Home /News /business /

ત્રણ લાખ રૂપિયામાં ખરીદો ઉત્તમ માઇલેજ આપતી ગાડીઓ, જાણો કારના ફીચર્સ વિશે

ત્રણ લાખ રૂપિયામાં ખરીદો ઉત્તમ માઇલેજ આપતી ગાડીઓ, જાણો કારના ફીચર્સ વિશે

મંત્રાલયે સુધારાની જાહેરાત કરી દેતા નવા ફેરફારો અમલમાં આવી ચુક્યા છે. હવે અગાઉથી પસંદ કરેલા નોમિની રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન ફેરવવા માટે અરજી કરી શકે છે. આરટીઓ સમક્ષ પુરાવા અને સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 30 દિવસમાં અગાઉથી પસંદ કરાયેલ નોમિનીને રજિસ્ટ્રેશન સેર્ટિફિકેટ આપવામાં આવશે. નવા નિયમોમાં છૂટાછેડા, સંપત્તિના વિભાજન અથવા સંપત્તિના સ્થાનાંતરણ સહિતના અન્ય કિસ્સામાં નોમિની બદલવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

Maruti, Datsun અને Renaultની સૌથી સસ્તી કારની શરૂઆતની કિંમત ત્રણ લાખ રૂપિયાથી પણ ઓછી છે. તો જાણીએ તેના વિશે:

  નવી દિલ્હી: બજેટ તેમજ વધારે માઇલેજ (Budget and good mileage cars) આપતી કારની માંગ હંમેશા રહે છે. જોકે, લૉકડાઉન (Lockdown)ને પગલે કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હવે આશા જન્મી છે કે મધ્યમ અને ઓછા બજેટની ગાડીઓનું વેચાણ ફરીથી વધશે. આજે અમે તમને એવી કાર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત ઓછી હોવાની સાથે સાથે તે વધારે માઇલેજ આપે છે. Maruti, Datsun અને Renaultની સૌથી સસ્તી કારની શરૂઆતની કિંમત ત્રણ લાખ રૂપિયાથી પણ ઓછી છે. તો જાણીએ તેના વિશે:

  Renault Kwid: ફ્રાંસની પ્રમુખ વાહન નિર્માતા કંપની Renaultની લોકપ્રિય હેચબેક કાર Kwid કુલ બે એન્જીની સાથે બજારમાં છે. જેનું 0.8 લીટરની ક્ષમતાનું એન્જીન 54 PSનો પાવર અને 72 NM ટૉર્ક જનરેટ કરે છે. જ્યારે 1.0 લીટર એન્જીન 68 PS પાવર આપે છે અને 91 NM ટૉર્ક જનરેટ કરે છે.

  કારની કિંમત 3.15 લાખ રૂપિયાથી 5.01 લાખ રૂપિયા વચ્ચે છે. સામાન્ય રીતે કાર 24 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે. તાજેતરમાં કંપનીએ અપડેટ કરીને બજારમાં ઉતારી છે. આ કારમાં સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરો, ડિજિટલ સ્પીડોમીટર, મેન્યુઅલ એસી, પાવર સ્ટીયરિંગ, રિટર સીટ આર્મરેસ્ટ જેવા ફીચર્સ મળે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: તસ્કરો બન્યા બેફામ, સવારે 10 વાગ્યે ATM તોડીને રોકડ ચોરી ગયા, બનાવ CCTVમાં કેદ થયો

  Maruti Alto 800: આ કાર ખૂબ લાંબા સમયથી માર્કેટમાં છે. આ કાર પેટ્રોલ તેમજ CNG વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. કારમાં 796 CCની ક્ષમતાનું પેટ્રોલ એન્જીન આવે છે. જે 40.03 bphનો પાવર અને 60 NM ટૉર્ક જનરેટ કરે છે.

  આ કાર પાંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં LXI અને LXI (O) વેરિએન્ટ સાથે ફેક્ટરી ફિકેટડ સીએનજી કીટનો વિકલ્પ મળે છે. પાંચ લીટરની આ નાની કારમાં 60 લીટર ફ્લૂઅલ ક્ષમતાની ટેન્ક છે. આ કારની કિંમત 2.99 લાખ રૂપિયાથી 4.36 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારનું પેટ્રોલ વેરિએન્ટ 22 કિલોમીટર પ્રતિ લીટરની અને CNG વેરિએન્ટ 31 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની એવરેજ આપે છે.

  આ પણ વાંચો: મહિલા પાસેથી શીખવા જેવા છે બચતના પાઠ, મહામારી જેવી સ્થિતિમાં પણ થઈ શકે મદદરૂપ

  Datsun redi-GO: આ બજેટમાં તમે ડટસન રેડી ગો કાર ખરીદી શકો છે. જેમાં 799 સીસી પેટ્રોલ એન્જીન છે. redi-Goને ચાર વેરિએન્ટમાં લૉંચ કરવામાં આવી છે. બેઝ 0.8 D વેરિએન્ટની કિંમત 2.89 લાખ રૂપિયા (એક્સ શૉ રૂમ)થી શરૂ થાય છે. આ કારમાં 999 સીસી એન્જીનનો વિકલ્પ પણ મળે છે.

  વેરિએન્ટની કિંમત 4.77 લાખ રૂપિયા છે. આ કાર છ વેરિએન્ટ અને ચાર રંગમાં ઉપલબ્ધ છે. 2020 Redi-GO ફેસલિફ્ટમાં 0.8-લીટર અને 1.0- લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. બંને એન્જીન BS-6 છે. 0.8-લીટર એન્જીન 54 bhp પાવર અને 72 Nm ટૉર્ક જનરેટ કરે છે. જ્યારે 1.0-લીટરવાળું એન્જીન 68 PS પાવર અને 91 Nm ટૉર્ક જનરેટ કરે છે. બંને એન્જીન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 1.0-લીટર એન્જીન વાળી કારમાં 5-સ્પીડ AMT વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

  આ પણ વાંચો: કોરોનાએ લોકોને આપ્યું બચત અને રોકાણનું બ્રહ્મજ્ઞાન, આવી રીતે આર્થિક વ્યવહાર સંભાળો

  Bajaj Qute: બજાજ ઑટોએ તાજેતરમાં જ પોતાની પ્રથમ નાની કાર Bajaj Qute ભારતમાં લૉંચ કરી છે. હકીકતમાં આ દેખાવમાં કાર જેવી છે પરંતુ તે એક ક્વૉડ્રીસાઇકલ છે. જેમાં 216 સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ DTSi એન્જીન છે. જે 13 બીપીએચ પાવર અને 180.9 Nm ટૉર્ક આપે છે. જ્યારે સીએનજી વેરિએન્ટની કારમાં 11 બીએચપી પાવર અને 16.1 Nm ટૉર્ક આપે છે. Quteની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક છે. માઇલેજની વાત કરવામાં આવે તો પેટ્રોલ મોડમાં કાર 35 કિલોમીટર પ્રતિ કલાક માઇલેજ આપે છે. પેટ્રોલ વેરિએન્ટની કિંમત 2.48 લાખ રૂપિયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Diesel, Maruti, Petrol, Renault, કાર

  આગામી સમાચાર