મુંબઈ: LIC અવારનવાર લોકોની જરૂરત મુજબ નવા પ્લાન્સ લૉંચ કરતી રહે છે. જેમાં લાઈફ કવરની સાથે સાથે મેચ્યોરિટી પર સારું રિટર્ન પણ મળી રહે છે. તેમજ LICમાં લગાવેલા પૈસા ડૂબવાનું જોખમ પણ નહિવત છે. કારણ કે સરકાર અહીં લગાવેલા પૈસા પર સોવરેન ગેરંટી આપે છે. જણાવી દઈએ કે LIC Nivesh Plus Plan સિંગલ પ્રીમિયમ, નોનપાર્ટીસિપેટિંગ, યુનિટ લિંક્ડ અને વ્યક્તિગત જીવન વીમો છે. જે પોલીસી (Policy) સમયગાળા દરમિયાન વીમો અને રોકાણનો ઓપ્શન પણ આપે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્લાનને ઓફલાઈન અને ઓનલાઇન લઇ શકાય છે. પોલીસી ખરીદનારને બેઝિક સમ એશ્યોર્ડ લેવાનો પણ વિકલ્પ મળે છે. સમ એશ્યોર્ડનો વિકલ્પ સિંગલ પ્રીમિયમના 1.25 ગણો અથવા સિંગલ પ્રીમિયમના 10 ગણો છે. આ પ્લાનમાં 4 પ્રકારના ફંડ બોન્ડ ફંડ, સિક્યોર્ડ ફંડ, બેલેન્સ્ડ ફંડ અને ગ્રોથ ફંડ ઉપલબ્ધ છે.
LIC Nivesh Plus Plan લેવા માટે 90 દિવસથી 65 વર્ષની ઉંમર હોવી જોઈએ. સાથે જ પૉલીસી ટેન્યોર 10થી 35 વર્ષ અને લોક ઈન પિરિયડ 5 વર્ષ છે. આ પૉલીસીમાં ઓછામાં ઓછા 1 લાખનું પ્રીમિયમ ભરવું પડશે. સાથે જ તેમાં રોકાણની કોઈ લિમિટ નહીં હોય. આ પૉલીસીમાં અધિકતમ મેકયોરીટી પિરિયડ 85 વર્ષ છે.
કંપની પોતાના ગ્રાહકને ફ્રી-લુક પિરિયડ પણ આપે છે. જો આ પૉલીસી સીધી કંપની પાસેથી ખરીદવામાં આવે તો 15 દિવસ અને ઓનલાઇન ખરીદવામાં આવે તો 30 દિવસનો ફ્રી-લુક પિરિયડ ઓફર કરવામાં આવે છે. આ સમય દરમિયાન ગ્રાહક પૉલીસી પરત કરી શકે છે.
જો પૉલીસી અવધિ દરમિયાન પોલીસધારકનું મૃત્યુ થઇ જાય તો ડેથ બેનિફિટ નોમિનીને મળે છે. જોખમ શરુ થયા પહેલા જ પૉલીસીધારકનું મૃત્યુ થઇ જાય તો નોમિનીને યુનિટ ફંડ વેલ્યુ જેટલી રાશિ મળે છે. આ પ્લેનમાં કંપની છઠ્ઠા વર્ષ બાદ આંશિક ઉપાડની મંજૂરી આપે છે. તો સગીર વયના લોકોને 18 વર્ષની ઉંમર બાદ ઉપાડની મંજૂરી આપવામાં આવે છે .
ઉલ્લેખનીય છે કે, આ પૉલીસી ખરીદનારને એક જ વખત પૈસા ચૂકવવાના હોય છે. LIC આ ફંડને પોલીસીજોલદારના પ્રેફરન્સ મુજબ ઈન્વેસ્ટ કરે છે. જેમાં ખરીદદાર 10થી 25 વર્ષ વચ્ચેના સમયને પૉલીસી ડ્યુરેશન તરીકે પસંદ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર