રાલયે કહ્યું કે, ફાયનાન્સિયલ રેજોલ્યૂએશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ FRDIનું લોકો ખોટું વિશ્લેષણ કરી રહ્યા છે.


સરકાર દ્વારા સ્પષ્ટીકરણ આપ્યા બાદ પણ FRDI બિલ 2017ને લઈ સામાન્ય લોકોમાં કેટલાએ સવાલ છે, તો આજે અમે તમને એ પ્રશ્નોના જવાબ આપવાની કરીએ કોશિસ


1 - પ્રશ્ન - FRDI બિલ 2017 શું છે?
જવાબ - ફાયનાન્સિયલ રેજોલ્યૂએશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ 2017નો ઉદ્દેશ્ય રેજોલ્યૂશન કોર્પોરેશન બનાવવાનો છે. આ નાણાકીય કંપનીઓ પર નજર રાખશે. આ કંપનીઓની રિસ્ક પ્રોફાઈલના હિસાબે વર્ગીકરણ કરશે. કંપનીઓને તે પોતાની નાણાકીય જવાબદારીથી અલગ કરી દેવાળીયું થતા રોકશે. હાલમાં કેટલીએ કંપનીઓએ પોતાને નાદારી જાહેર કરવા અરજી કરી છે. આ રીતે એક રીતે લોકોને સુરક્ષા જ મળશે, કારણ કે તે કોર્પોરેશન કંપનીઓ અથવા બેંકોને દેવાળીયું થતા બચાવશે.


કેમ બેંકોમાં રાખેલા પૈસા ડુબી જશે? જાણો બધુ જ
2 - પ્રશ્ન - આનાથી આટલી ચિંતા કેમ?
જવાબ - આ બિલના બેલ-ઈન નિયમને લઈ સૌથી વધારે ચિંતા છે. આ નિયમ ડુબતી નાણાકીય કંપનીને નાણાની સમસ્યામાંથી બચાવવા માટે તેને લોન આપતી સંસ્થા અને જમાકર્તાઓની રકમના ુપયોગ માટે મંજૂરી આપે છે. જેથી, બેલ-ઈન નાણાકીય સંસ્થાને નિષ્ફળ થવાથી બચાવવાના વિકલ્પમાંથી એક છે.


3 - પ્રશ્ન - સામાન્ય માણસના પૈસા કેટલા સુરક્ષિત રહેશે હવે?
જવાબ - એક્સપર્ટનું કહેવું છે કે, આનાથી ગભરાવવાની જરૂર નથી. આનું કારણ એ છે કે, 50 વર્ષના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ બેંકે નાદારી નોંધાવી હશે. આ સિવાય અલગ-અલગ બેંકમાં તમારા પૈસા મુકી તમે જોખમ ઘટાડી શકો છો.


4 - પ્રશ્ન - સરકાર હવે શું કરી રહી છે?
નાણાંમંત્રાલયે નિવેદનમાં કહ્યું કે,એફઆરડીઆઈ કાયદામાં જમાકર્તાઓને એકદમ પારદર્શી રીતે સંરક્ષણ આપવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, મીડીયામાં અને તેમાં પણ સોસિયલ મીડિયા પર બેલ-ઈન મુદ્દે જે આસંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે એકદમ ખોટી છે.


નાણામંત્રાલય જણાવ્યું કે, કોઈ વિશેષ પ્રકારના રેજોલ્યુશન કેસમાં બેલ-ઈન નિયમના ઉપયોગની જરૂરત નહી રહે. નિશ્ચિતરૂપે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના મામલામાં આની જરૂરત નહીં રહે, કારણ કે આવી આકસ્મિત સ્થિતિ આવવાની સંભાવના જ નથી.
First published: