SBIની ખાસ સુવિધા : જરૂર પડ્યે બૅંકમાં જમા હોય તેનાથી વધારે પૈસા ઉપાડી શકાશે

News18 Gujarati
Updated: December 19, 2019, 8:08 AM IST
SBIની ખાસ સુવિધા : જરૂર પડ્યે બૅંકમાં જમા હોય તેનાથી વધારે પૈસા ઉપાડી શકાશે
પ્રતિકાત્મક તસવીર

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે. આ સુવિધામાં ગ્રાહક પોતાના બૅંક ખાતામાંથી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધા આપે છે, જે અંતર્ગત તમે તમારા બૅંક ખાતામાંથી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડી શકો છો. બૅંકની આ સુવિધાને ઓવરડ્રાફ્ટ ફૅસિલિટી (Overdraft Facility) કહેવામાં આવે છે. તો જાણીએ શું છે આ સુવિધા અને કેવી રીતે તેનો લાભ ઉઠાવી શકાય છે.

શું છે ઓવરડ્રાફ્ટ ફૅસિલિટી?

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે. આ સુવિધામાં ગ્રાહક પોતાના બૅંક ખાતામાંથી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડી શકે છે. આ વધારાના પૈસાને ગ્રાહકોએ મર્યાદિત સમયમાં પરત ચુકવવાના હોય છે, આ રકમ પર વ્યાજ પણ લાગે છે. આ વ્યાજ દૈનિક ધોરણે ગણવામાં આવે છે. આ સુવિધા કોઈ પણ બૅંક કે પછી નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) આપી શકે છે. ગ્રાહકને ઓવરડ્રાફ્ટ તરીકે કેટલી રકમ મળશે તે બૅંક અથવા NBFC નક્કી કરે છે.

આવી રીતે અરજી કરી શકો છો

બૅંક પોતાના અમુક ગ્રાહકોને પ્રી-અપ્રુવ્ડ (પહેલેથી મંજૂર) ઓવરડ્રાફ્ટ સુવિધા આપે છે. જ્યારે અમુક ગ્રાહકોએ આ માટે મંજૂરી લેવી પડે છે. આ માટે લેખિતમાં અથવા ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી અરજી કરવાની હોય છે. અમુક બૅંક આ સુવિધા માટે પ્રોસેસિંગ ફી પણ વસૂલ કરે છે. ઓવરડ્રાફ્ટના બે પ્રકાર હોય છે. 1) સિક્યોર્ડ અને 2) અનસિક્યોર્ડ. સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટમાં સુરક્ષા માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડે છે.

તમે એફડી, શેર, ઘર, પગાર, ઇન્શ્યોરન્સ પૉલિસી, બૉન્ડસ વગેરે ગીરવે મૂકીને ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. સરળ ભાષામાં તેને એફડી કે શેર પર લોન લેવી કહેવામાં આવે છે. જો તમારી પાસે ગીરવી મૂકવા માટે કોઈ વસ્તુ નથી તો પણ તમે ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકો છો. આને અનસિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. દા.ત. ક્રેડિક કાર્ડમાંથી પૈસા ઉપાડવા. 

ઓવરડ્રાફ્ટનો ફાયદો

જ્યારે તમે લોન લો છો ત્યારે તેને ચુકવવા માટે એક સમય મર્યાદા હોય છે. જો તમે લોનની સમય પહેલા ચુકવણી કરો છો તો તેમાં તમારે પ્રીપેમેન્ટ ચાર્જ આપવો પડે છે, પરંતુ ઓવરડ્રાફ્ટમાં આવું નથી થતું. તમે નિર્ધારિત રકમ પહેલા જ કોઈ ચાર્જ વગર પૈસા ચુકવી શકો છો. સાથે વ્યાજ પણ એટલું જ ચુકવવું પડે છે જેટલા સમય સુધી ઓવરડ્રાફ્ટની રકમ તમારી પાસે રહી હતી. આ ઉપરાંત ઓવરડ્રાફ્ટમાં EMIમાં પણ પૈસા ચુકવવાનું બંધન નથી. તમે નિર્ધારિત સમયમર્યાદામાં ક્યારેય પણ પૈસા ચુકવી શકો છો. જેનાથી ઓવરડ્રાફ્ટ લોનથી વધારે રસ્તો અને સરળ છે.

ખાસ ધ્યાન રાખો

જો તમે ઓવરડ્રાફ્ટની રકમ નથી ચુકવી શકતા તો તમે ગીરવી મૂકેલી વસ્તુમાંથી તેની ચુકવણી થશે. જો ઓવરડ્રાફ્ટ માટે ગીરવી મૂકેલી વસ્તુની કિંમત ઓછી હશે તો તમારે વધારાને પૈસા ચુકવવા પડશે.
First published: December 19, 2019, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading