સુકન્યા સમૃદ્ધિ, PPF કે KVP? અહીં જાણો, રોકાણ માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ

સુકન્યા સમૃદ્ધિ, PPF કે KVP? અહીં જાણો, રોકાણ માટે કયો વિકલ્પ છે શ્રેષ્ઠ
પ્રતિકાત્મક તસવીર

આપણે કેટલીક બચત યોજનાઓ અંગે માહિતી મેળવીશું, જેમાં રોકાણ કરવાથી ગેરંટીડ રિટર્ન મળે છે.

  • Share this:
કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી નાની બચત યોજનાઓનો લાભ કરોડો લોકો લઈ રહ્યા છે. દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજમાં ફેરફાર કરવામાં આવે છે. ગત 1 એપ્રિલે સરકારે બચત યોજનાઓનું વ્યાજ ઘટાડ્યું હતું. જોકે, ગણતરીની કલાકોમાં જ આ નિર્ણય પરત લેવાયો હતો.

નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાથી 4થી 7.6 ટકા જેટલું વ્યાજ મળે છે. આજે આપણે કેટલીક બચત યોજનાઓ અંગે માહિતી મેળવીશું, જેમાં રોકાણ કરવાથી ગેરંટીડ રિટર્ન મળે છે. આ યોજનાઓમાં કિસાન વિકાસ પત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ યોજના સામેલ છે. જો તમે પણ આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો અહીં જાણીલો તેમાં કેટલું વ્યાજ મળી રહ્યું છે.સુકન્યા સમૃદ્ધિ યોજના

આ યોજના દસ વર્ષ સુધીની દીકરીઓના ભાવિ માટે ખૂબ જરૂરી ગણવામાં આવે છે. ગત 1 એપ્રિલથી નવો વ્યાજદર લાગી ચુક્યો છે. આ યોજનામાં વર્તમાન સમયે 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં વ્યક્તિ પોતાની બે દીકરીઓ માટે એકાઉન્ટ ખોલાવી શકે છે. 21 વર્ષની ઉંમરે પુત્રીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં રકમ 9 વર્ષ અને 4 મહિનામાં બમણી કરવામાં આવશે.

આ પણ વાંચો - ટ્રાફિક દંડથી બચવા બાઈક ચાલકે કરી હદ પાર, પોલીસ કર્મી પર બાઈક ચઢાવી થયો ફરાર

પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ

પીપીએફ સૌથી વધુ લોકપ્રિય કર બચત યોજના છે. આ યોજનામાં કરેલું રોકાણ 15 વર્ષમાં પાકે છે. પીપીએફમાં 5 વર્ષનો લોકઇન સમયગાળો હોય છે. ઓછામાં ઓછા 500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. અત્યારે તેમાં 7.1 ટકા જેટલું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના

જે લોકો 60 વર્ષની ઉંમરના વડીલો જીવનકાળમાં રૂ. 15 લાખ સુધીનું રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે. વરિષ્ઠ પતિ અને પત્ની સંયુક્ત રીતે આ યોજનામાં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. ત્યાં 5 વર્ષનું લોકઈન છે. તેમાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

આ પણ વાંચો - ના હોય... જાપાનમાં દેવું ચૂકવવા પોકેમોન કાર્ડની ચોરી કરવા 6 માળની બિલ્ડીંગેથી નીચે લટક્યો ચોર

કિસાન વિકાસ પત્ર

કિસાન વિકાસ પત્રમાં ઓછામાં ઓછા રૂ. 1000 સાથે ખાતું ખોલી શકાય છે. હાલમાં આ યોજનામાં વાર્ષિક 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે. કિસાન વિકાસ પત્રમાં 10 વર્ષ અને 4 મહિનામાં રોકાણ ડબલ થઈ જશે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ